આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
આ સમય સ્વચ્છતમ્ ભારત, સ્વસ્થતમ્ ભારત – સ્વચ્છ, આરોગ્યપ્રદ ભારતના સંકલ્પની ફરી પુષ્ટિ કરવાનો છે: હરદીપ એસ. પુરી
MoHUA દ્વારા સ્વચ્છ ભારત મિશન - શહેરીના છ કિર્તીપૂર્ણ વર્ષની ઉજવણી કરવામાં આવી – ‘સ્વચ્છતા કે 6 સાલ, બેમિસાલ’ શીર્ષક હેઠળ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું
હરદીપ પુરીએ મુખ્ય અભ્યાસનું દસ્તાવેજીકરણ કરતા ઇન્ટરાક્ટિવ SBM-U પોર્ટલનો પ્રારંભ કર્યો
આપણા 97% શહેરો હવે ODF થઇ ગયા છે: દુર્ગાશંકર મિશ્રા
સફાઇ કામદારોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સજ્જતા પુસ્તિકા બહાર પાડવામાં આવી
ULBSને તેમના સાર્વજનિક અને સામુદાયિક શૌચાલયો (PT/ CT) ODF+ બનાવવામાં મદદરૂપ થવા સફાઇ મેપિંગ ટૂલ શરૂ કરવામાં આવ્યું
77% વૉર્ડ્સમાં કચરાના સ્રોતનું અલગીકરણ કરવામાં આવ્યું છે જ્યારે કુલ ઉત્પાદિત થયેલા કચરામાંથી 67%ની પ્રક્રિયા કરવામાં આવી રહી છે - 2014માં માત્ર 18%ની પ્રક્રિયા થતી હતી તેની તુલનાએ લગભગ 4 ગણો વધારો થયો
12 કરોડ નાગરિકોએ સ્વચ્છ સર્વેક્ષણ 2020માં ભાગ લીધો
રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ છેલ્લા 6 વર્ષમાં તેમના અનુભવોનું આદાનપ્રદાન કર્યું/ સ્વચ્છતમ્ ભારતના નિર્માણની દિશામાં આગળ વધવા માટે ભાવિ આયોજન તૈયાર કર્યું
Posted On:
02 OCT 2020 3:26PM by PIB Ahmedabad
MoHUAના રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી હરદીપસિંહ પુરીએ આજે જણાવ્યું હતું કે, આપણે SBM-Uના છ વર્ષ પૂર્ણ કર્યાં છે ત્યારે, આ સમય હવે આપણે સૌ સાથે મળીને સ્વચ્છતમ્ ભારત, સ્વસ્થતમ્ ભારત – સ્વચ્છ, આરોગ્યપ્રદ ભારતના સંકલ્પની ફરી પુષ્ટિ કરવાનો છે અને જન આંદોલનને વધુ મજબૂત કરવાનો છે જેથી તમામ શહેરી ભારતીયો આ આંદોલનનો હિસ્સો બને. સ્વચ્છ ભારત મિશન – શહેરી (SBM-U)ના છ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નિમિત્તે ‘સ્વચ્છતા કે 6 સાલ, બેમિસાલ’ શીર્ષક હેઠળ યોજવામાં આવેલા વેબિનાર દરમિયાન, શ્રી પુરીએ જણાવ્યું હતું કે, જન આંદોલન અને જન ભાગીદારીની આ ભાવના – સહિયારા કાર્યોની શક્તિ અને સ્પર્ધાની મજબૂત ભાવના – MoHUA દ્વારા હાથ ધરવામાં આવતા વાર્ષિક સ્વચ્છતા સર્વે એટલે કે, સ્વચ્છ સર્વેક્ષણના કારણે વધુ બળવત્તર થઇ છે. સ્વચ્છતા સર્વે 2020માં, 12 કરોડથી વધારે નાગરિકોએ ભાગ લીધો હતો.
રાજ્યો અને શહેરો તેમજ સહભાગી સંગઠનો સાથે મળીને આવાસ અને શહેરી વિકાસ બાબતોના મંત્રાલય દ્વારા આજે અહીં આ વેબિનારનું આયોજન છેલ્લા છ વર્ષમાં મિશન અંતર્ગત પ્રાપ્ત કરવામાં આવેલી સિદ્ધિઓની ઉજવણી કરવા માટે કરવામાં આવ્યું હતું. સાથે-સાથે મહાત્મા ગાંધીની 151મી જન્મ જયંતિની પણ ઉજવણી કરવામાં આવી હતી. MoHUAના રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી હરદીપસિંહ પુરીની અધ્યક્ષતામાં આ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ MoHUAના સચિવ શ્રી દુર્ગાશંકર મિશ્રા અને MoHUAના અધિક સચિવ શ્રી કામરાન રિઝવી પણ આ પ્રસંગે તેમની સાથે જોડાયા હતા.
આ પ્રસંગે સંબોધન આપતા, મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “2014માં આદરણીય પ્રધાનમંત્રી દ્વારા જ્યારે SBM-Uનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે 2 ઓક્ટોબર 2019ના રોજ સુધીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ સુધીમાં ‘સ્વચ્છ ભારત’ની દૂરંદેશી સાર્થક કરવાના ઉદ્દેશ સાથે તેની શરૂઆત કરવામાં આવી હતી. આજે, મને ખૂબ જ ગૌરવની લાગણી અનુભવાઇ રહી છે કે, તે સપનું ખરા અર્થમાં સાર્થક કરવા માટે શહેરી ભારતના પ્રત્યેક લોકો કેટલી ઉમદા રીતે સાથે મળીને કામ કરી રહ્યાં છે. આ બીજું કંઇજ નહીં પરંતુ આ મિશનમાં નાગરિકો, હજારો સ્વચ્છતા એમ્બેસેડરો, લાખો સ્વચ્છાગ્રહીઓની ખૂબ જ ઉત્સાહપૂર્ણ સહભાગીતા, કેટલાક માસ મીડિયા અભિયાનો અને પ્રત્યક્ષ સંપર્કના કાર્યક્રમોનું પરિણામ છે જેના કારણે SBM-Uને અકલ્પ્ય સ્તર સુધી પહોંચવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.” તેમણે ઉમેર્યું હતું કે, “આપણે આપણા વર્ષો જૂના કચરાના ઢગલાઓના જૈવ-ઉપાય તેમજ બાંધકામ અને ડિમોલેશનના કચરાના અસરકારક વ્યવસ્થાપનની સાથે સાથે આપણે પ્રોસેસિંગ ક્ષમતાઓમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. કચરના વ્યવસ્થાપનના આચરણોની સમયસૂચિ અને મેં આજે જેની શરૂઆત કરી તે ઇન્ટરએક્ટિવ પોર્ટલમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં આ ક્ષેત્રોમાં શહેરો દ્વારા અપનાવવામાં આવેલા નવીનતમ આચરણોને સમાવી લેવામાં આવ્યા છે અને મને વિશ્વાસ છે કે, તે ખરેખર MoHUA દ્વારા ULBs માટે ક્ષમતા નિર્માણના પ્રયાસોમાં નવો જોશ ભરી દેશે.
MOHUAના સચિવ શ્રી દુર્ગાશંકર મિશ્રાએ આ મિશન અંતર્ગત પ્રાપ્ત કરવામાં આવેલી સિદ્ધિઓનું ખૂબ જ વિગતવાર પ્રેઝન્ટેશન તૈયાર કરીને અહીં રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે 2 ઓક્ટોબર 2014ના રોજ SBM-Uનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે, તેનો મૂળ ઉદ્દેશ શહેરી ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) કરવાની સાથે સાથે દેશન તમામ કાનૂની શહેરો/નગરોમાં સંપૂર્ણ ઘન કચરાનું વ્યવસ્થાપન (SWM) કરવાનો હતો. આજે, આપણે માત્ર આ લક્ષ્યો જ પ્રાપ્ત કર્યાં છે એવું નથી પરંતુ, ODF+ અને ODF++ પ્રોટોકોલ, કચરા મુક્ત શહેરો માટે સ્ટાર રેટિંગ અને આપણા વાર્ષિક સ્વચ્છતા સર્વે એટલે કે સ્વચ્છ સર્વેક્ષણ કે જેનો કોઇ પરિચણ આપવાની જરૂર જ નથી તેના દ્વારા દેશને ટકાઉક્ષમ સફાઇ અને સર્વગ્રાહી SWM તરફ આગળ ધકેલ્યો છે. 2014માં ODF રાજ્યો અને શહેરોની સંખ્યા શૂન્ય હતી જ્યારે, હવે આપણા 97% શહેરો ODF થઇ ગયા છે. SWMમાં, 2014માં માત્ર 18% ઘન કચરાની પ્રક્રિયા કરવામાં આવતી હોવાનું નોંધાયું હતું જ્યારે હવે આપણે કુલ ઉત્પાદિત થતા કચરામાંથી 67% કચરાની પ્રક્રિયા કરી રહ્યાં છીએ અને 77% કરતાં વધારે વૉર્ડ્સમાં સ્રોત અલગીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. અમે અમારા આ પ્રયાસોને હજુ પણ યથાવત્ રાખવા માંગીએ છીએ અને સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે, આ સંખ્યામાં આગામી કેટલાક વર્ષોમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો જોવા મળે.”
આ કાર્યક્રમના પ્રારંભિક સત્રમાં એક ટુંકી ફિલ્મ ‘સ્વચ્છતા કે 6 સાલ, બેમિસાલ’ દર્શાવવામાં આવી હતી જેમાં 2014માં SBM-Uના પ્રારંભથી અત્યાર સુધીની તેની સફર અને અસર અંગે વિગતો રજૂ કરવામાં આવી હતી. આ મિશનના છેલ્લા છ વર્ષમાં કેટલીક ડિજિટલ નવીનતાઓ પણ જોવા મળી છે જે સ્વચ્છતામાં સેવા સુધારો કરવાની વાત આવે ત્યારે ગેમ-ચેન્જર પુરવાર થઇ છે – આમાંથી જ મુખ્ય હસ્તક્ષેપોમાં સ્વચ્છતા એપ્લિકેશન, સ્વચ્છતા સંબંધિત લોકોની ફરિયાદોનું નિવારણ લાવવા માટે લોક ફરિયાદ નિવારણ ટૂલ, જેનાથી વપરાશકારો ગૂગલ મેપનો ઉપયોગ કરીને તેમની સૌથી નજીકમાં સાર્વજનિક શૌચાલય શોધી શકે છે તેવા ગૂગલ મેપ્સ પર લિંક કરેલા SBM શૌચાલયો અને સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ કાર્યક્રમો માટે સમર્પિત નાગરિકો માટેનું ડિજિટલ જોડાણ પ્લેટફોર્મ- સ્વચ્છ મંચ વગેરે સામેલ છે. આ ડિજિટલ હસ્તક્ષેપોના પૂરકરૂપે, શૌચાલયોનો ટકાઉક્ષમ વપરાશ, કચરાનું સ્રોત અલગીકરણ અને ઘરે સેન્દ્રીય ખાતર બનાવવાની પ્રવૃત્તિ જેવી સંખ્યાબંધ થીમ્સ પર આધારિત નવીનતાપૂર્ણ મલ્ટીમીડિયા અભિયાનો છે. આ તમામ પ્રયાસો પાછળ મૂળ ઉદ્દેશ, આ મિશનને લોકોની વધુ નજીક લઇ જવાનો છે, જેના પરિણામરૂપે કરોડો નાગરિકો આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ રીતે ભાગ લઇ રહ્યાં છે – જ્યારે 12 કરોડથી વધુ નાગરિકોએ સ્વચ્છ સર્વેક્ષણના છેલ્લા સંસ્કરણમાં ભાગ લીધો હતો અને 7 કરોડથી વધુ નાગરિકો સ્વચ્છતા હી સેવા 2019માં એકજૂથ થયા હતા જેથી ભારતને એકલ વપરાશ પ્લાસ્ટિકના ઉપયોગથી મુક્ત કરવાની આદરણીય પ્રધાનમંત્રીની દૂરંદેશીને સાર્થક કરી શકાય.
આ કાર્યક્રમમાં પસંદગીના રાજ્યો અને શહેરો જેમ કે, ઉત્તરાખંડ, કેરળ, ઇમ્ફાલ, ડુંગરપુર, ખરગોન વગેરેએ છેલ્લા છ વર્ષના તેમના અનુભવોનું આદાનપ્રદાન કર્યું હતું અને સ્વચ્છતમ્ ભારત તરફ આગળ વધવા માટે આગામી યોજના ઘડી હતી. સહભાગીઓને SBM-Uના વિકાસ ભાગીદારો કે જેમાં આંતરરાષ્ટ્રીય વિકાસ માટે યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી (USAID), બિલ અને મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (BMGF), GIZ, સંયુક્ત રાષ્ટ્રસંઘ વિકાસ કાર્યક્રમ (UNDP) અને સંયુક્ત રાષ્ટ્રસંઘ ઔદ્યોગિક વિકાસ સંગઠન (UNIDO) સામેલ છે તેમને સાંભળવાની તક પણ પ્રાપ્ત થઇ હતી. મંત્રાલય દ્વારા સંખ્યાબંધ પ્રકાશનોનું પણ આ પ્રસંગે વિમોચન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય મળ કાદવ અને કિચડ વ્યવસ્થાપન (NFSSM) દ્વારા સંકલિત કરવામાં આવેલા સમગ્ર દેશમાં સફાઇ કર્મચારીઓની પ્રેરણાદાયી કથાઓના સંગ્રહ- 'ફ્રન્ટ લાઇન સ્ટોરિઝ ઓફ રેઝિલન્સ: ઇન્ડિયાઝ સેનિટાઇઝેશન ચેમ્પિયન્સ' દસ્તાવેજ, કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના પ્રથમ ચાર મહિના દરમિયાન ભારતીય શહેરોમાં હાથ ધરવામાં આવેલા વિવિધ કાર્યો અને પહેલનું દસ્તાવેજીકરણ અને મહામારીની સ્થિતિમાં શહેરો દ્વારા પ્રતિક્રિયા આપવા માટે લાગુ કરી શકાય તેવી મજબૂત શહેરી સ્વચ્છતા પ્રતિક્રિયા (RUSR)નું માળખું રજૂ કરતી રાષ્ટ્રીય શહેરી બાબતો સંસ્થાન (NIUA) દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘કોવિડ ડાયરી: કોવિડ-19 સામે ભારતીય શહેરોની પ્રતિક્રિયા’ આ પ્રસંગે રજૂ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, મંત્રીશ્રીએ ‘કચરા વ્યવસ્થાપનના આચરણો માટે સમયસૂચિ’ પણ રીલિઝ હતી જે SWMમાં શહેરો દ્વારા અપનાવવામાં આવેલા શ્રેષ્ઠ આચરણો અને નવીનતાપૂર્ણ કેસ સ્ટડીનો સારસંગ્રહ છે. ULBsના અધિકારીઓ અને સ્ટાફનું ક્ષમતા નિર્માણ કરવું એ પણ આ મિશનનું એક અભિન્ન અંગ છે. આ પ્રયાસના ભાગરૂપે, રાષ્ટ્રીય શહેરી બાબતો સંસ્થાન (NIUA)ની મદદથી મંત્રાલય દ્વારા, 3,200 ULBsનું પ્રતિનિધિત્વ કરતા 6,000થી વધુ અધિકારીઓની સહભાગીતા સાથે સમગ્ર ભારતમાં 150 કરતાં વધારે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
NIUA દ્વારા તૈયાર કરવામાં આવેલા ઇન્ટરએક્ટિવ SBM-U પોર્ટલમાં આ વર્કશોપમાંથી મળેલા અભ્યાસોનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે. અગ્ર હરોળમાં રહીને કામ કરતા આ મિશનના સ્વચ્છતા યોદ્ધાઓ એટલે કે સફાઇ કર્મચારીઓની સલામતી પર આ મિશન અંતર્ગત હંમેશા મુખ્ય ધ્યાન ધ્યાન આપવામાં આવ્યું છે. સફાઇ કર્મચારીઓની નિઃસહાયતા ઘટાડવા માટે અને તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે તે માટે ULBને સંવેદનશીલ બનાવવાના પ્રયાસરૂપે, મંત્રાલય દ્વારા સફાઇ કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી એક તૈયાર ગણતરી બહાર પાડવામાં આવી છે જે શહેરી વ્યવસ્થાપન કેન્દ્ર (UMC) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ULBSને તેમના સાર્વજનિક અને સામુદાયિક શૌચાલયો (PT/ CT) ODF+ બનાવવામાં મદદરૂપ થવા માટે UMC દ્વારા તૈયાર કરવામાં આવેલા સફાઇ મેપિંગ ટૂલનો પણ આ પ્રસંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ મિશન અંગે આગામી સ્થિતિ અંગે માહિતી આપતા, મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “છેલ્લા છ વર્ષમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અંગે ચોક્કસપણે આપણે ગૌરવ લઇ શકીએ છીએ ત્યારે એટલું કહી શકાય કે હજુ તો સફરની શરૂઆત થઇ છે. તમામ લોકોને ટકાઉક્ષમ સ્વચ્છતા પૂરી પાડવાની સરકારની દૂરંદેશીને અનુરૂપ, સલામત અને ટકાઉક્ષમ રીતે મળ કાદવનું વ્યવસ્થાપન, નકામા પાણીની ટ્રીટમેન્ટ અને ફરી ઉપયોગ દ્વારા આપણા જળાશયોનું સંરક્ષણ કરીને પાણીનું એક એક ટીપું આપણે બચાવીએ તે સમયની માંગ છે. SWMમાં આપણે શક્ય હોય એટલા મહત્તમ સ્તરે એકલ વપરાશ પ્લાસ્ટિકનો ઉપયોગ નાબૂદ કરવા પર, આપણી પ્રોસેસિંગ ક્ષમતાઓ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને સાથે સાથે આપણા બાંધકામ અને ડિમોલેશનના કચરાનું અસરકારક રીતે વ્યવસ્થાપન અને વર્ષો જૂના કચરાના ઢગલાઓના જૈવ-ઉપાય પર પણ ધ્યાન કેન્દ્રિત કરીશું.” છેલ્લા છ વર્ષમાં પ્રાપ્ત થયેલી મૂલ્યવાન સિદ્ધિઓ સાથે, આ મિશન ખરેખરમાં સ્વચ્છ, સ્વસ્થ, સશક્ત અને આત્મનિર્ભર ભારતની દિશામાં દેશની સફરમાં નવું પ્રકરણ આલેખિત કરવાનું સામર્થ્ય ધરાવે છે.
SD/GP/BT
(Release ID: 1661137)
Visitor Counter : 268
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada