સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે પોતાનો સાજા થવાનો ઉંચો દર જાળવી રાખ્યો છે: કુલ સાજા થયેલા કેસની સંખ્યા 27 લાખને પાર


સક્રિય કેસ કરતા સાજા થયેલા કેસ 3.5 ગણા વધારે

Posted On: 30 AUG 2020 2:08PM by PIB Ahmedabad

વધુ દર્દીઓ સ્વસ્થ થતાં અને હોસ્પિટલો અને હોમ આઇસોલેશન (હળવા અને મધ્યમ કેસના કિસ્સામાં)માંથી રજા મળવાના કારણે ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા કેસની કુલ સંખ્યા આજે 27 લાખને પાર થઇ ગઈ છે. 27,13,933 દર્દીઓ સ્વસ્થ થયા છે. કેન્દ્ર દ્વારા સઘન પરીક્ષણ અને આગેવાની નીતિના અસરકારક અમલીકરણ તથા નજીકના સંપર્કોની સમયસર દેખરેખ દ્વારા વ્યાપકપણે ટ્રેકિંગ અને દેશભરમાં તબીબી સંભાળના વિસ્તૃત વિસ્તરણ દ્વારા અસરકારક રીતે સારવાર થઇ શકી છે.

છેલ્લા 24 કલાકમાં 64,935 દર્દીઓ સ્વસ્થ થતા, ભારતમાં કોવિડ -19 દર્દીઓનો સાજા થવાનો દર સુધરીને 76.61% થયો છે અને તે સતત પ્રગતિ દર્શાવે છે. છેલ્લા ઘણા મહિનાઓથી સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

ભારતમાં આજે સાજા થયેલા કેસ સક્રિય કેસ કરતાં 3.55 ગણા થઇ ગયા છે.

સક્રિય કેસની (765302, જે સક્રિય તબીબી સંભાળ હેઠળ છે) સરખામણીએ કરીએ તો ભારતમાં લગભગ 19.5 લાખ (19,48,631) સાજા થયેલા કેસની સંખ્યા નોંધાઈ છે. વિક્રમજનક રીતે ઊંચા સાજા થવાના દરે સુનિશ્ચિત કર્યું છે કે દેશનું વાસ્તવિક કેસ ભારણ અર્થાત સક્રિય કેસમાં ઘટાડો થવાનું ચાલુ છે અને હાલમાં કુલ પોઝિટિવ કેસના ફક્ત 21.60% છે. પરિણામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા અને સક્રિય કેસ વચ્ચેના અંતરને ઝડપથી વધારવામાં મદદ મળી છે.

મૃત્યુદરને નીચો રાખવામાં અને તેના સતત નીચે જતા વલણને ધ્યાનમાં રાખીને ઘણાં સાકલ્યવાદી ઉપાયો દ્વારા ગંભીર દર્દીઓની સમયસર અને અસરકારક તબીબી વ્યવસ્થાપને મહત્વની ભૂમિકા ભજવી છે. પરિણામે આજે તે દર ઘટીને 1.79% થઇ ગયો છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/BT

 



(Release ID: 1649788) Visitor Counter : 206