સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે સતત 11મા દિવસે 10 લાખથી ઓછા સક્રિય કેસ નોંધાવી સીમાચિહ્ન પાર કર્યું


માત્ર 12 દિવસમાં જ છેલ્લા 10 લાખ દર્દીઓ સાજા થયા

Posted On: 02 OCT 2020 12:09PM by PIB Ahmedabad

ભારતે મહત્ત્વની સિદ્ધિમાં અખંડ સાંકળ રચીને 11 દિવસ સુધી સક્રિય કેસના આંકડા 10 લાખ કરતા ઓછા નોંધવાના સતત વલણને ટકાવી રાખ્યું છે.

આજે સક્રિય કેસની સંખ્યા 9,42,217 છે.

દરરોજ ખૂબ જ મોટી સંખ્યામાં કોવિડ દર્દીઓ સાજા થાય છે, ભારતે ઉચ્ચ સ્તર પ્રમાણે દૈનિક સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધવાનું સતત વલણ પણ ચાલુ રાખ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 78,877 દર્દીઓ સ્વસ્થ થયા છે. આના પરિણામે રાષ્ટ્રીય સાજા થવાના દરમાં સતત વધારો થયો છે, જે હાલમાં 83.70% છે.

ભારતમાં આજે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા  53,52,078 થઇ ગઈ છે. છેલ્લા 10 લાખ દર્દીઓ માત્ર 12 દિવસમાં સાજા થયા છે. આ સાથે, ભારતે વૈશ્વિક સ્તરે સૌથી વધુ સંખ્યામાં સાજા થયેલા કોવિડ દર્દીઓ સાથેનો દેશ હોવા અંગેની સ્થિતિ જાળવી રાખી છે.

સક્રિય કેસના 76.62% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં છે.

આજની તારીખે, સક્રિય કેસ દેશના પોઝિટિવ કેસ ભારણના માત્ર 14.74% ફાળો આપે છે. મહારાષ્ટ્ર 2.5 લાખથી વધુ કેસ સાથે આ યાદીમાં મોખરે છે. કર્ણાટકમાં 1 લાખથી વધુ કેસ છે.

દેશના 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 5,000 થી ઓછા સક્રિય કેસ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 81,484 નવા પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે.

નવા કેસના 78.07% કેસ દાસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત છે. નવા કેસમાં મહારાષ્ટ્રનું 16,000થી વધુનું યોગદાન છે. કર્ણાટકનું આશરે 10,000 કેસનું યોગદાન છે અને કેરળમાં 8,000 થી વધુ કેસ છે.

નવા સાજા થયેલા કેસના 72% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે.

મહારાષ્ટ્રમાં નવા સાજા થયેલા કેસની સૌથી વધુ સંખ્યા છે, ત્યારબાદ આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં વધુ સંખ્યા નોંધાઈ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,095 લોકોના મૃત્યુ નોંધાયા છે.

આ મૃત્યુઆંકમાંથી 83.37% 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

ગઈકાલે નોંધાયેલા 36% મૃત્યુ મહારાષ્ટ્રમાં 394 મૃત્યુ,ત્યારબાદ કર્ણાટકમાં 130 લોકોના મૃત્યુ થયા છે.

 

SD/GP/BT


(Release ID: 1660988) Visitor Counter : 133