મંત્રીમંડળ
મંત્રીમંડળે લક્ષ્મી વિલાસ બેંકનું ડીબીએસ બેંક ઈન્ડિયા લિમિટેડ સાથે જોડાણ કરવાની યોજનાને મંજૂરી આપી
Posted On:
25 NOV 2020 3:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે લક્ષ્મી વિલાસ બેંક લિમિટેડ (એલવીબી) નું ડીબીએસ બેંક ઇન્ડિયા લિમિટેડ (ડીબીઆઇએલ) સાથે જોડાણ કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. 17.11.2020 એ થાપણદારોના હિતને બચાવવા અને નાણાકીય અને બેંકિંગ સ્થિરતાના પક્ષમાં બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 45 હેઠળ આરબીઆઈની અરજી પર, એલવીબી 30 દિવસની દેવા મોકૂફીની મુદત હેઠળ હતી. આરબીઆઈએ, સરકાર સાથે સમાંતર પરામર્શ કરીને, એલવીબીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને હટાવીને થાપણદારોના હિતને સુરક્ષિત રાખવા માટે વહીવટદારની નિમણૂક કરી હતી.
જાહેર જનતા અને હિસ્સેદારોના સૂચનો અને ટિપ્પણીઓને આમંત્રણ આપ્યા પછી, આરબીઆઈએ થાપણના સમયગાળાની સમાપ્તિ પહેલા જ સરકારની મંજૂરી માટે બેંકના જોડાણ માટેની યોજના તૈયાર કરી અને પૂરી પાડી, જેથી થાપણદારો દ્વારા ઉપાડ પરના પ્રતિબંધોને ઘટાડી શકાય. યોજનાની મંજૂરી સાથે, નિયુક્ત તારીખથી એલવીબીને ડીબીઆઈએલ સાથે જોડવામાં આવશે અને આ સાથે થાપણદારો પર તેમની થાપણો પરત ખેંચવા અંગે આગળ કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
ડીબીઆઈએલ આરબીઆઈ નું લાઇસન્સ ધરાવતી એક બેંકિંગ કંપની છે અને સંપૂર્ણ માલિકીની પેટાકંપનીના મોડલ દ્વારા ભારતમાં કાર્યરત છે, ડીબીઆઈએલની મજબૂત બેલેન્સશીટ છે, જેની પાસે મજબૂત મૂડીનો ટેકો છે અને તે એશિયાના અગ્રણી નાણાકીય સેવાઓના જૂથ ડીબીએસના મજબૂત વંશજનો લાભ ધરાવે છે, જે 18 બજારોમાં હાજર છે અને તેનું મુખ્ય મથક સિંગાપોરમાં છે અને તે લિસ્ટેડ છે. જોડાણ થયા પછી પણ ડીબીઆઈએલની સંયુક્ત બેલેન્સશીટ તંદુરસ્ત રહેશે અને તેની શાખાઓ વધીને 600 થઈ જશે.
એલવીબીનું ઝડપી જોડાણ અને તાણનું નિરાકરણ, થાપણદારો તથા જનતા તેમજ નાણાકીય પ્રણાલીના હિતોનું રક્ષણ કરવું તે સ્વચ્છ બેન્કિંગ સિસ્ટમ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતાને અનુસરે છે.
SD/GP/BT
(Release ID: 1675709)
Visitor Counter : 253
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam