પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશના સિસ્સુમાં ‘આભાર સમારોહ’માં સહભાગી થયા


અટલ ટનલ આ વિસ્તારના લોકોના જીવનમાં પરિવર્તન લાવશેઃ પ્રધાનમંત્રી

અટલ ટનલ સરકારની એ પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરવાનું પ્રતીક છે કે વિકાસના લાભ દરેક અને તમામ નાગરિક સુધી પહોંચેઃ પ્રધાનમંત્રી

હવે સરકારની નીતિ મતોની સંખ્યાને આધારે બનતી નથી, પણ કોઈ પણ ભારતીય વિકાસથી વંચિત ન રહે એ સુનિશ્ચિત કરવા માટે બને છેઃ પ્રધાનંત્રી

લાહૌલ-સ્પિતિમાં દેવદર્શન અને બૌદ્ધદર્શનના સંગમનું નવું પાસું ઉમેરાશેઃ પ્રધાનમંત્રી

Posted On: 03 OCT 2020 1:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશના સિસ્સુ, લાહૌલ અને સ્પિતિમાં ‘આભાર સમારોહમાં સહભાગી થયા હતા.

ટનલની પરિવર્તનકારક અસર

પ્રધાનમંત્રીએ સંબોધન કરતા તેમના આ વિસ્તારમાં કાર્યકર્તા તરીકેની કામગીરી દરમિયાન રોહતાંગ દ્વારા લાંબા રુટ પર થઈને પ્રવાસમાં પડતી મુશ્કેલીઓ યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, શિયાળામાં રોહતાંગ પાસ બંધ થઈ જતો હોવાથી લોકોને મુશ્કેલીઓ પડતી હતી. તેમણે એ દિવસોમાં શ્રી ઠાકુર સેન નેગી સાથેની એમની ચર્ચાઓને પણ યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી આ મુશ્કેલીઓથી સારી રીતે વાકેફ હતા, જેમણે વર્ષ 2002માં આ ટનલનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ 9 કિલોમીટર લાંબી ટનલ દ્વારા આશરે 45-46 કિલોમીટરનું અંતર ઘટી ગયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ટનલની પરિવર્તનકારક અસરને કારણે લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ ટનલ લાહૌલ-સ્પિતિ અને પંગી વિસ્તારના ખેડૂતો, બાગાયતી કામ સાથે સંકળાયેલા લોકો અને પશુપાલકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ વગેરે તમામ વર્ગનાં લોકો માટે આશીર્વાદરૂપ નીવડશે. ટનલ વિસ્તારમાં કૃષિ ઉત્પાદનને બગડતું અટકાવશે અને એને બજારમાં ઝડપથી પહોંચાડવામાં મદદરૂપ થશે. એનાથી આ વિસ્તારના ચંદ્રમુખી બટાટાને નવા બજારો સુધી પહોંચાડવામાં મદદ મળશે અને એને નવા ગ્રાહકો મળશે. ટનલ લાહૌલ-સ્પિતિ વિસ્તારમાં આયુર્વેદિક ગુણો ધરાવતી ઔષધિઓ અને મરીમસાલાને બહાર લઈ જવામાં પણ મદદરૂપ થશે અને વિસ્તારના લોકો સાથે દુનિયા સાથે પરિચિત થશે. ઉપરાંત ટનલ આ વિસ્તારના લોકોના બાળકોની શિક્ષણ માટે બહાર જવાની જરૂરિયાતને દૂર કરશે.

પ્રવાસનને પ્રોત્સાહન અને રોજગારીની તકોનું સર્જન

પ્રધાનમંત્રીએ આ વિસ્તારમાં પ્રવાસનની સંભવિતતા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લૌહાલ-સ્પિતિમાં દેવદર્શન અને બૌદ્ધદર્શનના સમન્વય તરીકે નવું પરિમાણ ઉમેરાશે. હવે સ્પિતિ ઘાટીમાં ટેબો મઠ સુધી સરળતાપૂર્વક પહોંચવામાં દુનિયાના લોકોને મદદ મળશે. તેમણે કહ્યું હતું કે, સંપૂર્ણ વિસ્તાર પૂર્વ એશિયા અને દુનિયાભરના બૌદ્ધ સંપ્રદાયના અનુયાયીઓ માટે મોટું કેન્દ્ર બની જશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રવાસન ક્ષેત્રને વેગ મળવાથી રોજગારીની કેટલીક તકોનું સર્જન થશે.

અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચ વધશે

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અટલ ટનલ સરકારની એ પ્રતિબદ્ધતા પૂર્ણ કરવાનું પ્રતીક છે કે વિકાસના લાભો દરેક નાગરિક સુધી પહોંચે. તેમણે કહ્યું હતું કે, અગાઉ લાહૌલ-સ્પિતિ અને આ પ્રકારનાં અન્ય કેટલાંક વિસ્તારોને તેમના હાલ પર છોડી દેવામાં આવ્યાં હતાં, કારણ કે આ વિસ્તારોને કેટલાંક લોકો તેમની રાજકીય સ્વાર્થી ઇચ્છાઓ પૂર્ણ કરી શકતા નહોતા. પણ હવે દેશમાં સરકાર નવી વિચારસરણી અને નીતિઓ સાથે કામ કરી રહ્યો છે, જે મતની સંખ્યાને ધ્યાનમાં રાખીને કામ કરતી નથી, પણ કોઈ પણ ભારતીય વિકાસના લાભથી વંચિત ન રહી જાય એ સુનિશ્ચિત કરવા પ્રયાસરત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લાહૌલ-સ્પિતિ આ પરિવર્તનનું મોટું ઉદાહરણ છે, જે એવા જિલ્લાઓમાં સામેલ છે, જ્યાં હર ઘર પાઇપ સે જલ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ દલિતો, આદિવાસીઓ, જનજાતિઓ, પીડિતો અને વંચિતો માટે તમામ મૂળભૂત જરૂરિયાતો ઉપલબ્ધ કરાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે સરકારે ગ્રામીણ વીજળીકરણ, એલપીજી ગેસના જોડાણની ઉપલબ્ધતા, શૌચાલયો જેવી સુવિધાઓનું નિર્માણ, આયુષ્માન ભારત યોજના દ્વારા સારવારની સુવિધાઓના પ્રયાસો વિશે જાણકારી આપી હતી. સંબોધનના અંતે તેમણે કોરોનાવાયરસ સામે સતર્ક રહેવા લોકોને અપીલ કરી હતી.

 

SD/GP/BT



(Release ID: 1661341) Visitor Counter : 214