સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં પરીક્ષણોની સંખ્યામાં પ્રચંડ વધારો: કુલ પરીક્ષણોની સંખ્યા 13.5 કરોડની નજીક પહોંચી


પરીક્ષણોમાં વૃદ્ધિ થવાની સાથે એકંદરે પોઝિટીવિટી દરમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે

Posted On: 25 NOV 2020 10:58AM by PIB Ahmedabad

ભારતમાં જાન્યુઆરી 2020થી કોવિડ-19ના પરીક્ષણો માટેના માળખામાં એકધારો વધારો થઇ રહ્યો હોવાથી પરીક્ષણોની સંખ્યામાં પણ પ્રચંડ વૃદ્ધિ નોંધાઇ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 11,59,032 પરીક્ષણો સાથે દેશમાં આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા 13.5 કરોડ (13,48,41,307)ની નજીક પહોંચી ગઇ છે.

એકધારા વ્યાપક ધોરણે અને ઘણી મોટી સંખ્યામાં પરીક્ષણો કરવામાં આવી રહ્યાં હોવાથી પોઝિટીવિટી દરમાં પણ નોંધપાત્ર ઘટાડો આવી રહ્યો છે. રાષ્ટ્રીય સ્તરે એકંદર પોઝિટીવિટી દરમાં પ્રગતિપૂર્વક ઘટાડો એવું દર્શાવે છે કે સંક્રમણની અસરકારકતાના દરને નિયંત્રણમાં લેવામાં આવ્યો છે. એકંદરે પોઝિટીવિટી દરમાં સતત ઘટાડો થઇ રહ્યો હોવાથી આજે 6.84%ના નીચલા સ્તરે નોંધાયો છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001QAXJ.jpg

એકંદરે પોઝિટીવિટી દરમાં ઘટાડાનું વલણ દેશમાં પરીક્ષણોની સુવિધામાં વ્યાપક વધારો થઇ રહ્યો હોવાનો પુરાવો છે.

આજે દૈનિક ધોરણે પોઝિટીવિટી દર 3.83% નોંધાયો હતો.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WL2U.jpg

એકધારા અને પ્રગતિપૂર્ણ પરીક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થઇ રહેલા વિસ્તરણે પરીક્ષણોની સંખ્યામાં વૃદ્ધિ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. દેશમાં કુલ 2,138 પરીક્ષણ લેબોરેટરીઓ ઉપલબ્ધ છે જેમાંથી 1167 સરકારી લેબોરેટરી અને 971 ખાનગી લેબોરેટરીમાં કોવિડનું પરીક્ષણ થઇ રહ્યું હોવાથી દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

આના પરિણામે, ભારતમાં દૈનિક ધોરણે પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની સંખ્યા WHOના ધોરણો અનુસાર કરવામાં આવેલી ભલામણ કરતાં પાંચ ગણી વધારે છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003PIU6.jpg

ભારતમાં કુલ નોંધાયેલા કેસમાંથી હાલમાં સક્રિય કેસનું ભારણ (4,44,746) ઘટીને 4.82% થઇ ગયું છે જે 5%ના મહત્વપૂર્ણ આંકથી નીચલા સ્તરે સતત જળવાઇ રહ્યું છે.

સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે અને 93%થી ઉપલા સ્તરે જળવાઇને હાલમાં 93.27% નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 37,816 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 86,42,771 થઇ ગઇ છે.

સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે અને હાલમાં આંકડો 81,98,025 નોંધાયો છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 77.53% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં સૌથી વધુ 5,149 દર્દીઓ એક દિવસમાં કોવિડમાંથી સાજા થયા છે. ત્યારબાદ દિલ્હીમાં એક દિવસમાં 4,943 જ્યારે મહારાષ્ટ્રમાં 4,086 નવા દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સાજા થયા હોવાનું નોંધાયું છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0049ZO6.jpg

છેલ્લા 24 કલાકમાં નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસની સંખ્યા 44,376 છે.

નવા પુષ્ટિ થયેલા કેસમાંથી 76.51% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 6,224 દર્દીઓ પોઝિટીવ હોવાનું નોંધાયું છે. ગઇકાલે, મહારાષ્ટ્રમાં નવા 5,439 અને કેરળમાં 5,420 નવા દર્દીઓ દૈનિક ધોરણે નોંધાયા છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005JQFK.jpg

દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 481 દર્દીઓ મૃત્યુ પામ્યા છે જેમાંથી 74.22% દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી મૃત્યુ પામ્યા છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 109 દર્દી મૃત્યુ પામ્યા છે. ત્યારબાદ, 49 દર્દીના મૃત્યુ સાથે પશ્ચિમ બંગાળ અને 33 દર્દીના મૃત્યુ સાથે ઉત્તરપ્રદેશ સર્વાધિક મૃત્યુઆંક ધરાવતા રાજ્યો છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0062PLN.jpg

 

SD/GP/BT


(Release ID: 1675616) Visitor Counter : 212