સંરક્ષણ મંત્રાલય

ઓઆરઓપીના અમલના ઐતિહાસિક નિર્ણયના પાંચ વર્ષ; સંરક્ષણ દળના 20,60,220 પેન્શનર્સ/ફેમિલી પેન્શનર્સને રૂ. 42740 કરોડની ચુકવણી થઈ

Posted On: 06 NOV 2020 3:45PM by PIB Ahmedabad

ભારત સરકારે 7.11.2015ના રોજ એક આદેશ જાહેર કરીને વન રેન્ક વન પેન્શન (ઓઆરઓપી)નો અમલ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જંગી નાણાકીય ભારણ હોવા છતાં સરકારે એનો અમલ 01.07.2014થી કરીને ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણ માટે કરવાનો નિર્ણય લીધો હતો, જે એની દેશના જવાનો અને એમના પરિવારજનોના કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એમાં 30.06.2014 સુધી નિવૃત્ત થયેલા સૈનિકોને આવરી લેવામાં આવ્યાં હતાં. સંરક્ષણ ક્ષેત્રના પેન્શનના જંગી ભારણ અને એની જટિલતાને ધ્યાનમાં રાખીને સરકારે ઓઆરઓપીના અમલ પર સરકારી આદેશ જાહેર કરતા અગાઉ નિષ્ણાતો અને પૂર્વ સૈનિકો સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી.

પૂર્વ સૈનિકો લગભગ 45 વર્ષથી ઓઆરઓપીના અમલીકરણની માગ કરતાં હતા, પણ વર્ષ 2015 સુધી એનો અમલ થયો નહોતો.

ઓઆરઓપીનો અર્થ થાય છે કે, સશસ્ત્ર દળમાં નિવૃત્ત થયાની તારીખને ધ્યાનમાં રાખ્યા વિના એકસમાન સમયગાળા સુધી સેવા આપનાર સમાન રેન્ક ધરાવતા સૈનિકોને એકસરખું પેન્શન ચુકવવું. એટલે ઓઆરઓપીના અમલમાં નિયમિત સમયાંતરે વર્તમાન અને અગાઉ નિવૃત્તિ થયેલા સૈનિકોના પેન્શનના દર વચ્ચે રહેલો ફરક દૂર કરવાનો છે.

ઓઆરઓપીના અમલને કારણે એરિઅર્સ તરીકે સશસ્ત્ર દળના 20,60,220 પેન્શનર્સ/ફેમિલી પેન્શનર્સને રૂ. 10795.4 કરોડની રકમ આપવામાં આવી છે. ઓઆરઓપીના કારણે વાર્ષિક રિકરિંગ ખર્ચ આશરે રૂ. 7123.38 કરોડ છે અને 01.07.2014થી શરૂ થયા પછી આશરે છ વર્ષ માટે રિકરિંગનો કુલ ખર્ચ અંદાજે રૂ. 42740.28 કરોડ છે.

જ્યારે ઓઆરઓપીના લાભાર્થીઓને સાતમા પગાર પંચ હેઠળ પેન્શન ફિક્સેશનનો લાભ પણ આપવામાં આવ્યો છે, ત્યારે પેન્શનની ગણતરીમાં 2.57ના ગુણાંકમાં કરવામાં આવી છે.

ઓઆરઓપી એરિઅર્સના કારણે 11.10.2019ના રોજ આપવામાં આવેલા રાજ્યવાર આંકડા નીચે મુજબ છે.

ક્રમ

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનું નામ

ઓઆરઓપી લાભાર્થીની  સંખ્યા

ઓઆરઓપી એરિઅર્સના કારણે આપવામાં આવેલી રકમ (કરોડમાં)

1.

આંદમાન અને નિકોબાર

380

2.25

2.

આંધ્રપ્રદેશ

47,191

259.64

3.

અરુણાચલ પ્રદેશ

2,245

10.42

4.

અસમ

35,246

164.14

5.

બિહાર

73,757

350.96

6.

ચંદીગઢ

7,088

58.69

7.

છત્તીસગઢ

4,289

25.64

8.

દાદર નગર હવેલી

8

0.13

9.

દમણ અને દિવ

16

0.08

10.

દિલ્હી

46,626

445.11

11.

ગોવા

988

7.87

12.

ગુજરાત

17,797

88.79

13.

હરિયાણા

1,84,126

909.28

14.

હિમાચલ પ્રદેશ

94,709

412.48

15.

જમ્મુ અને કાશ્મીર

62,160

293.4

16.

ઝારખંડ

12,915

62.81

17.

કર્ણાટક

60,566

380.76

18.

કેરળ

1,37,418

726.41

19.

લક્ષદ્વીપ

40

0.26

20.

મધ્યપ્રદેશ

37,118

196.2

21.

મહારાષ્ટ્ર

1,30,158

775.47

22.

મણિપુર

4,016

15.64

23.

મેઘાલય

1,991

9.71

24.

મિઝોરમ

1,623

7.12

25.

નાગાલેન્ડ

1,176

6.5

26.

ઓડિશા

28,667

137.15

27.

પોંડિચેરી

1,463

8.64

28.

પંજાબ

2,11,915

1095.44

29.

રાજસ્થાન

1,10,675

511.62

30.

સિક્કિમ

789

3.63

31.

તમિલનાડુ

1,16,627

628.77

32.

તેલંગાણા

17,811

112

33.

ત્રિપુરા

1,501

7.66

34.

ઉત્તર પ્રદેશ

2,28,326

1038.23

35.

ઉત્તરાખંડ

1,16,553

530.57

36.

પશ્ચિમ બંગાળ

79,194

391.3

 

કુલ

18,67,329

9,638.05

 

  • ઉપર ઉલ્લેખિત રાષ્ટ્રીય સ્તરે ચુકવણીમાં નેપાળી પેન્શનરની વિગત સામેલ કરવામાં આવી નથી.

SD/GP/BT

 



(Release ID: 1670676) Visitor Counter : 278