સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે સીમાચિહ્નરૂપ મુકામ પાર કર્યું


85 દિવસ પછી પ્રથમ વખત સક્રિય કેસની સંખ્યા 6 લાખ કરતાં ઓછી નોંધાઇ

કુલ નોંધાયેલા કેસમાંથી સક્રિય કેસનું ભારણ માત્ર 7.35% રહ્યું

Posted On: 30 OCT 2020 11:13AM by PIB Ahmedabad

કોવિડ સામેની જંગમાં ભારતે નવું સીમાચિહ્ન પાર કર્યું છે. લગભગ ત્રણ મહિના (85 દિવસ) પછી દેશમાં પહેલી વખત સક્રિય કેસનું ભારણ 6 લાખ કરતાં ઓછું નોંધાયું છે. ભારતમાં આજે કુલ સક્રિય કેસની સંખ્યા 5.94 લાખ નોંધાઇ છે. અગાઉ 6 ઑગસ્ટના રોજ સક્રિય કેસનું ભારણ 5.95 લાખ હતું.

દેશમાં આજદિન સુધી નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા માત્ર 7.35% રહી છે જેનો કુલ આંકડો 5,94,386 છે. આનાથી સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડાનું વલણ વધારે પ્રબળ થયું છે.

WhatsApp Image 2020-10-30 at 10.06.56 AM.jpeg

વિવિધ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સક્રિય કેસના ભારણનો પથ ઘટાડા તરફી છે, જે તેમના પ્રયાસો અને આ વૈશ્વિક મહામારી સામેની લડાઇમાં તેમની તબક્કાવાર પ્રગતિ સૂચવે છે.

WhatsApp Image 2020-10-30 at 10.28.10 AM.jpeg

મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થવાનું વલણ ભારતે એકધારું જાળવી રાખ્યું છે. ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 73,73,375 છે અને દુનિયાભરમાં મહત્તમ સંખ્યામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા સાથે ટોચના દેશોમાં ભારતે પોતાનું સ્થાન જાળવી રહ્યું છે. સક્રિય કેસ અને સાજા થયેલા કેસ વચ્ચેનો તફાવત આજે વધીને 6,778,989 થઇ ગયો છે અને તેમાં સતત વૃદ્ધિ નોંધાઇ રહી છે.

57,386 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સાજા થઇ ગયા છે જ્યારે તેની સામે નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસની સંખ્યા 48,648 છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર વધીને 91.15% થઇ ગયો છે.

નવા સાજા થયેલા કેસમાંથી 80% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

એક જ દિવસમાં 8,000થી વધુ સાજા થનારા દર્દીઓની સંખ્યા સાથે કેરળ આ મામલે સૌથી ટોચે છે જ્યારે ત્યારબાદ એક દિવસમાં 7,000થી વધુ દર્દીઓ સાજા થવાની સંખ્યા સાથે મહારાષ્ટ્ર અને કર્ણાટક આવે છે.

WhatsApp Image 2020-10-30 at 10.06.56 AM (1).jpeg

છેલ્લા 24 કલાકમાં નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસની સંખ્યા 48,648 છે.

આમાંથી 78% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે. કેરળમાં હજુ પણ સૌથી વધુ સંખ્યામાં નવા કેસ નોંધાઇ રહ્યાં છે જ્યાં એક જ દિવસમાં 7,000 કરતાં વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે જ્યારે ત્યારબાદ 5,000થી વધુ નવા કેસ સાથે મહારાષ્ટ્ર અને દિલ્હી છે.

WhatsApp Image 2020-10-30 at 10.06.54 AM.jpeg

વધુ 563 દર્દીઓએ છેલ્લા 24 કલાકમાં જીવ ગુમાવ્યો છે જેમાંથી 81% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ મૃત્યુ (156 દર્દીના મૃત્યુ) નોંધાયા છે જ્યારે ત્યારબાદ 61 મૃત્યુ સાથે પશ્ચિમ બંગાળ છે.

WhatsApp Image 2020-10-30 at 10.06.57 AM.jpeg

WHO દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક સરેરાશ 140થી વધુ પરીક્ષણોની સંખ્યા ભારતમાં નોંધપાત્ર રીતે પરિપૂર્ણ કરવામાં આવી રહી છે. WHO દ્વારા "કોવિડ-19ના સંદર્ભમાં જાહેર આરોગ્ય અને સામાજિક અંતર માટેના જાહેર આરોગ્ય માપદંડોમાં શંકાસ્પદ કેસને શોધી લેવા માટે વ્યાપક પરીક્ષણના ભાગરૂપે આ વ્યૂહનીતિનું સૂચન કરવામાં આવ્યું છે.

અન્ય એક સિદ્ધિરૂપે, 35 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સલાહ આપવામાં આવેલી સંખ્યા કરતાં વધુ પરીક્ષણો નોંધાયા છે. પ્રત્યેક દસ લાખની વસ્તીએ રાષ્ટ્રીય પરીક્ષણોની સરેરાશ સંખ્યા 844 છે. દિલ્હી અને કેરળમાં આ આંકડો વધીને 3000 સુધી પહોંચી ગયો છે.

WhatsApp Image 2020-10-30 at 10.25.18 AM.jpeg

 

SD/GP/BT



(Release ID: 1668838) Visitor Counter : 215