સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

સતત છેલ્લા 5 અઠવાડિયાથી સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસ કરતાં વધુ


સક્રિય કેસમાં સતત ઘટાડો ચાલુ; આજે 5.2 લાખ છે

Posted On: 06 NOV 2020 11:19AM by PIB Ahmedabad

દેશમાં છેલ્લા 24 કલાકમાં 50,000 કરતા ઓછા નવા કેસ નોંધાયા છે જ્યારે દૈનિક સાજા થયેલા કેસની સંખ્યા 54,000થી વધી ગઈ છે. ભારત છેલ્લાં પાંચ અઠવાડિયાથી સતત નવા કેસ કરતાં વધુ સાજા થયેલા કેસની સંખ્યા નોંધાવી રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 54,157 કોવિડ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે જ્યારે હાલમાં નવા પુષ્ટિ થયેલા કેસ 47,638 છે.

WhatsApp Image 2020-11-06 at 10.25.01 AM (1).jpeg

છેલ્લા 5 અઠવાડિયાથી દૈનિક નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં 73,૦૦૦થી વધુ સરેરાશ દૈનિક નવા કેસ નોંધાતા હતા જે ઘટીને સરેરાશ દૈનિક નવા કેસ 46,૦૦૦ કેસ થયા છે.

WhatsApp Image 2020-11-06 at 10.30.16 AM.jpeg

સતત વધી રહેલી સાજા થયેલા કેસની સંખ્યાના પરિણામે સક્રિય કેસ પણ સતત ઘટાડાના માર્ગ પર છે. સક્રિય કેસ આજે 5,20,773 છે. સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 6.19% છે.

WhatsApp Image 2020-11-06 at 10.25.00 AM (1).jpeg

સક્રિય કેસના ઘટતા વલણને વધુ પ્રમાણમાં સાજા થયેલા કેસ દ્વારા ટેકો મળી રહ્યો છે. કુલ સાજા થયેલા કેસ 7,765,966 છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર 72.5 લાખ (72,45,193) ની નજીક છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર વધુ સુધરીને 92.32% થયો છે

નવા સાજા થયેલા કેસમાંથી 80% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.

11000થી વધુ એક દિવસમાં સાજા થયેલા કેસની સંખ્યા સાથે મહારાષ્ટ્રનું મહત્તમ યોગદાન છે.

WhatsApp Image 2020-11-06 at 10.25.00 AM.jpeg

નવા કેસમાંથી 79% કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના છે.

મહારાષ્ટ્રમાં 10,૦૦૦થી વધુ નવા કેસ સાથે નવા કેસની સંખ્યા ખૂબ જ વધી રહી છે, ત્યારબાદ કેરળમાં 9000થી વધુ કેસ નોંધાયા હોવાનો અહેવાલ મળ્યો છે.

WhatsApp Image 2020-10-18 at 10.02.39 AM.jpeg

છેલ્લા 24 કલાકમાં 670 લોકોના મૃત્યુ થયા છે.

જેમાંથી દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 86% જેટલા લોકોના મૃત્યુ થયા છે. નવા મૃત્યુઆંકમાંથી 38%થી વધુ મૃત્યુ મહારાષ્ટ્રમાં (૨૫૬ મૃત્યુ) થયા છે. દિલ્હીમાં 66 લોકોના મૃત્યુ થયા છે.

WhatsApp Image 2020-11-06 at 10.24.59 AM.jpeg

 

SD/GP/BT


(Release ID: 1670570) Visitor Counter : 224