સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
8 લાખથી વધુના પરીક્ષણ કરવાની દૈનિક કાર્યવાહી સાથે ભારતમાં 3.5 કરોડથી વધુનું પરીક્ષણ કરવામાં આવ્યું
પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (TPM) વધીને આજે 25,574 ને પાર
Posted On:
23 AUG 2020 1:30PM by PIB Ahmedabad
પુણેમા માત્ર એક જ લેબમાં જાન્યુઆરી 2020માં ફક્ત 1 પરીક્ષણથી શરૂ કરતા ભારતે આજે 3.5 કરોડથી વધુના સંચિત પરીક્ષણોની સંખ્યાને વટાવી દીઘી છે. છેલ્લાં છ દિવસથી સતત 8 લાખથી વધુ પરીક્ષણોની તેમજ છેલ્લા 24 કલાકમાં 8,01,147 કોવિડ-19 પરીક્ષણો સાથે કુલ આંક 3,52,92,220 ને સ્પર્શી ગયો છે.
પરીક્ષણમાં વધારો કેન્દ્રિત અને ક્રમિક અભિગમ દ્વારા તથા કેન્દ્રની સઘન પરીક્ષણ વ્યૂહરચનાના અસરકારક અમલીકરણનું પરિણામ છે.
છેલ્લા ત્રણ સપ્તાહ દરમિયાન સરેરાશ વધતા દૈનિક પરીક્ષણો દેશભરમાં કોવિડ-19 પરીક્ષણોની વૃદ્ધિમાં થયેલી પ્રગતિનો મજબૂત ચિતાર રજૂ કરે છે.
દૈનિક પરીક્ષણમાં વધારો એ સરેરાશ દૈનિક પોઝિટિવિટી દરમાં ઘટાડાને અનુસરે છે.
“ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ” નીતિ પર સખત ધ્યાન કેન્દ્રિત રાખીને, પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો આજે 25,574 ની સપાટીએ પહોંચ્યા છે. સઘન પરીક્ષણ દ્વારા જ પોઝિટિવ કેસ ઓળખી શકાય છે, તેમના સંપર્કોની સમયસર ભાળ કરવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે અલગ પાડીને તેમજ ગંભીર અને તીવ્ર લક્ષણોવાળા દર્દીઓએ જરૂરી તબીબી સારવાર પૂરી પાડી છે.
પરીક્ષણ વ્યૂહરચના પણ રાષ્ટ્રીય લેબોરેટરી નેટવર્કની સતત વૃદ્ધિ સુનિશ્ચિત કરે છે. આજે, સરકારી ક્ષેત્રમાં 983 લેબ અને 532 ખાનગી લેબ્સ સાથે, 1515 લેબ્સ લોકોને વ્યાપક પરીક્ષણ સુવિધાઓ આપી રહી છે. આમાં સામેલ છે:
• રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 780 (સરકારી: 458 + ખાનગી: 322)
• TrueNat આધારિત પરીક્ષણની લેબ: 617 (સરકારી: 491 + ખાનગી: 126)
• CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 118 (સરકારી: 34 + ખાનગી: 84)
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
SD/BT
(Release ID: 1648089)
Visitor Counter : 225
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Odia
,
Telugu
,
Malayalam