PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 08 SEP 2020 6:30PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 08-09-2020

 

 

 

  • ભારતે કુલ પાંચ કરોડ કોવિડ પરીક્ષણો કરી નવી સિદ્ધિ હાંસલ કરી
  • પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો વધીને આજે 36,703 એ પહોંચ્યા
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ઇ સંજીવનીટેલિમેડિસિન સર્વિસે 3 લાખ ટેલી-પરામર્શ નોંધાવ્યા
  • છેલ્લા 20 દિવસમાં 1 લાખ ટેલિ-પરામર્શ કરવામાં આવ્યા

 

 

 

 (છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

 

 

 

ભારતે કુલ પાંચ કરોડ કોવિડ પરીક્ષણો કરી નવી સિદ્ધિ હાંસલ કરી, પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો વધીને આજે 36,703 એ પહોંચ્યા

આક્રમક અને વ્યાપક પરીક્ષણે કોવિડ રોગચાળા સામે ભારતની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિબંધિત કરી છે. ભારતે વધુ એક નવી સિદ્ધિ હાંસલ કરી - સંચિત પરીક્ષણો આજે 5 કરોડને પાર થઈ ગયા છે. ભારતે જાન્યુઆરી 2020માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેની લેબમાંથી ફક્ત એક જ પરીક્ષણ શરૂઆત કરી હતી જે આજ સુધી 5,06,50,128 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં કરવામાં આવેલા 10,98,621 પરીક્ષણોએ દેશમાં વિસ્તૃત પરીક્ષણ ક્ષમતાની પુષ્ટિ આપી છે. સરેરાશ દૈનિક પરીક્ષણોમાં (અઠવાડિયા મુજબ) સતત વધારો થઇ રહ્યો છે. જુલાઈના ત્રીજા અઠવાડિયા (3,26,971) થી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા (10,46,470) સુધીમાં 3.2 ગણા થઇ ગયા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652220

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ઇ સંજીવનીટેલિમેડિસિન સર્વિસે 3 લાખ ટેલી-પરામર્શ નોંધાવ્યા, છેલ્લા 20 દિવસમાં 1 લાખ ટેલિ-પરામર્શ કરવામાં આવ્યા

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652246

 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ- અત્યાર સુધીમાં થયેલી પ્રગતિ, 42 કરોડથી વધુ ગરીબ લોકોએ PMGKP હેઠળ રૂ. 68,820 કરોડની આર્થિક સહાય પ્રાપ્ત કરી

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રૂ. 1.70 લાખ કરોડના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP)ના ભાગરૂપે, સરકારે મહિલાઓ અને ગરીબ વરિષ્ઠ નાગરિકો તેમજ ખેડૂતોને વિનામૂલ્યે ખાદ્યાન્ન અને રોકડ સહાયતા આપવાની જાહેરાત કરી છે. આ પેકેજનું ખૂબ ઝડપથી અમલીકરણ થઇ રહ્યું છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા સમગ્ર કામગીરી પર દેખરેખ રાખવામાં આવી રહી છે. અંદાજે 42 કરોડ ગરીબો લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત રૂ. 68,820 કરોડની આર્થિક સહાયતા પ્રાપ્ત થઇ છે. રૂ. 17,891 કરોડ PM-KISAN અંતર્ગત 8.94 કરોડ લાભાર્થીઓને પ્રથમ હપતા તરીકે અગ્રતા સાથે આપવા માટે ફાળવવામાં આવ્યા. 20.65 કરોડ (100%) મહિલા જન ધન ખાતાં ધારકોના બેંક ખાતાંમાં પ્રથમ હપતા તરીકે રૂ. 10,325 કરોડ જમા કરાવવામાં આવ્યા. 20.63 કરોડ (100%) મહિલા જન ધન ખાતાં ધારકોના બેંક ખાતાંમાં બીજા હપતા તરીકે રૂ. 10,315 કરોડ જમા કરાવવામાં આવ્યા. 20.62 કરોડ (100%) મહિલા જન ધન ખાતાં ધારકોના બેંક ખાતાંમાં ત્રીજા હપતા તરીકે રૂ. 10,312 કરોડ જમા કરાવવામાં આવ્યા. અંદાજે 2.81 કરોડ વૃદ્ધ નાગરિકો, વિધવાઓ અને દિવ્યાંગ લોકોને બે હપતામાં કુલ રૂ. 2,814.5 કરોડ ચુકવવામાં આવ્યા. તમામ 2.81 કરોડ લાભાર્થીઓને બે હપતામાં આ રકમ તેમના ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવી. ભવન નિર્માણ અને બાંધકામ પ્રવૃત્તિઓમાં જોડાયેલા 1.82 કરોડ શ્રમિકોને રૂ. 4,987.18 કરોડની રકમ આર્થિક સહાય પેટે ચુકવવામાં આવી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652231

 

નોઈડામાં ઇએસઆઈસી હોસ્પિટલ અને ડિસ્પેન્સરીઝમાં કથિત અયોગ્ય સેવાઓ અંગેના અહેવાલ વિષે ESIC એ સ્પષ્ટતા કરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652239

 

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ ભારતીય રેલ્વે 4 સપ્ટેમ્બર, 2020 સુધીમાં 8,09,000 થી વધુ માનવ દિવસની રોજગારી ઉત્પન્ન કરી છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652266

 

કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહ કહ્યું કે, કોવિડ પછીના સમયમાં અર્થતંત્ર માટે ઇન્ડિયન મર્ચન્ટસ ચેમ્બર્સની ભૂમિકા નિર્ણાયક છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652079

 

ઇપીએફઓએ 1 લી એપ્રિલથી રોગચાળા દરમિયાન 94.41 લાખ દાવાઓની પતાવટ કરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1652291

 

 

 

 

FACTCHECK

 

 

 



(Release ID: 1652465) Visitor Counter : 254