સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ 12 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોનો સાજા થવાનો દર વધુ
સતત છઠ્ઠા દિવસે ભારતમાં દૈનિક 60 હજારથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ
સાજા થયેલા કેસની સંખ્યા સક્રિય કેસ કરતા 2.1 મિલિયનથી વધુ
પોસ્ટેડ ઓન:
02 SEP 2020 4:57PM by PIB Ahmedabad
ભારતમાં આજ સુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 29 લાખ (29,01,908) ને પાર થઇ ગઈ છે.
અગાઉ 22 દિવસમાં નોંધાયેલી 10 લાખ સાજા થયેલા દર્દીઓની સંખ્યાની સરખામણીમાં છેલ્લા 10 લાખ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ફક્ત 17 દિવસમાં નોંધાઈ છે.
કોવિડ-19 સંક્રમણ અંગે ભારતના સંચાલનની નોંધપાત્ર વિશેષતા એ સાજા થયેલા દર્દીઓનો વધતો દર છે. ભારત સાજા થયેલા દર્દીઓના વધતા જતા દરને જાળવી રાખતું હોવાથી, મોટી સંખ્યામાં દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે અને તેમને હોસ્પિટલો અને હોમ આઇસોલેશનમાંથી રજા આપવામાં આવી રહી છે.
મે 2020થી સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં 58 ગણો વધારો થયો છે.
12 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોએ રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ સાજા થવાનો દર નોંધાવ્યો છે. માત્ર બે રાજ્યો મહારાષ્ટ્ર અને તામિલનાડુ કુલ સાજા થયેલાંના દર્દીઓનો 30% હિસ્સો ધરાવે છે.
છેલ્લા ઘણા મહિનાઓથી સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જેમ-જેમ દૈનિક સાજા થયેલાઓની સંખ્યા વધતી જાય છે તેમ-તેમ સતત છઠ્ઠા દિવસે ભારતે દૈનિક 60 હજારથી વધુ સાજા થયેલાઓની સંખ્યાની નોંધણી કરી છે. છેલ્લા 24 કલાકમાં 62,026 સાજા થયેલા કેસના લીધે કોવિડ-19 દર્દીઓમાં ભારતનો સાજા થવાનો દર વધુ સુધારણા સાથે 76.98% થયો છે. આ આંકડો સતત પ્રગતિ દર્શાવે છે.
સક્રિય કેસની સરખામણીએ સાજા થયેલા કેસની સંખ્યા 21 લાખથી વધુ થઈ ગઈ છે. જુલાઈના પહેલા અઠવાડિયાથી ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સરેરાશ સાપ્તાહિક રિકવરીમાં 4 ગણાથી વધુનો ઉછાળો આવ્યો છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
SD/BT
(રીલીઝ આઈડી: 1650846)
મુલાકાતી સંખ્યા : 267
આ રીલીઝ વાંચો:
English
,
Marathi
,
हिन्दी
,
Punjabi
,
Telugu
,
Malayalam
,
Assamese
,
Bengali
,
Urdu
,
Manipuri
,
Tamil