પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઉત્તર પ્રદેશમાં ગ્રામીણ પેય જળ પુરવઠા પરિયોજનાના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 22 NOV 2020 2:54PM by PIB Ahmedabad

જુઓ, જ્યારે જીવનની એક મોટી સમસ્યા ઉકેલાવા લાગે છે, ત્યારે અલગ વિશ્વાસ ઝળકવા લાગે છે. વિશ્વાસ, તમારા સહુ સાથે જે સંવાદનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો, ટેકનોલોજીના અવરોધને કારણે દરેક જણ સાથે હું વાત કરી શક્યો, પરંતુ મેં જોયું કે તમે જોઈ શકતા હતા. જે રીતે, તમે તમારા ઘરમાં ઘણો મોટો ઉત્સવ થઈ રહ્યો હોય અને જે પ્રકારનાં વસ્ત્રો પહેરો છો ઘરમાં, સજાવટ કરો છો, બધું મને દેખાઈ રહ્યું હતું. એટલે કે તમારી અંદર કેટલો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો હતો, તે હું અહીંથી જોઈ રહ્યો હતો. ઉત્સાહ, આનંદ, દર્શાવે છે કે યોજનાનું કેટલું મોટું મહત્ત્વ છે, પાણી માટે તમારી સંવેદનશીલતા કેટલી છે, પરિવારમાં જેમ વિવાહ-લગ્ન હોય, તેવો માહોલ તમે સર્જ્યો છે.

એનો અર્થ થયો કે સરકાર તમારી મુશ્કેલીઓને સમજે પણ છે, મુશ્કેલીઓના ઉકેલ માટે સાચી દિશામાં આગળ પણ ધપી રહી છે અને જ્યારે તમે આટલી મોટી સંખ્યામાં જોડાયા છો, ઉત્સાહ-ઉમંગ સાથે જોડાયા છો, તો મને પાક્કો વિશ્વાસ છે કે યોજના - વિચાર્યું છે, તેનાથી વહેલી પૂરી થશે, બની શકે કે તમે લોકો નાણાં પણ બચાવી લો અને સારું કામ કરો. કેમકે, લોકભાગીદારી હોય છે, તો ઘણું મોટું પરિણામ મળે છે.

મા વિંધ્યાવાસિનીની આપણા સહુ ઉપર વિશેષ કૃપા છે કે આજે વિસ્તારના લાખો પરિવારો માટે મોટી યોજનાની શરૂઆત થઈ રહી છે. યોજના હેઠળ લાખો પરિવારોને પોતાના ઘરમાં નળ દ્વારા સ્વચ્છ પીવાનું પાણી મળશે. આયોજનમાં અમારી સાથે જોડાયેલાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ જી, સોનભદ્રમાં ઉપસ્થિત ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથી જી, કેન્દ્રિય મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રીમાન ગજેન્દ્ર સિંહ જી, યુપી સરકારમાં મંત્રી ભાઈ મહેન્દ્ર સિંહ જી, અન્ય મંત્રીગણ, સાંસદ અને વિધાનસભ્યગણ, વિંધ્ય ક્ષેત્રની તમામ બહેનો અને ત્યાં ઉપસ્થિત સહુ ભાઈઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું !!

સાથીઓ,

વિંધ્ય પર્વતનો સમગ્ર વિસ્તાર પુરાતન કાળથી વિશ્વાસનું, પવિત્રતાનું, આસ્થાનું એક ઘણું મોટું કેન્દ્ર રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં તો ઘણા લોકો જાણે છે, રહીમદાસ જીએ શું કહ્યું હતું. રહીમદાસજીએ પણ કહ્યું - ‘જાપર વિપદા પરત હૈ, સો આવત યહી દેશ !’ (જે લોકો ઉપર વિપત્તિ આવી પડે છે, તે લોકો પ્રદેશમાં આવે છે).

ભાઈઓ અને બહેનો, રહીમદાસ જીના વિશ્વાસને કારણે, વિસ્તારમાં અપાર સંસાધન હતાં, અહીં અપાર સંભાવનાઓ હતી. વિંધ્યાંચલથી શિપ્રા, વેણગંગા, સોન, મહાનદ, નર્મદા, કેટલીયે નદીઓની ધારા ત્યાંથી નીકળી છે. મા ગંગા, બેલન અને કર્મનાશા નદીઓના આશિર્વાદ પણ વિસ્તારને મળેલા છે. પરંતુ આઝાદી પછીના દાયકાઓ સુધી જો કોઈ વિસ્તાર ઉપેક્ષાનો ભોગ બન્યો હોય, તો વિસ્તાર સૌથી વધુ ભોગ બન્યો છે. વિંધ્યાચલ હોય, બુંદેલખંડ હોય, સમગ્ર ક્ષેત્ર હોય, સંસાધનો હોવા છતાં અભાવનું ક્ષેત્ર બની ગયું. આટલી નદીઓ હોવા છતાં તેની ઓળખ સૌથી વધુ તરસ્યા અને દુકાળ પ્રભાવિત ક્ષેત્રોની રહી. કારણથી અનેક લોકોને અહીંથી વિસ્થાપિત થવાની પણ મજબૂરી થઈ પડી હતી.

સાથીઓ,

વીતેલાં વર્ષોમાં વિંધ્યાંચળની સૌથી મોટી પરેશાનીને દૂર કરવા માટે નિરંતર કામ કરવામાં આવ્યું છે. અહીં ઘરે-ઘેર પાણી પહોંચાડવા અને સિંચાઈની સુવિધાઓ સ્થાપવા - તે પ્રયાસોનો એક મહત્ત્વનો હિસ્સો છે. ગયા વર્ષે બુંદેલખંડમાં પાણી સાથે જોડાયેલા એક ઘણા મોટા પ્રોજેક્ટ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેના ઉપર ઝડપભેર કામ ચાલી રહ્યું છે. આજે સાડા પાંચ હજાર કરોડ રૂપિયાની વિંધ્ય જલાપૂર્તિ યોજનાનો શિલાન્યાસ પણ થયો છે.

પ્રોજેક્ટ માટે સોનભદ્ર અને મિર્ઝાપુર જિલ્લાના લાખો મિત્રોને, અને ખાસ કરીને માતાઓ-બહેનો અને બેટીઓને ખૂબ ખૂબ અભિનંદનનો અવસર છે. અને આજે જ્યારે હું વિસ્તારના લોકો સાથે વાત કરું તો સ્વાભાવિક છે કે પ્રસંગે હું મારા જૂના મિત્ર સ્વર્ગીય સોનેલાલ પટેલજીને પણ યાદ કરી રહ્યો છું. તેઓ વિસ્તારની પાણીની સમસ્યા બાબતે ખૂબ ચિંતિત રહેતા હતા. યોજનાઓ શરૂ થતી જોઈને, આજે સોનેલાલજીની આત્મા જ્યાં પણ હશે, તેમને ખૂબ સંતોષ થતો હશે અને તેઓ પણ આપણા સહુ ઉપર આશિર્વાદ વરસાવતા હશે.

ભાઈઓ અને બહેનો,

આવનારા સમયમાં જ્યારે અહીં 3 હજાર ગામડાં સુધી પાઈપ મારફતે પાણી પહોંચશે તો 40 લાખથી વધુ મિત્રોનાં જીવન બદલાઈ જશે. તેનાથી યુપીના, દેશના પ્રત્યેક ઘર સુધી પાણી પહોંચાડવાના સંકલ્પને પણ ઘણી તાકાત મળશે. પ્રોજેક્ટ કોરોના સંક્રમણની પરિસ્થિતિ છતાં વિકાસ યાત્રાને ઝડપભેર આગળ ધપાવતા ઉત્તર પ્રદેશનું પણ એક ઉદાહરણ છે. અગાઉ જે લોકો ઉત્તર પ્રદેશ વિશે અટકળો બાંધતા હતા, અનુમાન બાંધતા હતા, આજે જે રીતે ઉત્તર પ્રદેશમાં એક પછી એક યોજનાઓ અમલી બની રહી છે, ઉત્તર પ્રદેશના, ઉત્તર પ્રદેશ સરકારના, ઉત્તર પ્રદેશ સરકારના કર્મચારીઓની એક તસવીર સમગ્ર રીતે બદલાઈ રહી છે.

દરમ્યાન, જે રીતે યુપીમાં કોરોનાનો સામનો કરવામાં આવી રહ્યો છે, બહારથી ગામડે પરત આવેલા શ્રમિક મિત્રોનું ધ્યાન રખાયું, રોજગારનું આયોજન કરવામાં આવ્યું, કોઈ સહેલું કામ નથી. આટલા વિશાળ પ્રદેશમાં આટલી ઝીણવટપૂર્વક એકસાથે આટલા મોરચે કામ કરવું, ઉત્તર પ્રદેશે કમાલ કરી બતાવી છે. હું ઉત્તર પ્રદેશની જનતાને, ઉત્તર પ્રદેશની સરકારને અને યોગીજીની સમગ્ર ટીમને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

પ્રત્યેક ઘરે જળ પહોંચાડવાના અભિયાનને હવે લગભગ એક વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે. દરમ્યાન દેશમાં 2 કરોડ 60 લાખથી વધુ પરિવારોને તેમનાં ઘરોમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને તેમાં લાખો પરિવાર આપણા ઉત્તર પ્રદેશના પણ છે.

આપણે આપણાં ગામડાંઓમાં રહેતા આપણા ગ્રામવાસી ભાઈઓ અને બહેનો માટે, શહેરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના સતત પ્રયાસ કરી રહ્યા છીએ. આજે જે પ્રોજેક્ટો શરૂ થઈ રહ્યા છે, તેનાથી પણ અભિયાનને વધુ વેગ મળશે. તે ઉપરાંત, અટલ ભૂજલ યોજના હેઠળ પાણીનાં સ્તર ઊંચાં લાવવા માટે જે કામ થઈ રહ્યું છે, તે પણ ક્ષેત્ર માટે ઘણું મદદગાર નીવડશે.

ભાઈઓ અને બહેનો,

આપણે ત્યાં કહેવાય છે, એક પંથ, દો કાજ. પરંતુ આજે જે યોજનાઓ બની રહી છે, એમાં તો એક પંથ અનેક કાજ છે, તેનાથી અનેક લક્ષ્ય સિદ્ધ થઈ રહ્યાં છે. જલ જીવન મિશન હેઠળ ઘેર-ઘેર પાઈપ મારફતે પાણી પહોંચાડવાથી આપણી માતાઓ-બહેનોનાં જીવન આસાન થઈ રહ્યાં છે. તેનાથી એક મોટો લાભ ગરીબ પરિવારોનાં સ્વાસ્થ્યને પણ થયો છે. તેનાથી ગંદા પાણીને કારણે થનારી કોલેરા, ટાઈફોઇડ, ઇંસેફ્લાઇટિસ જેવી અનેક બીમારીઓમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.

આટલું નહીં, યોજનાનો લાભ મનુષ્યોની સાથે સાથે પશુધનને પણ થઈ રહ્યો છે. પશુઓને સ્વચ્છ પાણી મળે છે, તો તેઓ પણ સ્વસ્થ રહે છે. પશુ સ્વસ્થ રહે અને ખેડૂતને, પશુપાલકને પરેશાની થાય, ઉદ્દેશને લઈને પણ આપણે આગળ વધી રહ્યા છીએ. અહીં યુપીમાં તો યોગીજીની સરકારના પ્રયાસોથી જે રીતે ઇંસેફ્લાઇટિસના કેસોમાં ઘટાડો થયો છે, તેની ચર્ચા તો દૂર-દૂર સુધી છે. નિષ્ણાતો પણ તેની ચર્ચા કરી રહ્યા છે. માસૂમ બાળકોનાં જીવન બચાવવા માટે યોગીજી અને તેમની સમગ્ર ટીમને હું માનું છું કે ઉત્તર પ્રદેશવાસીઓ એટલા આશિર્વાદ આપતા હશે, એટલા આશિર્વાદ આપતા હશે કે કદાચ જેની આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. જ્યારે વિંધ્યાંચળનાં હજારો ગામડાંમાં પાઈપ મારફતે પાણી પહોંચશે, તો તેનાથી પણ વિસ્તારનાં માસૂમ બાળકોનું સ્વાસ્થ્ય સુધરશે, તેમનો શારીરિક અને માનસિક વિકાસ વધુ સારો થશે. એટલું નહીં, જ્યારે શુદ્ધ પાણી મળે છે, તો કુપોષણ વિરુદ્ધની જે આપણી લડાઈ છે, પોષણ માટે આપણે જે મહેનત કરી રહ્યા છીએ, તેનાં પણ સારાં ફળ આને કારણે મળી શકે છે.

સાથીઓ,

જલ જીવન મિશન સરકારના સંકલ્પનો પણ હિસ્સો છે, જેના હેઠળ સ્વરાજની શક્તિને ગામડાંના વિકાસનું માધ્યમ બનાવવામાં આવી રહ્યું છે. વિચારધારા સાથે ગ્રામ પંચાયતને, સ્થાનિય સંસ્થાઓને વધુને વધુ અધિકાર આપવામાં આવી રહ્યા છે. જલ જીવન મિશનમાં પાણી પહોંચાડવાથી માંડીને પાણીના વ્યવસ્થાપન અને સંભાળ ઉપર પણ પૂરતો આગ્રહ રખાયો છે અને તેમાં પણ ગામના લોકોની ભૂમિકા ઘણી મહત્ત્વની છે. ગામમાં પાણીનાં સ્ત્રોતોનાં સંરક્ષણ માટે પણ કામ થઈ રહ્યું છે. સરકાર એક મિત્રની જેમ, એક મદદગારની માફક, તમારી વિકાસ યાત્રામાં એક ભાગીદારની જેમ તમારી સાથે છે. જલ જીવન મિશન નહીં, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે ગરીબોના પાકાં ઘર બની રહ્યાં છે, તેમાં પણ વિચારધારા જોવા મળી રહી છે. કયા વિસ્તારમાં કેવું ઘર હોય, કેવા સામાનથી ઘર બનાવાય, વગેરે અગાઉની માફક હવે દિલ્હીમાં બેસીને નક્કી નથી થતું. જો કોઈ આદિવાસી ગામમાં વિશેષ પરંપરાનાં ઘર બને છે, તો તેવાં ઘર બનાવાય - દિલ્હીવાળા વિચારતા હોય તેવાં નહીં, ત્યાંના આદિવાસી જે ઈચ્છે, જેવા ઈચ્છે, તેવી તેમની રહેણી-કરણી છે, તેવાં ઘર બને, એવી સુવિધા આપવામાં આવી છે.

ભાઈઓ અને બહેનો,

જ્યારે પોતાના ગામના વિકાસ માટે, પોતે નિર્ણય કરવાની સ્વતંત્રતા મળે છે, તે નિર્ણયો ઉપર કામ થાય છે, તો તેનાથી ગામની પ્રત્યેક વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. આત્મનિર્ભર ગામ, આત્મનિર્ભર ભારતના અભિયાનને તેના કારણે ઘણું મોટું બળ મળે છે. તેનાથી સ્થાનિક સ્તરે ઉત્પાદન થતા સામાનનું વધુ વેચાણ થાય છે. સ્થાનિક સ્તરે જે કુશળ લોકો છે, તેમને રોજગાર મળે છે. મિસ્ત્રી હોય, ફિટર હોય, પ્લંબર હોય, ઈલેક્ટ્રિશિયન હોય, એવા અનેક મિત્રોને ગામમાં અથવા તો ગામની નજીકમાં રોજગારનાં સાધન બને છે.

સાથીઓ,

આપણાં ગામડાંને, ગામમાં રહેતા ગરીબોને, આદિવાસીઓને જેટલી પ્રાથમિકતા અમારી સરકારે આપી છે, એટલી અગાઉ નથી અપાઈ. ગરીબથી ગરીબ વ્યક્તિને પણ એલપીજી ગેસ સિલિંડર આપવાની યોજનાથી ગામમાં, જંગલને અડીને આવેલા વિસ્તારોમાં બેવડા લાભ થયા છે. એક લાભ તો આપણી બહેનોને ધુમાડાથી, લાકડાં શોધવામાં વ્યય થતા સમય અને શ્રમમાંથી મુક્તિ મળી છે. અહીં આટલી મોટી સંખ્યામાં જે માતાઓ-બહેનો બેઠી છે, અગાઉ જ્યારે આપણે લાકડાંથી ચૂલો પેટાવતા હતા, ખાવાનું બનાવતા હતા, તો આપણી માતાઓ-બહેનોના શરીરમાં એક દિવસમાં 400 સિગારેટ જેટલો ધુમાડો જતો હતો. ઘરમાં બાળકો રડતાં હતાં, માતા રસોઈ બનાવી હતી, 400 સિગારેટ જેટલો ધુમાડો માતાઓ-બહેનોના શરીરમાં જતો હતો. તેમની હાલત શી થતી હશે, તેમનાં શરીરની શી હાલત થતી હશે. તેમને આમાંથી મુક્તિ અપાવવા માટે અમે એક ઘણું મોટું અભિયાન ચલાવ્યું અને ઘેર-ઘેર ગેસના ચૂલા, ગેસનાં સિલિન્ડર - જેથી મારી માતાઓ-બહેનોને 400 સિગારેટ જેટલો ધુમાડો પોતાના શરીરમાં લેવો પડે, કામ કરવાનો પ્રયાસ કરાયો છે. બીજી તરફ, ઇંધણ માટે જંગલો કાપવાની મજબૂરીનો પણ અંત આવ્યો છે.

દેશના બાકીનાં ગામડાંની માફક અહીં પણ વીજળીની ઘણી મોટી સમસ્યા હતા. આજે વિસ્તાર સૌર ઉર્જા ક્ષેત્રે દુનિયામાં ટોચના સ્થાન ભણી આગળ વધી રહ્યો છે, ભારતનું મહત્ત્વનું કેન્દ્ર છે. મિર્ઝાપુરનો સૌર ઉર્જા પ્લાન્ટ અહીં વિકાસનો એક નવો અધ્યાય લખી રહ્યો છે. રીતે, સિંચાઈ સાથે જોડાયેલી સુવિધાઓના અભાવે વિંધ્યાંચળ જેવા દેશના અનેક ક્ષેત્રો વિકાસની દોડમાં પાછળ રહી ગયા. પરંતુ ક્ષેત્રમાં વર્ષોથી અટવાયેલા સિંચાઈ પ્રોજેક્ટોને પૂરા કરવામાં આવી રહ્યા છે, ત્યાં બીજી તરફ ઉજ્જડ જમીન ઉપર ખેડૂત સૌર ઊર્જાથી વીજળી ઉત્પન્ન કરીને વધારાની આવક મેળવી શકે, તેના માટે પણ મદદ કરવામાં આવી રહી છે. આપણા અન્નદાતા ઉર્જા દાતા બને. તેઓ અન્ન પેદા કરે છે, લોકોના પેટ ભરે છે. હવે તેઓ પોતાના ખેતરમાં તેની સાથે સાથે ઉર્જા પણ ઉત્પન્ન કરી શકે છે અને લોકોને પ્રકાશ પણ આપી શકે છે.

અમે વિંધ્ય ક્ષેત્રના વિકાસ માટે તમામ શક્ય પ્રયાસ કરી રહ્યા છીએ. પછી તે મેડિકલ ઈન્ફ્રાક્સ્ટ્રક્ચર બનાવવાના હોય કે પછી વિસ્તારમાં રસ્તાઓના બાંધકામના હોય, તમામ માટે ઝડપભેર કામ ચાલી રહ્યું છે. વીજળીની સ્થિતિ અગાઉ શી હતી અને હવે કેટલી સારી છે, તમે પણ ખૂબ સારી રીતે જાણો છો.

ભાઈઓ અને બહેનો,

ગામડાંમાં વિશ્વાસ અને વિકાસના અભાવમાં વધુ એક મોટી સમસ્યા રહી છે ઘર અને જમીન સાથે સંકળાયેલા વિવાદ. સમસ્યાને ઉત્તર પ્રદેશના વિસ્તારમાં રહેતા લોકોથી વધુ સારી રીતે કોણ સમજી શકે છે. કારણ છે કે પેઢી દર પેઢી રહ્યા પછી, તે પછી પણ ગામની જમીનના કાયદેસરનાં કાગળ નથી હોતાં. જો તેમનું ઘર છે, તો ઘરની બાબતે પણ તે કેટલું લાંબું છે, કેટલું પહોળું છે, તેની ઊંચાઈ કેટલી છે, દસ્તાવેજ ક્યાં છે, કશું હતું. દાયકાઓથી લોકો રીતે જીવતા રહ્યા, સમસ્યાઓ ભોગવતા રહ્યા. વિવાદ વધતા ગયા અને ક્યારેક-ક્યારેક તો મારામારી  પણ થઈ જાય છે, ગળું કાપવા સુધી વાત પહોંચી જાય છે, ભાઈ-ભાઈ વચ્ચે ઝઘડા થાય છે. એક ફૂટ જમીન માટે એક પાડોશી સાથે બીજા પાડોશીની લડાઈ થઈ જાય છે.

સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્વામિત્વ યોજના હેઠળ યુપીમાં ડ્રોન ટેકનોલોજીથી ઘર અને જમીનના નકશા બનાવવામાં આવી રહ્યાં છે. નકશાને આધારે ઘર અને જમીનના કાયદેસરના દસ્તાવેજ ઘર અને જમીનના માલિકને સોંપવામાં આવી રહ્યા છે. તેનાથી ગામમાં રહેતા ગરીબ, આદિવાસી, વંચિત મિત્રો પણ જપ્તીની ભયથી મુક્ત થઈને નિશ્ચિંત રીતે પોતાનું જીવન વ્યતીત કરી શકશે. નહીં તો મને ખબર છે કે ગુજરાતમાં તો તમારા વિસ્તારના ઘણા લોકો કામ કરે છે. ક્યારેક તેમની સાથે હું વાત કરતો હતો કે ભઇ કેમ જતા રહ્યા હતા? તો કહે, નહીં-નહીં ભાઈ, અમારે ત્યાં જમીનનો ઝઘડો થઈ ગયો, અમારું ઘર કોઈએ પચાવી પાડ્યું. હું અહીં કામ કરતો હતો, કોઈ ઘરમાં ઘૂસી ગયું. હવે કાગળ-દસ્તાવેજ મળ્યા પછી, બધાં સંકટોમાંથી તમે મુક્ત થઈ જશો. એટલું નહીં, જરૂર પડે ત્યારે ગામમાં પોતાના ઘરના જે દસ્તાવેજ છે, જે કાગળ છે, તેના ઉપર તમે ધિરાણ મેળવવાની જરૂર પડી, બેંકમાંથી લોન મેળવવાની જરૂર પડી, તો હવે તમે તેના માટે હકદાર બની જશો. તમે જઈને કાગળ બતાવીને બેન્કમાંથી લોન મેળવી શકો છો.

સાથીઓ,

આજે સહુનો સાથ, સહુનો વિકાસ, સહુનો વિશ્વાસ, મંત્ર દેશના પ્રત્યેક હિસ્સા, દરેક નાગરિકનો વિશ્વાસનો મંત્ર બની ચૂક્યો છે. આજે દેશની પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક ક્ષેત્રને લાગી રહ્યું છે કે સરકાર તેના સુધી પહોંચી રહી છે અને તે પણ દેશના વિકાસમાં ભાગીદાર છે. આપણા આદિવાસી વિસ્તારોમાં પણ આજે આત્મવિશ્વાસ ખૂબ સારી રીતે ઝળકી રહ્યો છે, તેમનાંમાં એક નવી શક્તિ આવી છે અને હું તે જોઈ રહ્યો છું. આદિવાસી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ તો આજે પહોંચી રહી છે, ઉપરાંત, ક્ષેત્રોમાં વિશેષ યોજનાઓ હેઠળ પણ કામ થઈ રહ્યાં છે. આદિવાસી યુવાનોના શિક્ષણ માટે દેશમાં અનેક નવી એકલવ્ય મોડેલ આવાસીય સ્કૂલને મંજૂરી અપાઈ છે. તેમાં આપણા આદિવાસી વિસ્તારોના બાળકોને હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ થશે. તેમાંની ઘણી સ્કૂલ યુપીમાં પણ ખૂલી રહી છે. કોશિષ છે કે આદિવાસી બહુમતિ ધરાવતા પ્રત્યેક બ્લૉક સુધી વ્યવસ્થા પહોંચાડી શકાય.

ભણવાની સાથે સાથે આવકની સંભાવનાઓ પણ શોધવામાં આવી રહી છે. વન્ય પેદાશોની વધુ કિંમત આદિવાસી મિત્રોને મળે, તે માટે 1250 વનધન કેન્દ્ર સમગ્ર દેશમાં ખોલવામાં આવ્યાં છે. તેના માધ્યમથી સેંકડો કરોડ રૂપિયાનો કારોબર પણ કરવામાં આવ્યો છે.

એટલું નહીં, હવે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ વન્ય પેદાશો ઉપર આધારિત ઉદ્યોગ પણ આદિવાસી ક્ષેત્રોમાં શરૂ થાય માટે આવશ્યક સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. આદિવાસી વિસ્તારોના વિકાસ માટે નાણાંની ખોટ પડે, તે માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ બનાવવામાં આવ્યું છે. એવો વિચાર છે કે આદિવાસી વિસ્તારોમાંથી નીકળતી સંપત્તિનો એક હિસ્સો વિસ્તારમાં ખર્ચ થાય. ઉત્તર પ્રેદશમાં પણ ફંડમાં અત્યાર સુધીમાં લગભગ 800 કરોડ રૂપિયા એકત્ર થઈ ચૂક્યાં છે. તેના હેઠળ સાડા હજારથી વધુ પ્રોજેક્ટોને મંજૂરી પણ મળી ચૂકી છે અને અનેક પ્રોજેક્ટો પૂરા પણ થઈ ચૂક્યા છે.

સાથીઓ,

આવાં કાર્યો આજે ભારતના આત્મવિશ્વાસને રોજેરોજ વધારી રહ્યાં છે. આત્મવિશ્વાસના જોરે આત્મનિર્ભર ભારત બનાવવામાં આપણે સહુ લાગેલા છીએ. મને વિશ્વાસ છે કે વિંધ્ય જલાપૂર્તિ યોજનાથી આત્મવિશ્વાસ વધુ મજબૂત થશે.

હા, દરમ્યાન તમારે પણ યાદ રાખવાનું છે કે કોરોના સંક્રમણનું જોખમ હજુ પણ તોળાઈ રહ્યું છે. દો ગજ કી દૂરી, માસ્ક અને સાબુથી સાફ-સફાઈના નિયમ, કોઈ પણ સંજોગોમાં ભૂલવાના નથી. સહેજ પણ ઢીલાશ, પોતાને, પરિવારને, ગામને, સંકટમાં મૂકી શકે છે. વાયરસની પ્રતિકારક દવા બનાવવા માટે અમારા વિજ્ઞાનીઓ કઠોર પરિશ્રમ કરી રહ્યા છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો કામમાં જોતરાયેલા છે, સહુથી ધનવાન દેશના લોકો પણ લાગેલા છે અને ગરીબ દેશના લોકો પણ લાગેલા છે. પરંતુ, જબ તક દવાઈ નહીં, તબ તક ઢીલાઈ નહીં.

તમે વાતને ધ્યાનમાં રાખશો, વિશ્વાસ સાથે આપનો ખૂબ-ખૂબ આભાર અને આપ સહુને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ !!

 

SD/GP/BT


(Release ID: 1674952) Visitor Counter : 344