પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી અને શ્રીલંકાના પ્રધાનમંત્રી વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ
प्रविष्टि तिथि:
06 AUG 2020 9:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના પ્રધાનમંત્રી એચ.ઇ. શ્રી મહિન્દા રાજપક્ષેને ગઈકાલે શ્રીલંકામાં સંસદીય ચૂંટણીઓના સફળ સંચાલન બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ કોવિડ -19 રોગચાળાના અવરોધો હોવા છતાં ચૂંટણીને અસરકારક રીતે યોજવા બદલ શ્રીલંકાની સરકાર અને ચૂંટણી સંસ્થાઓની પ્રશંસા કરી. તેમણે ચૂંટણીમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે શ્રીલંકાના લોકોની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આ બંને દેશો દ્વારા વહેંચાયેલા મજબૂત લોકશાહી મૂલ્યોનું પ્રતિબિંબ પાડે છે.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ સંવાદમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીના પરિણામો શ્રીલંકા પોડુજણા પેરામુના (એસએલપીપી) પાર્ટી દ્વારા પ્રભાવી ચૂંટણી પ્રદર્શનને સૂચવે છે અને આ બાબતે એચ.ઇ.શ્રી મહિન્દા રાજપક્ષેને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
અગાઉના તેમના સૌહાર્દપૂર્ણ અને ફળદાયી સંવાદોને યાદ કરતાં બંને નેતાઓએ ભારત-શ્રીલંકાના વર્ષો-જુના અને બહુ-પરિમાણીય સંબંધને મજબૂત બનાવવા માટેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાને ફરીવાર યાદ કરી હતી. તેઓએ દ્વિપક્ષીય સહકારના તમામ ક્ષેત્રમાં પ્રારંભિક પ્રગતિના મહત્વ પર ભાર મૂક્યો.
પ્રધાનમંત્રીએ એચ.ઇ. શ્રી રાજપક્ષેને ભારતના બૌદ્ધ તીર્થસ્થાન કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય વિમાનમથકની સ્થાપના વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે, આ શહેર આવનારા સમયમાં શ્રીલંકાના મુલાકાતીઓનું સ્વાગત કરશે.
બંને દેશોએ કોવિડ-19 રોગચાળા દરમિયાન ઉભા થયેલા પડકારોનો સામનો કરતા હોવાથી બંન્ને નેતાઓ નજીકના સંપર્કમાં રહેવા સંમત થયા હતા અને આગામી દિવસોમાં દ્વિપક્ષીય સંબંધોને નવી ઉંચાઈએ લઈ જવા સંકલ્પ કર્યો હતો.
SD/GP/BT
(रिलीज़ आईडी: 1643926)
आगंतुक पटल : 253
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam