સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
આરોગ્ય મંત્રાલયે રોગ મુક્ત દર્દીઓ માટે પોસ્ટ કોવિડ વ્યવસ્થાપન અંતર્ગત સ્વસ્થતા જાળવવા સંપૂર્ણ ફોલો-અપ સંભાળ અને સુખાકારી માટેના પ્રોટોકોલ જાહેર કર્યા
Posted On:
13 SEP 2020 2:40PM by PIB Ahmedabad
ભારત સરકાર કોવિડ-19ના રોગચાળાનો સામનો કરવા અને એને નિયંત્રણ રાખવાની કામગીરી રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો સાથે સંકલન અને જોડાણ સાધીને કરી રહી છે. કોવિડ-19 રોગચાળાના નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે કેટલાંક વ્યૂહાત્મક અને સક્રિય પગલાં લેવામાં આવ્યાં છે.
આ જોવામાં આવ્યું છે કે, કોવિડ-19ની તીવ્ર બીમારી પછી સાજા થયેલા દર્દીઓને થાક, શરીરમાં દુઃખાવો, કફ, ગળામાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ વગેરે સહિત વિવિધ ચિહ્નો અને સંકેતો સતત જોવા મળે છે. આ રોગના અતિ ગંભીર સ્વરૂપનો ભોગ બનેલા દર્દીઓ અને અગાઉથી અન્ય બીમારી ધરાવતી વ્યક્તિઓને કોવિડ-19માંથી સંપૂર્ણ સાજા થવામાં વધારે સમય લાગે એવી શક્યતા છે.
કોવિડનો ભોગ બનેલા દર્દીઓ માટે આ રોગમાંથી છૂટકારો મેળવ્યા પછી ફોલો-અપ સારવાર અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની જરૂર છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડમાંથી સાજા થયા પછી સ્વાસ્થ્ય જાળવવા માટેની આચારસંહિતા જાહેર કરી છે. આ આચારસંહિતા બીમારીમાંથી સ્વસ્થ થયેલા દર્દીઓને સ્વસ્થ રહેવા માટે સંપૂર્ણ, સંકલિત અભિગમ પ્રદાન કરે છે, જેને તમે ઘરે રહીને પણ અનુસરી શકો છો.
આ આચારસંહિતા નિવારણાત્મક/સારવાર માટેની પ્રક્રિયા માટે નથી.
- વ્યક્તિગત સ્તરે
- કોવિડમાં ઉચિત વર્તણૂક અને અભિગમ (માસ્કનો ઉપયોગ, હાથની સ્વચ્છતા, શુદ્ધ હવા, શારીરિક અંતર)
- પર્યાપ્ત માત્રામાં હૂંફાળું પાણી પીવું (જો તમારા શરીરને માફક આવે તો)
- રોગપ્રતિકારક સંવર્ધક આયુષ દવાઓ લેવી – આયુષના પ્રેક્ટિશનર દ્વારા પ્રીસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ
- જો સ્વાસ્થ્ય સારું હોય, તો નિયમિત ઘરગથ્થું કામ કરો. તબક્કાવાર રીતે વ્યાવસાયિક કામ ફરી શરૂ કરો.
- હળવી/મધ્યમ કસરત
-
-
- દરરોજ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કરો, સ્વાસ્થ્યને અનુકૂળ હોય એ રીતે અથવા સૂચવ્યાં મુજબ
- ફિઝિશિયન દ્વારા સૂચિત શ્વાસોશ્વાસની કસરત કરો
- અનુકૂળ ઝડપે સવારે કે સાંજે ચાલો.
-
- સંતુલિત પોષક દ્રવ્યો ધરાવતું ભોજન લો, તાજું રાંધેલું ભોજન, જે પચાવવામાં હળવું હોય
- પર્યાપ્ત ઊંઘ અને આરામ મેળવો
- ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન ટાળો
- કોવિડ માટે આપેલી દવાઓ નિયમિત લો અને સાથે સાથે અન્ય રોગો માટેની દવાઓ પણ લો, જો કોઈ હોય તો. તમે જે દવા લેતા હોય એ તમામ દવાઓ (એલોપેથિક/આયુષ) વિશે ડૉક્ટરને હંમેશા જાણકારી આપો, જેથી પ્રીસ્ક્રિપ્શન ઇન્ટરેક્શન ટાળી શકાય
- ઘર સ્વાસ્થ્ય પર જાતે નજર રાખો – તાપમાન, લોહીનું દબાણ, લોહીમાં શુગર (ખાસ, જો તમે ડાયાબીટિસથી પીડિત હોવ તો), પલ્સ ઓક્સિમેટ્રી વગેરે (જો ડૉક્ટરે સલાહ આપી હોય તો)
- જો સતત સૂકો કફ/ગળામાં બળતરા રહે, તો મીઠાના પાણીના કોગળા કરો અને નાસ લો. કોગળા કરવા કે નાસ લેવા વધારાની જડીબુટ્ટીઓ કે મસાલા ઉમેરો. ડૉક્ટર કે આયુષના પ્રેક્ટિશનરે સલાહ આપી હોય તો કફની દવા લેવી જોઈએ
- અતિ તાવ, શ્વાસોશ્વાસમાં મુશ્કેલી, Sp02 < 95%, છાતીમાં સમજાય નહીં તેવો દુઃખાવો, મૂંઝવણ, નબળાઈ જેવા ચિહ્નો પર તાત્કાલિક ધ્યાન આપો. આ પ્રાથમિક ચિહ્નો છે
- સામુદાયિક સ્તરે
- સાજી થયેલી વ્યક્તિઓએ એમના મિત્રો અને સગાસંબંધીઓને સોશિયલ મીડિયા, સામુદાયિક આગેવાનો, પ્રભાવશાળી આગેવાનો, ધાર્મિક આગેવાનો સાથે તેમના સકારાત્મક અનુભવો વહેંચવા, જેથી લોકો વચ્ચે જાગૃતિ આવે, ખોટી ધારણાઓ તૂટે અને લોકો સંકોચ ન અનુભવે
- સાજા થવા અને પુનર્વસનની પ્રક્રિયાઓ (તબીબી, સામાજિક, રોજગારલક્ષી, આજીવિકા) માટે સમુદાય આધારિત સ્વયંસહાય જૂથો, નાગરિક સમાજ સંસ્થાઓ અને લાયકાત ધરાવતા વ્યાવસાયિકોનો ટેકો લો
- સાથીદારો, સામુદાયિક આરોગ્ય કાર્યકર્તાઓ, સલાહકારો પાસેથી માનસિક-સામાજિક ટેકો મેળવો. જો જરૂર પડે, તો માનસિક સ્વાસ્થ્ય માટે ટેકો લો
- જ્યારે યોગા, ધ્યાન વગેરે જેવી જૂથમાં થતી પ્રવૃત્તિઓમાં સામેલ થાવ, ત્યારે શારીરિક અંતર જેવી તમામ ઉચિત સાવચેતીઓ જાળવો.
- હેલ્થકેર સુવિધા સંકુલમાં
- સૌપ્રથમ ફોલો-અપ વિઝિટ (ફિઝિકલ/ટેલીફોનિક) રજા મળ્યા પછી 7 દિવસની અંદર લો, ખાસ કરીને જ્યાં સારવાર લીધી હોય એ જ હોસ્પિટલમાં
- પછીની સારવાર/ફોલો અપ મુલાકાતો નજીકના માન્યતા પ્રાપ્ત એલોપેથિક/આયુષ પ્રેક્ટિશનર/મેડિકલ સુવિધાની લઈ શકો છો, જે તબીબી સારવારની અન્ય વ્યવસ્થાઓ ધરાવે છે. એકસાથે વધારે સારવાર ટાળો, જેથી વિવિધ દવાઓનો સમન્વય થવાથી અનિચ્છિત પરિણામો ન મળે, જેનાથી ગંભીર નુકસાનકારક ઘટનાઓ (એસએઇ) અથવા નુકસાનકારક અસરો (એઇ) થઈ શકે છે
- જો ઘરે આઇસોલેશનમાંથી પસાર થતા દર્દીઓમાં રોગના ચિહ્નો સતત જોવા મળે, તો નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો.
- ગંભીર કેસોમાં તાત્કાલિક સારવારની જરૂર હોય છે, જે માટે વધારે ચુસ્ત ફોલોઅપની જરૂર પડશે.
SD/GP/BT
(Release ID: 1653841)
Visitor Counter : 455
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam