સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતે એક જ દિવસમાં વિક્રમજનક 8.3 લાખથી વધુ ટેસ્ટ હાથ ધર્યા
આજ દિન સુધી કુલ 2.68 કરોડથી વધારે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું
પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)ની સંખ્યા વધીને 19,453 પર પહોંચી
Posted On:
13 AUG 2020 6:13PM by PIB Ahmedabad
એક જ દિવસમાં 8 લાખ/દિન પરીક્ષણનું સિમાચિહ્ન પાર કરતાં, ભારતે છેલ્લા 24 કલાકની અંદર વિક્રમજનક 8,30,391 પરીક્ષણો હાથ ધર્યા છે. સરકારે અપનાવેલી "પરીક્ષણ, દેખરેખ અને સારવાર"ની રણનીતિ મુજબ, ભારતે હવે પ્રતિદિન 10 લાખ પરીક્ષણોની ક્ષમતા સુધી પહોંચવા માટે કમર કસી છે.
કોવિડ-19 પોઝિટીવ કેસોનું પ્રારંભિક તબક્કામાં જ નિદાન અને તેમને અલગ પાડવા અંગેના પ્રથમ મહત્ત્વપૂર્ણ ચરણ તરીકે કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોનો આક્રમક પરીક્ષણ રણનીતિ અપનાવવાના મજબૂત નિર્ધાર અને નિશ્ચયના પરિણામે ભારતમાં પ્રતિદિન હાથ ધરવામાં આવી રહેલા પરીક્ષણોની સંખ્યામાં ઝડપથી વધારો કરવામાં આવી રહ્યો છે. અઠવાડિયા-દિઠ હાથ ધરવામાં આવતાં સરેરાશ દૈનિક પરીક્ષણો જુલાઇ 2020ના પ્રથમ અઠવાડિયામાં લગભગ 2.3 લાખથી વધીને ચાલુ અઠવાડિયામાં 6.3 લાખ કરતાં પણ વધી ગયા છે.
છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 8 લાખથી પણ વધારે પરીક્ષણો સાથે અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા કુલ પરીક્ષણોની સંખ્યા વધીને 2,68,45,688 કરોડ પર પહોંચી ગઇ છે. પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો પણ ખૂબ જ ઝડપથી વધીને 19,453 પર પહોંચી ગયા છે.
સમગ્ર દેશમાં પરીક્ષણ લેબોરેટરીઓની સંખ્યામાં કરવામાં આવેલા અવિરત વધારાના પરિણામે આ સિમાચિહ્ન હાંસલ કરવામાં મહત્ત્વપૂર્ણ સફળતા મળી છે. જાન્યુઆરી, 2020માં માત્ર એક લેબોરેટરીથી વધીને દેશમાં આજે આ સંખ્યા 947 સરકારી ક્ષેત્રની અને 486 ખાનગી ક્ષેત્રની લેબોરેટરી સાથે 1,433 ઉપર પહોંચી ગઇ છે. આ બાબત કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો વચ્ચે સમન્વય પ્રયત્નોની સાક્ષી પૂરે છે.
વિવિધ પ્રકારની લેબોરેટરીઓ નીચે મુજબ છેઃ
- રિયલ ટાઇમ RT PCR આધારિત પરીક્ષણ લેબોરેટરીઃ 733 (સરકારીઃ 434+ ખાનગીઃ 299)
- TrueNat આધારિત પરીક્ષણ લેબોરેટરીઃ 583 (સરકારીઃ 480 + ખાનગીઃ 103)
- CBNAAT આધારિત પરીક્ષણ લેબોરેટરીઃ 117 (સરકારીઃ 33 + ખાનગી 84)
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
SD/GP/BT
(Release ID: 1645611)
Visitor Counter : 201