પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી ઉત્તરાખંડમાં નમામી ગંગે અભિયાન હેઠળ છ પરિયોજનાઓનો શુભારંભ કરશે


"રોઇંગ ડાઉન ધ ગેન્જીસ" નામનું પુસ્તક પ્રસિદ્ધ કરશે

ગંગા વિશે તૈયાર કરાયેલા વિશિષ્ટ સંગ્રહાલય "ગંગા અવલોકન"નું પણ ઉદઘાટન કરશે

Posted On: 28 SEP 2020 5:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બર, 2020ના રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સ મારફતે નમામી ગંગે હેઠળ છ વિશાળ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે.

આ પરિયોજનાઓમાં 68 MLD STPના બાંધકામ અને હરિદ્વારમાં જગજીતપુર ખાતે પ્રવર્તમાન 27 MLDના આધૂનિકીકરણ તથા હરિદ્વારમાં સરાઇ ખાતે 18 MLD STPના બાંધકામનો સમાવેશ થાય છે. જગજીતપુર ખાતે 68 MLDના ઉદઘાટન સાથે PPPના સંયુક્ત વાર્ષિક ધોરણે હાથ ધરવામાં આવેલી પ્રથમ ગટર પરિયોજના પણ પૂર્ણ થશે.

ઋષિકેશમાં લક્કડઘાટ ખાતે 26 MLD STPનું ઉદઘાટન કરવામાં આવશે.

હરિદ્વાર-ઋષિકેશ ક્ષેત્ર ગંગા નદીમાં નિકાલ થતાં પ્રદૂષિત પાણીનો 80% હિસ્સો ધરાવે છે. આથી, STPsનું ઉદઘાટન ગંગા નદીને સ્વચ્છ રાખવા માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.

મુની કી રેતી નગરમાં, ચંદ્રેશ્વરનગરમાં 7.5 MLD STP દેશમાં 4 માળમાં બાંધવામાં આવેલો પ્રથમ ગંદા પાણીના શુદ્ધીકરણ માટેનો પ્લાન્ટ બનશે, જ્યાં જમીનની ઉપલબ્ધતાની મર્યાદાને અવસરમાં બદલવામાં આવી છે. આ STPનું નિર્માણ 900 SQM પણ ઓછા વિસ્તારમાં કરવામાં આવ્યું છે, જે પ્રકારની ક્ષમતા ધરાવતા STPs જરૂરી વિસ્તારના આશરે 30% જેટલી છે.

પ્રધાનમંત્રી ચોરપાની ખાતે પૂર્ણ થયેલા 5 MLD STP અને બદ્રીનાથ ખાતે 1 MLD અને 0.1 MLDની ક્ષમતાના બે STPsનું પણ ઉદઘાટન કરશે.

ગંગા નદીની નજીક 17 ગંગા નગરોનુ પ્રદૂષણ નિવારવા માટે ઉત્તરાખંડમાં હવે તમામ 30 પરિયોજનાઓ (100%) પૂર્ણ થઇ ચૂકી છે, જે એક નોંધપાત્ર સિદ્ધી છે.

પ્રધાનમંત્રી સંસ્કૃતિ, જૈવવિવિધતા અને ગંગા નદીનો કાયાકલ્પ કરવા માટે હાથ ધરાતી પ્રવૃતિઓને સમર્પિત ગંગા નદી વિશેના પ્રથમ સંગ્રહાલય "ગંગા અવલોકન"નું પણ ઉદઘાટન કરશે. આ સંગ્રહાલય હરિદ્વારના ચાંદી ઘાટ પર સ્થિત છે.

આ કાર્યક્રમમાં સ્વચ્છ ગંગા રાષ્ટ્રીય મિશન અને ભારતીય વન્યજીવ સંસ્થા દ્વારા સહ-પ્રસિદ્ધ કરવામાં આવેલા પુસ્તક "રોઇંગ ડાઉન ધ ગેન્જીસ" પણ પ્રકાશિત કરવામાં આવશે. આ રંગીન પુસ્તક ગંગા નદીની જૈવવિવિધતા અને સંસ્કૃતિનો સમન્વય કરવાનો પ્રયાસ છે. આ પુસ્તક કોઇ વ્યક્તિ ગંગા નદીના ઉદભવ સ્થાન ગૌમુખથી તેના સમુદ્ર સાથે મિલન પહેલા છેલ્લા બિંદુ ગંગા સાગરની સફર કરે ત્યારે તે શું જોઇ શકે છે તેના વિશે ગંગા નદીની પરિકલ્પના રજૂ કરે છે.

પ્રધાનમંત્રી દ્વારા જલ જીવન મિશન અને 'જલ જીવન મિશન અંતર્ગત ગ્રામ પંચાયત અને પાણી સમિતિ માટે માર્ગદર્શિકા' માટે તૈયાર કરાયેલા લોગોનું પણ અનાવરણ કરવામાં આવશે.

કૃપા કરીને આ લિંક પર જોડાઓઃ https://pmevents.ncog.gov.in/

 

SD/GP/BT

 

 


(Release ID: 1659891) Visitor Counter : 271