પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલિફોન પર ચર્ચા

प्रविष्टि तिथि: 03 AUG 2020 5:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉ. અશરફ ગની વચ્ચે આજે ટેલિફોનિક વાતચીત થઇ. બંને રાજનેતાઓએ ઇદ-ઉલ-અઝાહના આનંદદાયક ઉત્સવના અવસર પર એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.

રાષ્ટ્રપતિ ગનીએ અફઘાનિસ્તાનની જરૂરિયાતને પહોંચી વળવા સમયસર ખાદ્યપદાર્થો અને તબીબી સહાયતા માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો. પ્રધાનમંત્રીએ શાંતિપૂર્ણ, સમૃધ્ધ અને સમાવિષ્ટ અફઘાનિસ્તાનની તેમની ખોજમાં અફઘાનિસ્તાનની જનતા પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. બંને નેતાઓએ પ્રદેશ અને પરસ્પર દ્વિપક્ષીય હિતના અન્ય ક્ષેત્રોમાં વિકસતી સુરક્ષા પરિસ્થિતિ પર પણ વિચાર-વિમર્શ કર્યો.

 

SD/BT


(रिलीज़ आईडी: 1643254) आगंतुक पटल : 284
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam