મંત્રીમંડળ

ભારત અને જાપાન વચ્ચે સાઇબર સુરક્ષાના ક્ષેત્રમાં સહકાર માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

Posted On: 07 OCT 2020 4:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને જાપાન વચ્ચે સાઇબર સુરક્ષાના ક્ષેત્રમાં સહકાર માટે સમજૂતી કરાર (MoC) પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપી દીધી છે.

MoCના કારણે બંને દેશો વચ્ચે પારસ્પરિક હિતોના ક્ષેત્રોમાં સહકારમાં વૃદ્ધિ થશે જેમાં અન્ય બાબતો ઉપરાંત, સાઇબરસ્પેસના ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ; મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા; ઉભરતી ટેકનોલોજીમાં સહકાર; સાઇબર સુરક્ષાના જોખમો/ ઘટનાઓ અને બદઇરાદાપૂર્ણ સાઇબર પ્રવૃત્તિઓ તેમજ આ બધાનો સામનો કરવા માટે શ્રેષ્ઠ આચરણો; ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે સાઇબર જોખમો ડામવા માટે વ્યવહારુ સહકાર માટે સંયુકત વ્યવસ્થાતંત્રના વિકાસ સંબંધિત માહિતીનું આદાનપ્રદાન સામેલ છે.

ભારત અને જાપાન, ખુલ્લા, આંતર-પ્રયોગ યોગ્ય, મુક્ત, નિષ્પક્ષ, સુરક્ષિત અને ભરોસાપાત્ર સાઇબરસ્પેસ માહોલ માટે અને નવાચાર, આર્થિક વૃદ્ધિ અને વેપાર તેમજ વાણિજ્યના ચાલક તરીકે ઇન્ટરનેટને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે જે બંને દેશોના સંબંધિત સ્થાનિક કાયદાઓને તેમજ આંતરારાષ્ટ્રીય ફરજોને અનુરૂપ હોય અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં હોય.

MoC દ્વારા બંને પક્ષે, સંયુક્ત રાષ્ટ્રસંઘ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળો પર સહકાર આપવા માટે; ICT ઉત્પાદનોની પૂરવઠા સાંકળની એકીકૃતતાને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહનીતિઓ અને શ્રેષ્ઠ આચરણો પર ચર્ચા કરવા અને તેનું આદાનપ્રદાન કરવા માટે; સરકારથી સરકાર અને વ્યવસાયથી વ્યવસાયના સહયોગ દ્વારા ICT ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે; ઇન્ટરનેટ ગવર્નન્સ મંચમાં સતત વાર્તાલાપ કરવા અને તેની સાથે જોડાયેલા રહેવા માટે તેમજ આ મંચમાં બંને દેશોના તમામ હિતધારકો દ્વારા સક્રિય સહભાગીતાને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ હોવાનું સુનિશ્ચિત કર્યું છે.

SD/GP/BT



(Release ID: 1662385) Visitor Counter : 186