સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતની સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 50 લાખના સીમાચિહ્નને પાર


છેલ્લા 10 લાખ સાજા થયેલા દર્દીઓની સંખ્યા માત્ર 11 દિવસમાં થઇ છે

સક્રિય કેસ કરતા સાજા થયેલા કેસની સંખ્યા 5 ગણા કરતા વધારે

Posted On: 28 SEP 2020 11:40AM by PIB Ahmedabad

ભારતમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા આજે 50 લાખ (50,16,520)ના સીમાચિહ્નને પાર કરી ગઈ છે.

દરરોજ ખૂબ જ મોટી સંખ્યામાં કોવિડ દર્દીઓ સ્વસ્થ થતાં, ભારતની દૈનિક સાજા થયેલા દર્દીઓની સંખ્યા ઉચ્ચ સ્તરની સંખ્યા નોંધવાનું સતત વલણ ચાલુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 74,893 દર્દીઓ સ્વસ્થ થયા છે.

તાજેતરના ભૂતકાળમાં ભારતમાં દરરોજ 90000થી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ખૂબ જ ઉચ્ચ સ્તરે જોવા મળી છે.

સક્રિય કેસ કરતા સાજા થયેલા કેસની સંખ્યા 5 ગણો વધારો થઈ ગયો છે.

સાજા થયેલા કેસની સંખ્યામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારા સાથે, એક મહિનામાં સાજા થયેલા કેસમાં લગભગ 100% જેટલો વધારો થયો છે.

રાષ્ટ્રીય સાજા થવાનો દર આગળ વધીને 82.58% થયો છે.

15 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ સાજા થવાનો દર દર્શાવે છે.

નવા સાજા થયેલા કેસના 73%  કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ, દિલ્હી, કેરળ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને પંજાબ આ દસ રાજ્યોમાં નોંધાયેલા છે.

સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં 13,000થી વધુ નવા કેસ સાથે મહારાષ્ટ્ર મોખરે છે.

જૂન 2020મા કુલ 1 લાખમાંથી સાજા થયેલા કેસની સંખ્યામાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. જયારે માત્ર 11 દિવસમાં જ 10 લાખ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ છે. 

કેન્દ્ર દ્વારા સંચાલિત અને રાજ્ય અને કેન્દ્રશાસિત રાજ્ય સરકારો દ્વારા અમલમાં મૂકાયેલા માપાંકિત, અસરકારક અને સુસંગત પગલાંની શ્રેણીના માધ્યમથી પ્રશંસાપાત્ર આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઉન્નત તબીબી માળખાકીય સુવિધા, માનક સારવાર પ્રોટોકોલનો અમલ અને ડોકટર, પેરામેડિક્સ અને ફ્રન્ટલાઈન કાર્યકરોના સંપૂર્ણ સમર્પણ અને પ્રતિબદ્ધતાએ સરકારના સમગ્ર’ અભિગમ હેઠળ સર્વાંગી પ્રયત્નોને પૂરક બનાવ્યા છે.

કુલ સાજા થયેલા કેસમાંથી 78% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયેલા છે.

કુલ સાજા થયેલા કેસમાં મહારાષ્ટ્રનું મહત્તમ યોગદાન છે, ત્યારબાદ આંધ્રપ્રદેશ અને તામિલનાડુ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 82,170 નવા પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે.

નવા કેસમાં 79% કેસ દસ રાજ્યોમાં કેન્દ્રિત છે. નવા કેસમાં મહારાષ્ટ્રનું 18,000થી વધુનું યોગદાન છે. કર્ણાટકે 9,000થી વધુનું યોગદાન આપ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 1,039 લોકોના મૃત્યુ નોંધાયા છે.

10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 84% નવા મૃત્યુ નોંધાયા છે. ગઈકાલે નોંધાયેલા કુલ મૃત્યુઆંકના 36% મહારાષ્ટ્રમાં 380 લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારબાદ તામિલનાડુ અને કર્ણાટકમાં અનુક્રમે 80 અને 79 લોકો  મૃત્યુ પામ્યા છે.     

શારીરિક અંતરના ધોરણોનું સખત પાલન, હાથની સ્વચ્છતા અને શ્વસન સંબંધી શિષ્ટાચાર અને સાર્વજનિક સ્થળોએ માસ્ક / ફેસ કવરના ઉપયોગ અંગે વારંવાર યાદ કરવામાં આવે છે.

 

SD/GP/BT

 



(Release ID: 1659721) Visitor Counter : 212