સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતે ઓછા સક્રિય કેસ નોંધાવવાનું વલણ સતત જાળવી રાખ્યું
સક્રિય કેસનું ભારણ છઠ્ઠા દિવસે 6 લાખથી નીચે
સાજા થવાનો દર 92% ને પાર
प्रविष्टि तिथि:
04 NOV 2020 12:47PM by PIB Ahmedabad
ભારતમાં દરરોજ મોટી સંખ્યામાં કોવિડ દર્દીઓ સ્વસ્થ થાય છે અને મૃત્યુદરમાં સતત ઘટાડો થતાં સક્રિય કેસમાં ઘટાડો નોંધવાનું સતત વલણ ચાલુ છે. સક્રિય કેસનું ભારણ આજે છઠ્ઠા ક્રમિક દિવસે પણ 6 લાખની નીચે રહ્યું છે.
ભારતના સક્રિય કેસનું ભારણ આજે 5,33,787 છે.
હાલમાં સક્રિય કેસ દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 6.42% છે.
16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસતીએ કેસ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછા છે.

કુલ સાજા થયેલા કેસ 76.5 લાખ (76,56,478) કરતા વધારે છે, જેનાથી સક્રિય કેસના સંદર્ભમાં તફાવત વધે છે. બીજી સિદ્ધિમાં રાષ્ટ્રીય સાજા થવાનો દર 92% (92.09%) ને વટાવી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં 53,357 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે જ્યારે નવા પુષ્ટિ થયેલા કેસ 46,253 છે.

17 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા સાજા થવાનો દર વધુ છે.

દેશની પરીક્ષણ ક્ષમતા ઝડપથી વિસ્તરી છે. સંચિત પરીક્ષણો આજે લગભગ 11.3 કરોડ (11,29,98,959) છે. છેલ્લા 24 કલાકમાં 12,09,609 પરીક્ષણો કરવામાં આવ્યા હતા.
25 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા મિલિયન દીઠ સારા પરીક્ષણો છે.

નવા પ્રાપ્ત થયેલા કેસમાંથી 80% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.
કેરળ 8000 થી વધુ એક દિવસમાં સાજા થયેલા કેસ સાથે સૌથી આગળ છે, ત્યારબાદ કર્ણાટક 7,000 થી વધુ રિકવરી સાથે આવે છે.

નવા પુષ્ટિ થયેલા કેસમાંથી 76% કેસ એ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના છે.
નવા કેસમાં કેરળ અને દિલ્હીએ મહત્તમ યોગદાન આપ્યું છે જ્યાં પ્રત્યેક 6,000થી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં 4,૦૦૦થી વધુ નવા કેસ છે.

છેલ્લા 24 કલાકમાં 514 લોકોના મૃત્યુ થયા છે. આમાંથી લગભગ 80% દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત છે. મહારાષ્ટ્રમાં એક દિવસના મહત્તમ મૃત્યુ (120 મૃત્યુ) નોંધાયા છે.
ભારતનો મૃત્યુ દર 1.49% છે.

21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા પ્રત્યેક દસ લાખની વસતીએ ઓછા મૃત્યુ થાય છે.

SD/GP/BT
(रिलीज़ आईडी: 1669999)
आगंतुक पटल : 296
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam