PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
16 AUG 2020 6:25PM by PIB Ahmedabad

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતની ગણના વિશ્વભરમાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં થઈ, ભારતમાં મૃત્યુદર ઘટીને 2%ની નીચે પહોંચી ગયો જે સતત ઘટી રહ્યો છે
- સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ, આજે સરેરાશ દર વધીને 72% નોંધાયો
- કોવિડના પરીક્ષણોનો આંકડો 3 કરોડની નજીક પહોંચ્યો
- છેલ્લા 24 કલાકમાં 53,322 દર્દીઓ સાજા થઇ ગયા છે
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


ભારતની ગણના વિશ્વભરમાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં થઈ, ભારતમાં મૃત્યુદર ઘટીને 2%ની નીચે પહોંચી ગયો જે સતત ઘટી રહ્યો છે, સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ, આજે સરેરાશ દર વધીને 72% નોંધાયો, કોવિડના પરીક્ષણોનો આંકડો 3 કરોડની નજીક પહોંચ્યો
કોવિડ-19ના કેસોના મૃત્યુદરમાં સતત થઇ રહેલા ઘટાડા તરફ આગળ વધતા, ભારતમાં નોંધાયેલો મૃત્યુદર દુનિયાભરમાં સૌથી ઓછા મૃત્યુદર પૈકી એક છે. આજે ભારતમાં મૃત્યુદર ઘટીને 1.93% સુધી પહોંચી ગયો છે.
ભારતમાં હાલમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર વધીને 72% થઇ ગયો છે જે વધુને વધુ સંખ્યામાં દર્દીઓ સાજા થતા હોવાનું સુશ્ચિત કરે છે. છેલ્લા 24 કલાકમાં 53,322 દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646259
રાષ્ટ્રપતિએ વર્ચ્યુઅલ સ્વરૂપે શ્રી અટલ બિહારી વાજપેયીના ચિત્રનું આઇસીસીઆર મુખ્યાલય ખાતે અનાવરણ કર્યુ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646266
ભારતીય રેલવેએ 6 રાજ્યોમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત 5.5 લાખથી વધુ કલાકોની રોજગારી પુરી પાડી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646280
FACT CHECK


(Release ID: 1646323)
Visitor Counter : 250