મંત્રીમંડળ

મંત્રીમંડળે ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને કેનેડાની સેવાભાવી સંસ્થા ઇન્ટરનેશનલ બારકોડ ઓફ લાઇફ વચ્ચે સમજૂતીકરારને મંજૂરી આપી

Posted On: 07 OCT 2020 4:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને જૂન, 2020માં પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલય અંતર્ગત કાર્યરત પેટાસંસ્થા ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ZSI) અને કેનેડાની સેવાભાવી સંસ્થા ઇન્ટરનેશનલ બારકોડ ઓફ લાઇફ (iBOL) વચ્ચે થયેલા સમજૂતીકરાર (MoU)ની જાણકારી આપવામાં આવી હતી.

આ સમજૂતીકરાર અંતર્ગત ZSI અને iBOL એમ બંને સંસ્થા ડીએનએ બારકોરિડંગના વધુ પ્રયાસો હાથ ધરવા એકમંચ પર આવી છે. ડીએનએ બારકોરિડંગ એક પદ્ધતિ છે, જે પ્રમાણભૂત જનીન ધરાવતા વિસ્તારોના ટૂંકા વર્ગને શ્રેણીબદ્ધ કરીને ઝડપથી અને સચોટ રીતે પ્રજાતિઓને ઓળખે છે તથા સંદર્ભિત ડેટાબેઝ સાથે વ્યક્તિગત જનીન શ્રેણીની સરખામણી કરે છે. iBOL સંશોધન કામગીરી માટેનું જોડાણ છે, જેમાં એવા દેશો સામેલ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરનાં સંદર્ભ ડેટાબેઝનાં વિસ્તરણને સક્ષમ બનાવવા, ઇન્ફોર્મેટિક્સ પ્લેટફોર્મ્સ અને/અથવા એનાલીટિકલ પ્રોટોકોલ્સ વિકસાવવા સક્ષમ બનાવવા માનવીય અને નાણાકીય સંસાધનો એમ બંને રીતે પ્રતિબદ્ધ છે. આ તમામ પ્રકારના સંસાધનોથી યાદીની સંદર્ભ લાઇબ્રેરી ઊભી થશે, જે જૈવવિવિધતાની જાણકારી, માહિતી અને વર્ણન વગેરે તમામ પ્રકારનો સંગ્રહ ધરાવશે. આ સમજૂતીકરાર ZSIને બાયોસ્કેન અને પ્લેનેટરી બાયોડાઇવર્સિટી મિશન જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોમાં સામેલ થવા સક્ષમ બનાવશે.

 

 SD/GP/BT



(Release ID: 1662381) Visitor Counter : 182