પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી આવતીકાલે રાણી લક્ષ્મીબાઈ સેન્ટ્રલ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીની કોલેજ અને વહીવટી વિભાગના ભવનનું ઉદઘાટન કરશે
प्रविष्टि तिथि:
28 AUG 2020 8:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 1230 વાગ્યે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાણી લક્ષ્મીબાઈ સેન્ટ્રલ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીની કોલેજ અને વહીવટી વિભાગના ભવનનું ઉદઘાટન કરશે.
આરએલબી સેન્ટ્રલ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી ઝાંસીમાં સ્થિત છે અને બુંદેલખંડ ક્ષેત્રની એક અગ્રણી સંસ્થા છે.
યુનિવર્સિટીએ 2014-15માં તેનું પ્રથમ શૈક્ષણિક સત્ર શરૂ કર્યું અને તે કૃષિ, બાગાયત અને વનીકરણમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો પૂરા પાડે છે.
તે વર્તમાનમાં ઇન્ડિયન ગ્રાસલેન્ડ એન્ડ ફોડર રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઝાંસીથી કાર્યરત છે કારણ કે મુખ્ય ઇમારતો તૈયાર થઈ રહી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે.
SD/GP/BT
(रिलीज़ आईडी: 1649380)
आगंतुक पटल : 240
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam