મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે તબીબી ઉત્પાદનોના નિયમન ક્ષેત્રે સહકાર માટે સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 04 NOV 2020 3:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારતના કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન (CDSCO) અને યુનાઇટેડ કિંગડમની યુનાઇડેટ કિંગડમ ઔષધ અને આરોગ્ય સંભાળ ઉત્પાદન નિયમન એજન્સી (UK MHRA) વચ્ચે તબીબી ઉત્પાદન નિયમન ક્ષેત્રે પારસ્પરિક સહયોગ માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી દીધી છે.

MoUથી કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન (CDSCO) અને યુનાઇટેડ કિંગડમની યુનાઇડેટ કિંગડમ ઔષધ અને આરોગ્ય સંભાળ ઉત્પાદન નિયમન એજન્સી (UK MHRA) વચ્ચે તેમની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને સુસંગત તબીબી ઉત્પાદનોના નિયમન સંબંધિત બાબતોમાં માહિતીનું આદાનપ્રદાન અને ફળદાયી સહકાર માટે યોગ્ય માળખું સ્થાપિત કરવામાં મદદ મળશે. બંને નિયમનકારી સત્તામંડળો વચ્ચે સહકારના મુખ્ય ક્ષેત્રોમાં નીચેની બાબતો સામેલ છે:

a) ફાર્મા સંયુક્ત સતર્કતા સહિત એવી સલામતી માહિતીનું આદાનપ્રદાન જ્યાં અન્ય પક્ષ સંબંધિત સલામતીની ચોક્કસ ચિંતાનું પરિબળ આવતું હોય. આમાં દવાઓ અને તબીબી ઉપકરણો સંબંધિત સલામતીની ચિંતાઓ પણ સામેલ છે.

b) ભારત અને યુનાઇટેડ કિંગડમ દ્વારા આયોજિત વિવિધ વૈજ્ઞાનિક અને પ્રેક્ટિકલ પરિષદો, સંગોષ્ઠીઓ, પરિસંવાદો અને મંચમાં સહભાગીતા.

c) સારી લેબોરેટરી કામગીરીઓ (GLP), સારી તબીબી કામગીરીઓ (GCP), સારી વિનિર્માણ કામગીરીઓ (GMP), સારી વિતરણ કામગીરીઓ (GDP) અને સારી ફાર્મા કો-વિજિલન્સ કામગીરીઓ (GpvP) સંબંધિત માહિતીનું આદાનપ્રદાન અને પારસ્પરિક સહકાર.

d) બંને પક્ષોએ સહમતી સાધેલા ક્ષેત્રોમાં ક્ષમતા નિર્માણ.

e) બંને પક્ષો વચ્ચે એકબીજાના નિયમનકારી માળખા, જરૂરિયાતો અને પ્રક્રિયાઓ અંગે સમજણને પ્રોત્સાહન આપવું; અને બંને પક્ષોએ ભવિષ્યની નિયમનકારી મજબૂતીકરણ પહેલ માટે સુવિધા પૂરી પાડવી.

f) દવાઓ અને તબીબી ઉપકરણો સંબંધિત કાયદા અને નિયમની માહિતીનું આદાનપ્રદાન કરવું.

g) બિનલાઇસન્સ પ્રાપ્ત આયાત અને નિકાસને અંકુશમાં લેવા માટેના પ્રયાસોમાં એકબીજાને સહકાર આપવા માટે માહિતીનું આદાનપ્રદાન કરવું.

h) આંતરરાષ્ટ્રીય મંચ પર એકબીજા સાથે સંકલન કરવું.

આ સમજૂતી કરાર દ્વારા બંને પક્ષો વચ્ચે નિયમનકારી પાસાઓ સંબંધે વધુ સારી સમજણ કેળવાશે અને તેનાથી તબીબી ઉત્પાદનો નિયમનના ક્ષેત્રમાં સહકારમાં વધારો થશે તેમજ આંતરરાષ્ટ્રીય મંચ પર બંને વચ્ચે બહેતર સંકલન સ્થાપિત થશે.

 

SD/GP/BT



(Release ID: 1670040) Visitor Counter : 203