ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ)એ નિરીક્ષણ, નિયંત્રણ અને સાવચેતી માટે માર્ગદર્શિકા જાહેર કરી


રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રોગચાળાને નિયંત્રણમાં લેવા માટેના વિવિધ પગલાં કડકપણે લાદવાની, વિવિધ પ્રવૃત્તિઓ પર SOPsનું પાલન કરાવવાની અને કોવિડનો સામનો કરવા ઉચિત અભિગમ અપનાવવા તથા સાવચેતી રાખવાની તથા ટોળાઓને નિયંત્રિત કરવાની જવાબદારી સુપરત કરવામાં આવી

Posted On: 25 NOV 2020 4:03PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ)એ આજે નિરીક્ષણ, નિયંત્રણ અને સાવચેતી માટે માર્ગદર્શિકાઓ સાથે આજે આદેશ જાહેર કર્યો, જેનો અમલ 1 ડિસેમ્બર, 2020થી શરૂ થશે અને 31.12.2020 સુધી લાગુ રહેશે

  • માર્ગદર્શિકાનો મુખ્ય ઉદ્દેશ કોવિડ-19ના પ્રસારને અટકાવવા હાંસલ થયેલી નોંધપાત્ર સફળતાને વધારવાનો છે, જે દેશમાં સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડા સ્વરૂપે જોવા મળે છે. ઉપરાંત થોડા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં તહેવારની ચાલુ સિઝન અને શિયાળાની શરૂઆતને કારણે તાજેતરમાં નવા કેસમાં વધારો જોવા મળ્યો છે, એને ધ્યાનમાં રાખીને રોગચાળામાંથી સંપૂર્ણપણે બહાર આવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અત્યારે સાવચેતી રાખવાની અને રોગચાળાને નિયંત્રણમાં લેવાની સૂચિત વ્યૂહરચનાનું કડકપણે પાલન કરવાની જરૂર છે. વળી કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ) અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબલ્યુ) દ્વારા જાહેર થયેલી માર્ગદર્શિકાઓ/ SOPsનું કડકપણે પાલન કરાવવા, રોગચાળાના નિયંત્રણ અને નજર રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને મ્યુનિસિપલ સત્તામંડળો એ સુનિશ્ચિત કરવા માટે જવાબદાર હશે કે રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે સૂચિત પગલાંનું કડકપણે પાલન થાય. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સ્થિતિસંજોગોના તેમના મૂલ્યાંકનને આધારે સ્થાનિક નિયંત્રણો લાદી શકે છે, જેનો ઉદ્દેશ કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં રાખવાનો છે.

નિરીક્ષણ અને નિયંત્રણ

  • રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાયાના સ્તરે જિલ્લા વહીવટીતંત્રો દ્વારા નિયંત્રણ ઝોનોનું કાળજીપૂર્વક રેખાંકન સુનિશ્ચિત કરશે, જે માટે આ સંબંધમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકાને ધ્યાનમાં લેશે. નિયંત્રણ ઝોનોની યાદીને સંબંધિત જિલ્લા કલેક્ટર્સની વેબસાઇટો અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની વેબસાઇટો પર મૂકવામાં આવશે. આ યાદી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે વહેંચવામાં આવશે.
  • સ્પષ્ટપણે રેખાંકિત કરેલા નિયંત્રણ ઝોનોની અંદર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સૂચિત નિયંત્રણના પગલાંને કડકપણે પાલન કરવામાં આવશે, જેમાં સામેલ છેઃ
    • નિયંત્રણ ઝોનોની અંદર ફક્ત આવશ્યક સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે.
    • આ ઝોનની અંદર કે બહાર લોકોની અવરજવર ન થાય એ સુનિશ્ચિત કરવા કડકપણે નિયંત્રણ લાગુ કરવામાં આવશે, ફક્ત તબીબી કટોકટી અને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓના પુરવઠાને જાળવવા માટે જ અવરજવરને મંજૂરી આપવામાં આવશે.
    • આ ઉદ્દેશ માટે બનાવવામાં આવેલી નિરીક્ષણ ટીમો ઘેર-ઘેર જઈને સઘનતા સાથે નજર રાખશે.
    • સૂચિત આચારસંહિતા મુજબ પરીક્ષણ હાથ ધરવામાં આવશે.
    • પોઝિટિવ નિદાન થયેલી તમામ વ્યક્તિઓના સંબંધમાં એના સંપર્કોની યાદી મેળવવામાં આવશે, જેમાં 14 દિવસ માટે તેમના કોન્ટેક્ટ્સનું ટ્રેકિંગ, ઓળખ, ક્વારેન્ટાઇન અને ફોલો અપ રાખવામાં આવશે (80 ટકા કોન્ટેક્ટ્સનું 72 કલાકમાં ટ્રેસિંગ કરવામાં આવશે).
    • સારવાર માટેની સુવિધાઓ/ઘરમાં કોવિડ-19 દર્દીઓનું ઝડપી આઇસોલેશન સુનિશ્ચિત કરવામાં આવશે (હોમ આઇસોલેશનની માર્ગદર્શિકા પૂર્ણ કરવાને આધિન).
    • સૂચિત કર્યા મુજબ નૈદાનિક હસ્તક્ષેપો હાથ ધરવામાં આવશે.
    • ILI/ SARI કેસો માટે આરોગ્ય સુવિધાઓમાં કે આઉટરિચ મોબાઇલ એકમોમાં અથવા બફર ઝોનમાં ફિવર ક્લિનિક દ્વારા નજર રાખવામાં આવશે.
    • કોવિડ-19ને નિયંત્રણ માટે ઉચિત અભિગમ પર સમુદાયોમાં જાગૃતિ લાવવામાં આવશે.
  • સ્થાનિક જિલ્લા, પોલીસ અને મ્યુનિસિપલ સત્તામંડળો એ સુનિશ્ચિત કરાવવા માટે જવાબદાર રહેશે કે, સૂચિત કરવામાં આવેલા નિયંત્રણના પગલાંનું કડકપણે પાલન થાય અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો આ સંબંધમાં સંબંધિત અધિકારીઓની જવાબદારી સુનિશ્ચિત કરશે.

કોવિડનો સામનો કરવા માટે ઉચિત અભિગમ

  • રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં લેવા ઉચિત અભિગમને પ્રોત્સાહન આપવા તમામ જરૂરી પગલાં લેશે તથા ફેસ માસ્ક ધારણ કરવા, હાથની સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનો કડક અમલ સુનિશ્ચિત કરશે.
  • ફેસ માસ્ક ધારણ કરવાની મુખ્ય જરૂરિયાતનું પાલન કરાવવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વહીવટી પગલાં લેવાનો વિચાર કરી શકે છે, જેમાં જાહેર સ્થળો અને કાર્યસ્થળોમાં ફેસ માસ્ક ન ધારણ કરનાર વ્યક્તિઓને ઉચિત દંડ કરવાની જોગવાઈ સામેલ છે.
  • ગીચ જગ્યાઓમાં, ખાસ કરીને બજારોમાં, સાપ્તાહિક બજારો અને જાહેર પરિવહનના સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબલ્યુ) SOP બહાર પાડશે, જેનું રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કડકપણે પાલન કરવું પડશે.
  • કોવિડ-19ના વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય સૂચનાઓનું પાલન આખા દેશમાં જાળવી રાખવામાં આવશે, જેથી કોવિડ-19ના પ્રસારને અટકાવવા માટે ઉચિત અભિગમનું પાલન સુનિશ્ચિત કરી શકાય.

સૂચિત SOPsનું કડક પાલન કરવામાં આવશે

  • નિયંત્રણ ઝોનની બહાર તમામ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે, જેમાં નીચેની પ્રવૃત્તિઓ સામેલ નથી, જે માટે ચોકક્સ નિયંત્રણો સાથે મંજૂરી લેવી પડશે:
  1. કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ મંજૂરી આપ્યા મુજબ, પેસેન્જરોની આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી માટે.
  2. 50 ટકાની ક્ષમતા સાથે સિનેમા હોલ અને થિયેટર.
  3. સ્વિમિંગ પૂલો, ફક્ત રમત સાથે જોડાયેલી વ્યક્તિઓની તાલીમ માટે જ.
  4. પ્રદર્શન હોલ, બિઝનેસ ટૂ બિઝનેસ (બી2બી) ઉદ્દેશો માટે.
  5. હોલની 50 ટકા ક્ષમતા સાથે, બંધ જગ્યામાં તથા ખુલ્લી જગ્યાઓમાં મેદાન/જગ્યાની સાઇઝને ધ્યાનમાં રાખીને 200 વ્યક્તિની ટોચમર્યાદા સાથે સામાજિક/ધાર્મિક/રમતગમત/મનોરંજન/શૈક્ષણિક/સાંસ્કૃતિક/ધાર્મિક સમારંભો.

