પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પીએમ-જેડીવાયના સફળતાપૂર્વક 6 વર્ષ પૂરા થવા પર ખુશી વ્યક્ત કરી
प्रविष्टि तिथि:
28 AUG 2020 11:03AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન ધન યોજનાના સફળતાપૂર્વક 6 વર્ષ પૂરા થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પીએમ-જેડીવાયને સફળ બનાવવા માટે અથાક મહેનત કરનારા તમામ લોકોને બિરદાવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું, "આજથી છ વર્ષ પહેલા પ્રધાનમંત્રી જન ધન યોજનાને બેંક ખાતા ના ધરાવતા લોકોને બેન્કિંગ પ્રણાલી સાથે જોડાવાના મહત્વાકાંક્ષી હેતુથી શરૂ કરવામાં આવી હતી. આ પહેલ પરિવર્તનશીલ રહી છે, જેણે કરોડો લોકોને ફાયદો પહોંચાડતી, ગરીબી હટાવવાની પહેલના પાયા તરીકે સેવા આપી છે.
પ્રધાનમંત્રી જન ધન યોજનાના લીધે ઘણા પરિવારોનું ભાવિ સુરક્ષિત થઈ ગયું છે. લાભાર્થીઓનું વધુ પ્રમાણ ગ્રામીણ વિસ્તારોમાંથી છે અને મહિલાઓ છે. પીએમ-જેડીવાયને સફળ બનાવવા માટે અથાક મહેનત કરનાર તમામના હું પણ વખાણ કરું છું."
SD/GP/BT
(रिलीज़ आईडी: 1649155)
आगंतुक पटल : 262
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam