સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં સતત 37મા દિવસે સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસ કરતાં વધુ નોંધાઈ


પોઝિટીવીટી દર અને દૈનિક મૃત્યુદરમાં સતત ઘટાડો યથવાત

Posted On: 09 NOV 2020 11:00AM by PIB Ahmedabad

બીજા દિવસે, છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસ 50,000થી ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 45,903 વ્યક્તિઓ કોવિડ-19 પરીક્ષણમાં પોઝિટિવ માલૂમ થયા છે. કોવિડ યોગ્ય વર્તનને પ્રોત્સાહન આપતા જન આંદોલનની સફળતા સાથે નવા દૈનિક કેસ ઘટાડાનું વલણ નોંધાવતા રહે છે.

છેલ્લા 24 કલાકમાં 48,405 દર્દીઓ સ્વસ્થ થતાં નવા કેસની સરખામણીમાં સાજા થયેલા નવા કેસનું વધારાનું વલણ યથાવત છે.

આ વલણના પરિણામે ભારતના સક્રિય કેસ ભારણમાં ઘટાડો યથાવત છે, જે હાલમાં 5.09 લાખ છે. ભારતના કુલ પોઝિટીવ કેસના 5.95% કેસ વ્યવસ્થાપન અને યોગદાન થકી સક્રિય કેસનું ભારણ હવે 5,09,673 છે.

નવા કેસની સરખામણીએ સાજા થયેલા વધુ કેસના વલણ સાથે સાજા થવાના દરમાં પણ વધારો થયો છે. તે હાલમાં 92.56% છે. સાજા થયેલા કેસની કુલ સંખ્યા આજે 79,17,373 છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર સતત વધીને 74,07,700 થઈ ગયું છે.

નવા કેસમાં ઘટાડો થતાં ભારતના સંચિત પોઝિટિવિટી દરમાં પણ ઘટાડો થયો છે પરંતુ પરીક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કેન્દ્ર અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારની મુખ્ય પ્રતિબદ્ધતા છે. ભારતનો સંચિત પોઝિટિવિટી દર આજે ઘટીને 7.19% થયો છે.

નવા સાજા થયેલા કેસમાંથી 79% કેસ એ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.

મહારાષ્ટ્રમાં નવા સાજા થયેલા 8,232 કેસ સાથે એક દિવસમાં સાજા થયેલા કેસની મહત્તમ સંખ્યા નોંધાઈ છે. કેરળમાં 6,853 લોકો સાજા થયા છે, ત્યારબાદ દિલ્હીમાં 6,069 લોકો સ્વસ્થ થયા છે.

નવા કેસમાંથી 79% કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે.

દિલ્હીમાં સૌથી વધુ દૈનિક નવા કેસ નોંધાયા છે, જે અત્યારસુધીમાં 7,745 નવા કેસ સાથે સૌથી વધુ છે. દિલ્હી પછી મહારાષ્ટ્રમાં 5,585 કેસ અને કેરળમાં 5,440 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 490 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 500 કરતા ઓછા મૃત્યુ એ અહેવાલ દર્શાવે છે કે મૃત્યુઆંકમાં સતત ઘટાડો થયો છે.

આ 490 નવા મૃત્યુમાંથી લગભગ 81% જેટલા મૃત્યુ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયા છે. છેલ્લા 24 કલાકમાં મળેલા અહેવાલ મુજબ એક ક્વાર્ટરથી વધુ (25.51%) મહારાષ્ટ્રમાં 125 લોકોના મૃત્યુ થયા છે. દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 77 અને 59 નવા મૃત્યુ થયા છે.

 

SD/GP/BT


(Release ID: 1671377) Visitor Counter : 270