જોકે તેમની સ્થિતિસંજોગોનાં મૂલ્યાંકનને આધારે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો બંધ જગ્યાઓમાં વ્યક્તિઓની ટોચમર્યાદા ઘટાડીને 100 કે એનાથી ઓછી કરી શકાશે.

  • તમામ માહિતી મેળવવા માટે આ માર્ગદર્શિકા 19 SOPsની યાદી સંલગ્ન છે, જે મંજૂરી આપવામાં આવેલી પ્રવૃત્તિઓનું નિયમન કરવા સમયે-સમયે બહાર પાડવામાં આવી છે. SOPsનું સંબંધિત સત્તામંડળો કડકપણે પાલન કરાવશે, જે એનું કડક પાલન કરાવવા માટે જવાબદાર હશે.

સ્થાનિક નિયંત્રણો

  • રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમની સ્થિતિસંજોગોનું મૂલ્યાંકન કરીને એને આધારે કોવિડ-19ના પ્રસારને નિયંત્રણ કરવાના ઉદ્દેશ સાથે સ્થાનિક નિયંત્રણો લાગુ કરી શકે છે, જેમ કે રાત્રિ કર્ફયૂ. જોકે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો કેન્દ્ર સરકાર સાથે અગાઉથી ચર્ચાવિચારણા કર્યા વિના નિયંત્રણ ઝોનોની બહાર કોઈ પણ સ્થાનિક લોકડાઉન (રાજ્ય/જિલ્લા/પેટા-ડિવિઝન/શહેર સ્તરે) લગાવી નહીં શકે.
  • રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ઓફિસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની પણ જરૂર પડશે. જે શહેરોમાં સાપ્તાહિક કેસો 10 ટકાથી વધારે પોઝિટિવિટી રેટ ધરાવે છે ત્યાં સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તબક્કાવાર ઓફિસ ટાઇમિંગનો અમલ કરવા અને અન્ય અનુકૂળ પગલાંઓનો વિચાર કરશે, જેનો ઉદ્દેશ એકસાથે ઓફિસમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો છે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત થાય.

આંતર-રાજ્ય અને રાજ્યની અંદર અવરજવર પર કોઈ નિયંત્રણ નહીં

  • વ્યક્તિઓ અને ચીજવસ્તુઓની આંતર-રાજ્ય અને રાજ્યની અંદર અવરજવર પર કોઈ નિયંત્રણ લાગુ નહીં થાય, જેમાં પડોશી દેશો સાથે સમજૂતીઓ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વેપાર માટેની અવરજવર પણ સામેલ છે.  આ પ્રકારની અવરજવર માટે અલગથી મંજૂરી/સંમતિ/ઇ-પરમિટ લેવાની જરૂર નહીં પડે.

જોખમકારક સ્થિતિ ધરાવતી વ્યક્તિઓ માટે રક્ષણ

  • જોખમકારક સ્થિતિ ધરાવતી વ્યક્તિઓ એટલે કે 65 વર્ષથી વધારે વ્યક્તિઓ, કોઈ પણ બિમારી ધરાવતી વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી વય ધરાવતા બાળકોને ઘરે રહેવાની સલાહ આપવામાં આવી છે, સિવાય કે આવશ્યક જરૂરિયાતો હોય અને સ્વાસ્થ્ય સંબંધિત ઉદ્દેશો માટે મળવાનું જરૂરી હોય..

આરોગ્યસેતુનો ઉપયોગ

  • આરોગ્યસેતુ મોબાઇલ એપ્લિકેશનનાં ઉપયોગને પ્રેરિત કરવાનું સતત જાળવી રાખવામાં આવશે.

 

SD/GP/BT


(Release ID: 1675747) Visitor Counter : 352