ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન શ્રી પ્રણવ મુખરજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો


“પ્રણવ દા એ ખૂબ અનુભવી નેતા હતા જેમણે દેશની ખૂબ જ નિષ્ઠાથી સેવા કરી; તેમની પ્રતિષ્ઠિત કારકિર્દી સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.”

“પ્રણવ દાનું જીવન તથા તેમની દોષરહિત સેવા અને આપણી માતૃભૂમિ માટે તેમનું અવિસ્મરણીય પ્રદાન, હંમેશાં યાદ રહેશે. તેમના અવસાનથી ભારતીય રાજનીતિમાં મોટી ખોટ પડી છે."

Posted On: 31 AUG 2020 7:34PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન શ્રી પ્રણવ મુખર્જીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વિટમાં શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન શ્રી પ્રણવ મુખરજીના અવસાનથી ખૂબ દુઃખની લાગણી અનુભવુ છું."

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું, “તેઓ એક ખૂબ જ અનુભવી નેતા હતા જેમણે દેશની ખૂબ જ નિષ્ઠાથી સેવા કરી હતી. પ્રણવ દાની પ્રતિષ્ઠિત કારકિર્દી સમગ્ર દેશ માટે ખૂબ ગર્વની વાત છે.

શ્રી અમિત શાહે કહ્યું કે, “પ્રણવ દાનું જીવન તથા તેમની દોષરહિત સેવા અને આપણી માતૃભૂમિ માટે તેમનું અવિસ્મરણીય પ્રદાન, હંમેશાં યાદ રહેશે. તેમના નિધનથી ભારતીય રાજનીતિમાં મોટી ખોટ પડી છે. આ પૂરી ના કરી શકાય એવી ખોટ અંગે તેમના પરિવારજનો અને સમર્થકો સાથે મારી સંવેદના છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.

Deeply anguished on the passing away of former President of India, Bharat Ratna Shri Pranab Mukherjee ji. He was a vastly experienced leader who served the nation with utmost devotion. Pranab da’s distinguished career is a matter of great pride for the entire country.

— Amit Shah (@AmitShah) August 31, 2020

Pranab Da's life will always be cherished for his impeccable service and indelible contribution to our motherland. His demise has left a huge void in Indian polity. My sincerest condolences are with his family and followers on this irreparable loss. Om Shanti Shanti Shanti

— Amit Shah (@AmitShah) August 31, 2020

 

SD/GP/BT 



(Release ID: 1650224) Visitor Counter : 186