સંસ્કૃતિ મંત્રાલય
પ્રધાનમંત્રી આવતીકાલે વર્ચ્યુઅલ સમારોહમાં શ્રીમતી વિજયા રાજે સિંધિયાના સન્માનમાં 100 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડશે
प्रविष्टि तिथि:
11 OCT 2020 3:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, 12 ઓક્ટોબર, 2020ના રોજ વર્ચ્યુઅલ સમારોહમાં શ્રીમતી વિજયા રાજે સિંધિયાના માનમાં 100 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડશે. શ્રીમતી વિજયા રાજે સિંધિયા ગ્વાલિયરની રાજમાતા તરીકે લોકોમાં જાણીતા છે. વિજયા રાજે સિંધિયાની જન્મ શતાબ્દી ઉજવણીના સ્મરણાર્થ પ્રસંગ માટે સિક્કો બહાર પાડવામાં આવી રહ્યો છે. નાણા મંત્રાલયે જન્મ શતાબ્દી ઉજવણીના ભાગરૂપે આ વિશેષ સ્મારક સિક્કાને તૈયાર કર્યો છે. આવતીકાલે તેમના જન્મદિવસ નિમિત્તે પ્રધાનમંત્રી દ્વારા આ સિક્કો બહાર પાડવામાં આવશે. વર્ચ્યુઅલ માધ્યમ પર આયોજિત આ સમારોહમાં શ્રીમતી સિંધિયાના પરિવારના સભ્યો તેમજ દેશના અન્ય ભાગોના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
SD/GP/BT
(रिलीज़ आईडी: 1663591)
आगंतुक पटल : 198
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam