સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછા કેસ, ન્યુનત્તમ મૃત્યુનો આંક તેમજ મોટી સંખ્યામાં પરીક્ષણો ધરાવતા દેશોમાં ભારતે સ્થાન જાળવી રાખ્યું


સક્રિય કેસની સંખ્યા એકધારી ઓછી થવાનું વલણ ટકી રહ્યું

Posted On: 28 OCT 2020 12:02PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને અમલમાં મૂકવામાં આવેલી કેન્દ્રિત વ્યૂહરચના અને સક્રિય તેમજ તબક્કાવાર વિકસતા માપદંડોના પરિણામે, ભારતે વૈશ્વિક સ્તરે પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછા કેસ અને પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછા મૃત્યુ ધરાવતા દેશોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

પ્રત્યેક દસ લાખની વસ્તીએ વૈશ્વિક સરેરાશ આંકડો 5,552 છે જ્યારે ભારતમાં આ આંકડો 5,790 છે. USA, બ્રાઝિલ, ફ્રાન્સ, UK, રશિયા અને દક્ષિણ આફ્રિકામાં ઘણી મોટી સંખ્યામાં કેસ નોંધાઇ રહ્યાં છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001J3DL.jpg

ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુની સંખ્યા 87 છે જે વૈશ્વિક સરેરાશ 148ની સરખામણીએ નોંધપાત્ર પ્રમાણમાં ઓછી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કોવિડ-19ના વ્યસ્થાપનમાં ભારતની લક્ષિત વ્યૂહનીતિ અને સક્રિય તેમજ તબક્કાવાર વિકસિત જાહેર આરોગ્ય પ્રતિક્રિયાઓના પરિણામે આ પ્રોત્સાહક પરિણામો મળી રહ્યાં છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0024IEH.jpg

કુલ હાથ ધરવામાં આવેલા પરીક્ષણોની વાત કરીએ તો, ભારત સૌથી ટોચના દેશોમાંથી એક છે. છેલ્લા 24 કલાકમાં, 10,66,786 પરીક્ષણો સાથે દેશમાં આજદિન સુધીમાં હાથ ધરવામાં આવેલા કુલ પરીક્ષણોની સંખ્યા 10.5 કરોડથી વધુ (10,54,87,680) થઇ ગઇ છે.

વ્યાપક રીતે ફેલાયેલા અને બહોળા પ્રમાણમાં એકધારા પરીક્ષણો કરવામાં આવી રહ્યાં હોવાથી ચેપગ્રસ્ત દર્દીઓની વહેલી ઓળખ અને સમયસર અસરકારક સારવારમાં મદદ મળી છે જેના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં છે જ્યારે મૃત્યુદર ઘણો નીચો લાવવામાં મદદ મળી છે. ભારતમાં મૃત્યુદર ઘટીને હાલમાં 1.50% થઇ ગયો છે.

ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડાનું વલણ એકધારું જળવાઇ રહ્યું છે. હાલમાં, દેશમાં નોંધાયેલા કુલ કેસમાંથી માત્ર 7.64% કેસ સક્રિય છે જેનો આંકડો 6,10,803 છે. અત્યાર સુધીમાં દેશમાં 72,59,509 દર્દીઓ સાજા થઇ ગયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 43,893 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે જ્યારે નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 58,439 નોંધાઇ છે. સાજા થયેલા કુલ દર્દીઓમાંથી 77% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ દૈનિક 7,000 કરતા વધુ દર્દીઓ સાજા થવાની સંખ્યા સાથે અગ્રેસર છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003Y60P.jpg

નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસમાંથી 79% દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધાયા છે. નવા નોંધાયેલા સર્વાધિક કેસના મામલે મહારાષ્ટ્ર કરતાં કેરળ આગળ નીકળી ગયું છે. બંને રાજ્યોમાં હજુ પણ નવા 5,000થી વધુ નવા કેસ નોંધાયા છે. જે રાજ્યોમાં નવા કેસની સંખ્યામાં ઝડપી વધારો નોંધાયો હોય તેમાં દિલ્હી, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004EK2J.jpg

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 508 લોકો મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. આમાંથી, અંદાજે 79% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

સર્વાધિક મૃત્યુની સંખ્યા મહારાષ્ટ્રમાં નોંધાઇ છે. અહીં વધુ 115 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005Q294.jpg

 

SD/GP/BT



(Release ID: 1668113) Visitor Counter : 186