સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં કુલ 4.33 કરોડ પરીક્ષણોમાંથી, 1.22 કરોડથી વધુ પરીક્ષણો છેલ્લા 2 અઠવાડિયામાં કરવામાં આવ્યા


છેલ્લા 24 કલાકમાં 10 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા

રાષ્ટ્રીય સરેરાશ કરતા 22 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનો TPM વધુ સારો

Posted On: 01 SEP 2020 3:11PM by PIB Ahmedabad

ટેસ્ટ, ટ્રેક, ટ્રીટની કેન્દ્રની આગેવાની હેઠળની વ્યૂહરચનાની સાથે માર્ગદર્શક સિદ્ધાંત મુજબ રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રો દ્વારા સઘન પરીક્ષણ કરવામાં આવ્યું છે. સતત ઉચ્ચ સ્તરનું પરીક્ષણ પ્રારંભિક નિદાન અને સાજા થયેલાઓની વધુ સંખ્યા તરફ દોરી જાય છે.

આ સિદ્ધાંતને પગલે ભારતના સંચિત પરીક્ષણો આજે 4.3 કરોડ (4,33,24,834) ને પાર થઇ ગયા છે, એકમાત્ર છેલ્લા બે અઠવાડિયામાં 1,22,66,514 પરીક્ષણો કરવામાં આવ્યા હતા.

રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો ક્રમિક રીતે તેમની પરીક્ષણ ક્ષમતામાં વધારો કરી રહ્યા છે. પરીક્ષણોની એકંદર સંખ્યામાં મહત્તમ ફાળો આપનારા રાજ્યોમાં તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ ત્રણ રાજ્યોમાં કુલ પરીક્ષણના લગભગ 34% જેટલા પરીક્ષણો થયા છે.

ભારતની દૈનિક પરીક્ષણ ક્ષમતા 10 લાખ પરીક્ષણોને પાર થઇ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 10,16,920 પરીક્ષણો કરવામાં આવ્યા હતા.

સરેરાશ સાપ્તાહિક પરીક્ષણોની સંખ્યામાં સતત વૃદ્ધિ થઈ છે. જાન્યુઆરી 2020ના પહેલા અઠવાડિયાથી સાપ્તાહિક સરેરાશ પરીક્ષણો 4 ગણાથી વધુ થઈ છે.

વિસ્તૃત ડાયગ્નોસ્ટિક લેબ નેટવર્ક અને દેશભરમાં સરળ પરીક્ષણ માટેની સુવિધાએ નોંધપાત્ર વેગ આપ્યો છે. પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (TPM) માં પણ 31,394 નો તીવ્ર વધારો થયો છે.

22 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ સારો TPM છે. ગોવા, દિલ્હી, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં એક દિવસમાં મહત્તમ પરીક્ષણો નોંધાયા છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

SD/GP/BT



(Release ID: 1650395) Visitor Counter : 212