સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 57,584 દર્દીઓ સાજા થયાની નોંધણી થઇ


સાજા થવાનો દર 72%થી વધુ

ટૂંકમાં સમયમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 20 લાખને પાર થશે

Posted On: 17 AUG 2020 1:46PM by PIB Ahmedabad

ભારત દ્રઢ મનોબળ સાથે સાજા થયેલ દર્દીઓની સંખ્યામાં દરરોજ આગળ કૂચ કરી રહ્યું છે. આજે દેશમાં એક દિવસમાં સૌથી વધુ દર્દીઓ સાજા થયાનું નોંધાયું, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19માંથી 57,584 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ સિદ્ધિએ ભારતને સાજા થવના દરને 72%થી વધુના સીમાચિન્હને પાર કરવા પ્રોત્સાહિત કરી છે. આ અસરકારક કન્ટેઈનમેન્ટ વ્યૂહરચના, સઘન અને વ્યાપક પરીક્ષણ તેમજ ગંભીર દર્દીઓના માનક ક્લિનીકલ વ્યવસ્થાપનના સફળ અને સંકલિત અમલીકરણનું પરિણામ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) ના ક્લિનીકલ વ્યવસ્થાપન પ્રોટોકોલમાં જણવ્યા મુજબ હળવા, મધ્યમ અને ગંભીર એવા કોવિડ-19 દર્દીઓના અલગ વર્ગીકરણ માટે ભારત દેખરેખ પ્રોટોકોલના ધોરણોનું ચુસ્તપણે પાલન કર્યું છે. અસરકારક ક્લિનીકલ વ્યવસ્થાપનની વ્યુહરચનાઓએ સકારાત્મક પરિણામો દર્શાવ્યા છે.

વધુ દર્દીઓ સાજા થતા અને તેમને હોસ્પિટલ અને હોમ અઈસોલેશન (હળવા અને મધ્યમ કેસના કિસ્સામાં) માંથી રજા મળતા, ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 20 લાખ (19,19,842) ને નજીક પહોંચી ગઈ છે. આથી એ સુનિશ્ચિત થયું છે કે સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર વધુ લાંબુ થઈ રહ્યું છે. જે આજે 12,42,942 થઈ ગયું છે.

દેશમાં વાસ્તવિક કેસનું ભારણ જે સક્રિય કેસ (આજ રોજ 6,76,900) છે તે સતત ઘટી રહ્યા છે અને વર્તમાનમાં ઘટીને કુલ પોઝિટીવ કેસના માત્ર 25.57% છે. કેસના લક્ષણોની ત્વરિત ઓળખ થવાના કારણે હળવા અને મધ્યમ લક્ષણના કેસમાં હોમ અઈસોલેશન અને ગંભીર અને વધુ તીવ્ર લક્ષણના કેસમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં સમયસર અને ઝડપી મદદ મળી છે, જે કેસના સમયસર અને અસરકારક વ્યવસ્થાપનને સુનિશ્ચિત કરે છે. મૃત્યુદર હજુ ઘટીને આજે 1.92% એ પહોંચી ગયો છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/BT 


(Release ID: 1646419) Visitor Counter : 206