સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 15 લાખની ઐતિહાસિક સપાટીને પાર કરી ગઈ
આજે એક દિવસમાં સૌથી વધુ 54,859 દર્દીઓ સાજા થયા
સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ કરતા 9 લાખથી વધારે
મૃત્યુદર 2% ની નવી સપાટીએ પહોંચ્યો
Posted On:
10 AUG 2020 11:52AM by PIB Ahmedabad
ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 15 લાખના શિખરને પાર કરી ગઈ છે. 15,35,743 દર્દીઓ સાજા થયા એ સઘન પરીક્ષણ, વ્યાપકપણે ટ્રેકિંગ અને અસરકારક સારવારની નીતિનું પરિણામ છે. વધુ સારી એમ્બ્યુલન્સની સેવાઓ, ધ્યાન કેન્દ્રિત દેખરેખના ધોરણો અને નોન-ઇન્વેસીવ ઓક્સિજનના ઉપયોગના ઈચ્છિત પરિણામ જોવા મળી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના એક દિવસમાં સૌથી વધુ 54,859 દર્દીઓ સાજા થયા, સાથે જ હવે કોવિડ-19ના દર્દીઓનો સાજા થવાનો દર વધીને લગભગ 70% ની એક નવી ઉંચાઈએ પહોંચ્યો છે.
નવી ઉંચાઈએ પહોંચેલ સાજા થવાની સ્થિતિએ એ સુનિશ્ચિત કર્યું છે કે, દેશમાં વાસ્તવિક કેસનું ભારણ અર્થાત સક્રિય કેસ ઘટી રહ્યા છે અને વર્તમાનમાં તે કુલ પોઝિટીવ કેસના 28.66% છે. ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ ( 6,34,945 ) કરતા 9 લાખથી વધારે થઈ ગઈ છે.
હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓમાં સઘન પરીક્ષણ અને અસરકારક ક્લિનીકલ વ્યવસ્થાપન દ્વારા વહેલી તકે તપાસ માટે કેન્દ્ર અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા કરવામાં આવેલા સંયુક્ત પ્રયાસોના પરિણામે મૃત્ય્દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જે આજની તારીખે 2% થયો છે અને હજુ નિરંતર ઘટી રહ્યો છે. કેસની વહેલી તકે ઓળખ પણ સક્રિય કેસના દરમાં સતત ઘટાડા તરફ દોરી જાય છે.
પ્રારંભિક લક્ષણોને ઓળખી હળવા અને મધ્યમ લક્ષણના કેસોનું સમયસર અને તાત્કાલિક હોમ અઈસોલેશન અને ગંભીર અને નિર્ણાયક કેસોને હોસ્પિટલમાં દાખલ કરવાનું સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે જેનાથી કેસોનું અસરકારક સંચાલન થાય છે.
નોંધપાત્ર રીતે મહત્વનું એ છે કે, કોવિડ-19 ચેપ હજી પણ 10 રાજ્યોમાં કેન્દ્રિત છે, જેનું નવા કેસોમાં 80% કરતા વધારે યોગદાન છે. આ વિસ્તારોમાં ઘરે-ઘરે સર્વેક્ષણો અને સારી રીતે અમલમાં મૂકાયેલી કન્ટેઈનમેન્ટ વ્યૂહરચનાઓ અને દેખરેખ દ્વારા સઘન પરીક્ષણ અને ટ્રેકિંગને લીધે પોઝિટીવ કેસોમાં પ્રારંભિક વૃદ્ધિ થઈ શકે છે. જો કે, સારી રીતે અમલમાં મૂકાયેલી વ્યૂહરચના ખાતરી કરશે કે તેમાં સમય જતાં ઘટાડો થશે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
SD/GP/BT
(Release ID: 1644728)
Visitor Counter : 235
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam