સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

નવા કેસ કરતા સાજા થયેલા કેસની વધુ સંખ્યાના દૈનિક વલણના પરિણામે સક્રિય કેસના ભારણે સતત ઘટાડો સુનિશ્ચિત કર્યો


સક્રિય કેસનું ભારણ કુલ કેસના 5% થી ઓછા

Posted On: 19 NOV 2020 11:30AM by PIB Ahmedabad

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 45,576 વ્યક્તિઓ કોવિડથી સંક્રમિત થયા છે, એ જ સમયગાળા દરમિયાન 48,493 દર્દીઓ સાજા થયા છે, જે સક્રિય કેસ ભારણના 2917 કેસમાં ચોખ્ખા ઘટાડાને સુનિશ્ચિત કરે છે.

સાજા થયેલા કેસની નવી સંખ્યા છેલ્લા 47 દિવસથી દૈનિક નવા કેસ કરતા વધુ છે.

 

ભારતનું સક્રિય કેસ ભારણ આજે 5% ની નીચે આવી ગયું છે.

દૈનિક કેસ કરતા વધુ દૈનિક સાજા થયેલા કેસની વધુ સંખ્યાના આ વલણને કારણે ભારતનું સક્રિય કેસ ભારણ સતત ઘટી રહ્યું છે. જે સુનિશ્ચિત કરે છે કે 4,43,303 ભારતના હાલના સક્રિય કેસ છે જે કુલ પોઝિટિવ કેસના માત્ર 4.95% છે.

દર 24-કલાકના ચક્રમાં દૈનિક નવા કેસની સરખામણીએ સાજા થયેલા કેસની વધુ સંખ્યાના પરિણામે આજે સાજા થવાના દરમાં 93.58% નો સુધારો થયો છે. સાજા થયેલા કેસની કુલ સંખ્યા 83,83,602 થઈ ગઈ છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર હાલમાં સતત વધી રહ્યું છે તે 79,40,299 છે.

નવા સાજા થયેલા કેસમાંથી 77.27% નો દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.

કોવિડમાંથી 7,066 લોકો સ્વસ્થ થતાં કેરળમાં સૌથી વધુ રિકવરી જોવા મળી હતી. દિલ્હીમાં દરરોજ વધુ 6,901 સાજા થયેલા કેસની સંખ્યા નોંધાઈ છે જ્યારે મહારાષ્ટ્રમાં 6,608 સાજા થયેલા કેસની નવી સંખ્યા નોંધાઈ છે.

નવા કેસમાંથી 77.28% કેસ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત છે.

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 7,486 કેસ નોંધાયા છે. ગઈકાલે કેરળમાં 6,419 નવા કેસ નોંધાયા છે જ્યારે મહારાષ્ટ્રમાં 5,011 નવા કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 585 મૃત્યુઆંકમાંથી 79.49% મૃત્યુ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં થયા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 22.39% લોકો દિલ્હીના છે, જ્યાં 131 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં પણ ત્રણ આંકમાં મૃત્યુની સંખ્યા એટલે કે 100 જોવા મળી હતી જ્યારે પશ્ચિમ બંગાળમાં 54 નવા મૃત્યુ નોંધાયા છે.

SD/GP/BT


(Release ID: 1673999) Visitor Counter : 217