સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે સતત ત્રીજા દિવસે 90,000થી વધુ સાજા થયેલા કેસની સંખ્યા નોંધાવી


સાજા થયેલા કેસની કુલ સંખ્યા 43 લાખની નજીક - વિશ્વમાં સૌથી વધુ

ભારતનો સાજા થવાનો દર 80% ના સીમાચિહ્નને પાર

Posted On: 21 SEP 2020 11:33AM by PIB Ahmedabad

ભારતે 80% કરતા વધુ રાષ્ટ્રીય સાજા થવાના દરના નોંધપાત્ર સીમાચિહ્નને પાર કર્યો છે.

સાજા થયેલા દર્દીઓની સતત વધી સંખ્યાને જાળવી રાખી છે, ભારતે સતત ત્રીજા દિવસે 90,000થી વધુ સાજા થયેલા કેસની સંખ્યા નોંધાવી છે.

છેલ્લા 24 કલાકમાં 93,356 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ સાજા થવાનો દર નોંધાવ્યો છે.

નવા સાજા થયેલા કેસોમાં 79% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના છે.

સાજા થયેલા કુલ કેસ આજે 44 લાખ (43,96,399) ની નજીક છે. સાજા થયેલા કુલ કેસના વૈશ્વિક આંકડામાં ભારત ટોચ પર છે, જે વિશ્વના કુલ 19% કરતા વધારે હિસ્સો ધરાવે છે.

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 



(Release ID: 1657193) Visitor Counter : 190