સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધુ એક વિક્રમ નોંધાવ્યો


છેલ્લા 24 કલાકમાં 62,282 દર્દીઓ સાજા થયા

સક્રિય કેસમાં ઘટાડો અને સાજા થવાના કેસમાં વધારો

Posted On: 21 AUG 2020 12:37PM by PIB Ahmedabad

એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યાની નોંધણીના પથ પર અગ્રેસર રહીને, ભારતે વધુ એક વખત કોવિડ-19માંથી એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાવીને અન્ય એક સીમાચિન્હ પાર કર્યું. છેલ્લા 24 કલાકમાં 62,282 દર્દીઓ સાજા સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

વધુ દર્દીઓ સ્વસ્થ થતાં અને હોસ્પિટલો અને હોમ આઈસોલેશન (હળવા અને મધ્યમ લક્ષણોના કેસના કિસ્સામાં)માંથી રજા મળતા કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા આજે લગભગ 21.5 લાખ (21,58,946)ને પાર પહોંચી ગઈ છે. સક્રિય કોવિડ-19 કેસ અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા વચ્ચેનું અંતર પણ વધીને આજે 14,66,918 થઈ ગયું છે. સતત વધી રહેલ સાજા થયેલા દર્દીઓની સંખ્યાને લીધે સાજા થવાના દરમાં પધ્ધતિસરનો વધારો થયો છે અને સાથે જ સક્રિય કેસની ટકાવારીમાં પણ ઘટાડો થયો છે.  

વધુ સંખ્યામાં દર્દીઓ સાજા થતા, ભારતમાં સાજા થવાનો દર વધીને 74% (74.28%) થયો છે, જે વધુને વધુ દર્દીઓના સાજા થવાના પ્રમાણને સુનિશ્ચિત કરે છે.

33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાજા થવાનો દર 50%થી વધુ હોવાનું નોંધાતા, આ દરને વધુ આધાર પ્રાપ્ત થયો છે.

વર્તમાન સક્રિય કેસ (6,92,028) એ દેશમાં વાસ્તવિક કેસનું ભારણ છે. છેલ્લા 24 કલાકમાં વધુ ઘટાડો નોંધાતા, તે આજે કુલ પોઝિટીવ કેસના 23.82% છે. આ તમામ કેસ સક્રિય તબીબી દેખરેખ હેઠળ છે.

હોસ્પિટલમાં વધુ ધ્યાન કેન્દ્રિત સુધારેલ અને અસરકારક તબીબી સારવાર, દેખરેખ હેઠળ હોમ અઈસોલેશન, નોન-ઇન્વેઝીવ ઓક્સિજન સપોર્ટનો ઉપયોગ, દર્દીઓને તાત્કાલિક અને સમયસરની સારવાર માટે લઈ જવા સુધારેલી એમ્બ્યુલન્સ સેવાઓ, દિલ્હીની એઈમ્સ દ્વારા ટેલી-પરામર્શ થકી કોવિડ-19 દર્દીઓની સારવાર કરતા ડોકટરોને યોગ્ય તકનીકી માર્ગદર્શન આપી તેમની તબીબી કુશળતામાં વધારો કરવો, વગેરે સુવિધાઓએ દર્દીઓના કુશળ વ્યવસ્થાપનને સુનિશ્ચિત કર્યું છે. આ સુવિધાઓએ ભારતમાં વૈશ્વિક સરેરાશ કરતા ઓછો મૃત્યુદર સુનિશ્ચિત કર્યો છે. જે સતત સકારાત્મક દિશામાં ઘટીને રહ્યો છે અને વર્તમાનમાં તે 1.89% છે. 

રોગની ઓળખ માટે છેલ્લા 24 કલાકમાં 8,05,985 નમુનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરિણામે સંચિત પરીક્ષણોની સંખ્યા 3,3,467,237 થઈ ગઈ છે.

દેશમાં પરીક્ષણ લાબેરેટરીનું નેટવર્ક સતત મજબૂત થઈ રહ્યું છે. આજે દેશમાં કુલ 1504 લેબોરેટરી કાર્યરત છે, જેમાં 978 સરકારી ક્ષેત્રમાં અને 526 ખાનગી ક્ષેત્રમાં કાર્યરત છે. આમાં સામેલ છે:

  • રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 772 (સરકારી: 453 + ખાનગી: 319)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબ: 614 (સરકારી: 491 + ખાનગી: 123)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 118 (સરકારી: 34 + ખાનગી: 84)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/BT 


(Release ID: 1647558) Visitor Counter : 182