પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 'રાષ્ટ્રીય ખેલ દિવસ' નિમિત્તે ખેલાડીઓને શુભેચ્છા પાઠવી; મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
29 AUG 2020 10:37AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'રાષ્ટ્રીય ખેલ દિવસ' નિમિત્તે રમતવીરોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ ભારતીય હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું, "રાષ્ટ્રીય ખેલ દિવસ તે બધા અનુકરણીય રમતવીરોની નોંધપાત્ર સિદ્ધિઓની ઉજવણી કરવાનો દિવસ છે કે જેમણે વિવિધ રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને સાથે જ આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. આ બધા જ ખેલાડીઓની દ્રઢતા અને સંકલ્પ શક્તિ ઉત્કૃષ્ટ છે.
આજે રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે આપણે મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, જેમનો હોકી સ્ટિક સાથેનો જાદુ કાયમ અવિસ્મરણીય રહેશે.
આપણા પ્રતિભાશાળી રમતવીરોની સફળતા પ્રત્યે તેમના પરિવારજનો, કોચ અને સપોર્ટ સ્ટાફ દ્વારા આપવામાં આવેલા ઉત્તમ સહયોગની પ્રશંસા કરવાનો પણ આ દિવસ છે.
ભારત સરકાર રમતગમતને લોકપ્રિય બનાવવા અને રમતગમતની પ્રતિભાને ટેકો આપવા માટે અસંખ્ય પ્રયત્નો કરી રહી છે. આ સાથે જ, હું દરેકને રમત અને ફિટનેસ કસરતોને તેમના રોજિંદા કાર્યનો ભાગ બનાવવાની વિનંતી કરું છું. આમ કરવાથી ઘણા ફાયદા થાય છે. બધા જ સુખી અને સ્વસ્થ રહે!"
#NationalSportsDay is a day to celebrate the remarkable achievements of all those exemplary sportspersons who have represented India in various sports and made our nation proud. Their tenacity and determination are outstanding.
— Narendra Modi (@narendramodi) August 29, 2020
SD/GP/BT
(Release ID: 1649461)
Visitor Counter : 261
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam