PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 03 AUG 2020 6:37PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 03.08.2020

Text Box: •	ભારતે 2 કરોડથી વધુ કોવિડ પરીક્ષણો કરીને એક સીમાચિહ્ન પાર કર્યું.
•	પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો વધીને 14640 થયા.
•	DCGIએ પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઓક્સફોર્ડ યુનિવર્સિટી રસીના તબક્કા II+IIIના પરીક્ષણને માન્યતા આપી.
•	ભારતમાં મૃત્યુદર (CFR) વધુ ઘટીને 2.11% નોંધાયો.
•	કુલ સાજા થયેલાની સંખ્યા 11.8 લાખ કરતાં વધારે થઇ.

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

DCGIએ પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઓક્સફોર્ડ યુનિવર્સિટી રસીના તબક્કા II+IIIના પરીક્ષણને માન્યતા આપી; ભારતમાં મૃત્યુદર (CFR) વધુ ઘટીને 2.11% નોંધાયો; કુલ સાજા થયેલાની સંખ્યા 11.8 લાખ કરતાં વધારે થઇ

 

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઓક્સફોર્ડ યુનિવર્સિટી- એસ્ટ્રા ઝેનેકા કોવિડ-19 રસી (COVISHIELD)ના ભારતમાં તબક્કા II+IIIના પરીક્ષણને માન્યતા આપી છે. આના કારણે કોવિડ-19 રસી તૈયાર કરવાની કામગીરીને વધુ વેગ મળશે. ભારતમાં કોવિડના કારણે થતા મૃત્યુદર (CFR)માં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે અને વૈશ્વિક સ્તરે સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારતે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારતમાં મૃત્યુદર વધુ ઘટીને આજે 2.11% નોંધાયો હતો. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 40,574 કરતાં વધુ દર્દી કોવિડમાંથી સાજા થઇ ગયા છે. આ સાથે દેશમાં કોવિડ-19માંથી કુલ 11,86,203 દર્દી સાજા થઇ ગયા છે જે દર્દીઓ સાજા થવાનો 65.77% દર દર્શાવે છે. દૈનિક દર્દીઓ સાજા થવાની સંખ્યામાં વૃદ્ધિ થઇ રહી હોવાથી, સાજા થયેલા દર્દીઓ અને સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત 6 લાખ કરતાં વધારો થઇ ગયો છે. હાલમાં આ આંકડો 6,06,846 છે, મતલબ કે વાસ્તવમાં સક્રિય દર્દીઓનું ભારણ 5,79,357 છે અને તમામ દર્દીઓને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1643136

 

ભારતે 2 કરોડથી વધુ કોવિડ પરીક્ષણો કરીને એક સીમાચિહ્ન પાર કર્યું; પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) વધીને 14640 થયા

 

ભારતે અત્યાર સુધીમાં 2,02,02,858 COVID-19 નમૂનાઓનું પરીક્ષણ કરી મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા 24 કલાકમાં 3,81,027 નમૂનાઓની ચકાસણી સાથે, પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) વધીને 14640 થઈ ગયા છે. હાલમાં, ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો 14640 છે. દેશના ટી.પી.એમ. એ વધતા જતા પરીક્ષણ નેટવર્કને સૂચવતા સ્થિર વૃદ્ધિ દર્શાવી છે, જ્યારે 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રાષ્ટ્રીય સરેરાશ કરતા મિલિયન દીઠ વધારે પરીક્ષણ નોંધ્યું છે. દેશમાં 1348 લેબોરેટરી સાથે દેશમાં પરીક્ષણ લેબોરેટરી નેટવર્ક સતત મજબૂત થઇ રહ્યું છેહાલમાં દેશમાં 914 સરકારી લેબોરેટરી અને 434 ખાનગી લેબોરેટરી ઉપલબ્ધ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1643162

 

કોવિડ મહામારીના સમયમાં ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્કના કારણે આવશ્યક ઇમ્યુનાઇઝેશન સેવા સુનિશ્ચિત થઇ શકી

ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક (eVIN) એક નવીનતમ ટેકનોલોજિકલ ઉકેલ છે જેનો ઉદ્દેશ સમગ્ર દેશમાં ઇમ્યુનાઇઝેશન પૂરવઠા સાંકળને વધુ મજબૂત બનાવવાનો છે. આનો અમલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) અંતર્ગત કરવામાં આવી રહ્યો છે. eVINનો ઉદ્દેશ સમગ્ર દેશમાં કોલ્ડ ચેઇન પોઇન્ટ્સ ખાતે રસીના ઉપલબ્ધ જથ્થા અને વપરાશના પ્રવાહ તેમજ સંગ્રહના તાપમાન અંગે વાસ્તવિક સમયમાં માહિતી પૂરી પાડવાનો છે. કોવિડ મહામારીના સમયમાં જરૂરી ફેરફારો કરીને આ મજબૂત સિસ્ટમનો ઉપયોગ આવશ્યક ઇમ્યુનાઇઝેશન સેવાઓ સતત ચાલુ રાખવા માટે અને ખાસ કરીને આપણા બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓને નિવારી શકાય તેવી બીમારીઓ સામે રક્ષણ આપવા માટે કરવામાં આવ્યો છે. eVINમાં પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ ટેકનોલોજી, મજબૂત IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તાલીમબદ્ધ માનવ સંસાધનોનો ઉપયોગ કરીને સમગ્ર દેશમાં વાસ્તવિક સમયમાં બહુવિધ સ્થળોએ રસીના જથ્થા અને સંગ્રહના તાપમાન પર દેખરેખ રાખવાનું શક્ય કરી શકાયું છે. eVIN 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો (UT) સુધી પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં બાકીના રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ થશે. કોવિડ-19નો સામનો કરવા માટે ભારત સરકારના પ્રયાસોને સમર્થન આપવા માટે, eVIN ઇન્ડિયા દ્વારા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને કોવિડ પ્રતિક્રિયા સામગ્રીની પૂરવઠા સાંકળ પર દેખરેખ રાખવામાં મદદ કરવામાં આવે છે. એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં આઠ રાજ્યો (ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્ર)માં eVIN એપ્લિકેશનનો 100% અનુપાલન દર સાથે ઉપયોગ કરીને કોવિડ-19ની સામગ્રીના પૂરવઠા પર રાજ્યવાર દેખરેખ રાખવામાં આવે છે, ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે છે અને જો 81 આવશ્યક દવાઓ તેમજ ઉપકરણોની અછતની સ્થિતિ વર્તાય તો ચેતવણી આપવામાં આવે છે. જ્યારે પણ જરૂર હોય ત્યારે, આ મજબૂત પ્લેટફોર્મનો ઉપયોગ કોવિડ-19 રસી સહિત કોઇપણ નવી રસી માટે થઇ શકે તેવી તમામ સંભાવનાઓ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1643172

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

    • પંજાબ: ગર્ભવતી મહિલાઓની કોરોના વાયરસથી સલામતી સુનિશ્ચિત કરવા માટે, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે 70 ગાયનેકોલોજિસ્ટને વિશેષ તાલીમ આપી છે જેથી તેઓ ગર્ભવતી મહિલાઓને ટેલિ-મેડિસિન કન્સલ્ટેશન ઉપલબ્ધ કરાવી શકે. આ ઉપરાંત, તમામ જિલ્લા હોસ્પિટલોમાં અલગ લેબર રૂમ તૈયાર કરવામાં આવ્યા છે જેથી કોવિડ-19થી ચેપગ્રસ્ત પોઝિટીવ ગર્ભવતી મહિલાઓની પ્રસૂતી ત્યાં થઇ શકે.
    • મહારાષ્ટ્ર: લૉકડાઉનના પ્રતિબંધોમાં છુટછાટ આપવામાં આવી હોવાથી ગ્રામીણ મહારાષ્ટ્ર વિસ્તારોમાં કોવિડ-19ના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. મુંબઇની આસપાસના શહેરો અને ગ્રામીણ વિસ્તારો – થાણે, રાયગઢ વગેરેમાં કોવિડના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આવો જ ટ્રેન્ડ નાસિક, ઔરંગાબાદ, ધુલે અને સાંગલી જિલ્લાના અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોવિડના નવા 9,509 કેસ પોઝિટીવ નોંધાયા હતા જ્યારે 9,926 દર્દીઓ સાજા થતા તેમને વિવિધ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં હાલમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 1,48,537 છે. સાજા થવાના દરમાં સુધારો આવ્યો હોવાથી સંખ્યાબંધ લોકો ડર્યા વગર કોવિડનું પરીક્ષણ કરાવવા માટે સામેથી આવી રહ્યા છે.
    • ગુજરાત: ગુજરાતમાં રવિવારે કોવિડ-19ના વધુ 805 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી અને સાજા થવાનો દર વધીને 73.16% સુધી પહોંચી ગયો હતો. રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 46,587 દર્દીઓ કોવિડમાંથી સાજા થઇ ગયા છે. નવા 1101 કેસો પોઝિટીવ હોવાની પુષ્ટિ થતા રાજ્યમાં કુલ પુષ્ટિ થયેલા કેસની સંખ્યા વધીને 63,675 થઇ છે. મહત્તમ કેસ સુરત (209) અને અમદાવાદમાં (143) નોંધાયા હતા. હાલમાં રાજ્યમાં કોવિડના સક્રિય કેસોની સંખ્યા 14,601 છે.
    • રાજસ્થાન: રાજસ્થાનમાં રવિવારે કોવિડ-19ના વધુ 12 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 706 થયો છે. રાજ્યમાં આજે સવારે કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વધુ 565 દર્દી પોઝિટીવ નોંધાયા હોવાથી કુલ કેસનું ભારણ વધીને 44,975 થયું છે. આમાંથી હાલમાં 12,488 કેસ સક્રિય છે. કુલ 29,697 દર્દી આજદિન સુધીમાં સાજા થઇ ગયા છે.
    • મધ્યપ્રદેશ: રાજ્યમાં રવિવારે 921 નવા પોઝિટીવ કેસ નોંધાયા હોવાથી કુલ નોંધાયેલા કેસની સંખ્યા વધીને 33,535 થઇ ગઇ છે. રાજ્યના આરોગ્ય બુલેટીન અનુસાર, 581 કોરોના વાયરસથી ચેપગ્રસ્ત દર્દી સાજા થતા રવિવારે તેમને રજા આપવામાં આવી હોવાથી રાજ્યમાં કુલ સાજા થયેલાની સંખ્યા વધીને 23,550 સુધી પહોંચી છે. હાલમાં સક્રિય કેસનું ભારણ 9,099 છે જ્યારે 886 દર્દી આજદિન સુધીમાં મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં હાલમાં 3,246 સક્રિય કન્ટેઇન્મેન્ટ ઝોન નિર્ધારિત કરવામાં આવ્યા છે.
    • છત્તીસગઢ: છત્તીસગઢ સરકારે રાજ્યમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કુલ 18,598 બેડની ક્ષમતા સાથે 157 કોવિડ સંભાળ કેન્દ્રો ઉભા કર્યા છે જ્યાં લક્ષણો ના ધરાવતા અથવા હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને રાખી શકાય છે. આવા દર્દીઓ માટે બેડની ઉપલબ્ધતા વધારીને 25,000 સુધી લઇ જવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્યમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 2,482 છે.
    • ગોવા: ગોવામાં રવિવારે કોવિડ-19ના વિક્રમી સંખ્યામાં 337 નવા દર્દીનો ઉમેરો થયો હોવાતી રાજ્યમાં કુલ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 6530 થઇ ગઇ છે જ્યારે વધુ પાંચ દર્દીના મૃત્યુ થયા હોવાથી કુલ મૃત્યુઆંક 53 સુધી પહોંચ્યો છે. દરમિયાન, ગોવા સરકારે કોરોના વાયરસથી ચેપગ્રસ્ત ગંભીર દર્દીઓની સારવાર માટે કોન્વેલેસેન્ટ પ્લાઝ્મા ઉપચાર શરૂ કર્યો છે.
    • મણિપુર: મણિપુરના મુખ્યમંત્રી શ્રી એન. બિરેનસિંહે આજે લામ્બીખોંગનાંગખોંગ ખાતે આવેલા મણિપુર ટ્રેડ એન્ડ એક્સપો સેન્ટરમાં ઉભા કરવામાં આવેલા 300 બેડના કોવિડ સંભાળ કેન્દ્રનું ઉદ્ઘાટન કરીને તેને કાર્વયાન્વિત કર્યું હતું. જો વધુ જરૂરિયાત પડશે તો, આ સુવિધામાં બેડની સંખ્યા વધારીને 1000 બેડનું કોવિડ સંભાળ કેન્દ્ર બનાવવામાં આવશે.
    • મિઝોરમ: મિઝોરમમાં આજે કોવિડ-19માંથી વદુ 8 દર્દી આજે સાજા થઇ જતા રજા આપવામાં આવી હતી. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા 482 છે. તેમાંથી 216 સક્રિય કેસ છે જ્યારે 266 દર્દીને રજા આપવામાં આવી છે.
    • નાગાલેન્ડ: નાગાલેન્ડમાં કોવિડ-19ના નવા 194 કેસ પોઝિટીવ હોવાની આજે પુષ્ટિ થઇ હતી. તેમાંથી 136 દીમાપુરમાં, 36 ઝુન્હેબોટોમાં અને 22 કોહીમામાં નોંધાયા હતા. નાગાલેન્ડમાં સઘન સંપર્ક ટ્રેસિંગ સક્રિય કરવામાં આવ્યું છે અને કોવિડ-19ના નવા કેસોના તમામ પ્રાથમિક સંપર્કોને સેલ્ફ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
    • કેરળ: રાજ્યના મુખ્યમંત્રી પિનારાઇ વિજયને જણાવ્યું હતું કે, રાજ્યમાં બેદરકારી અને અવગણનાના કારણે કોવિડ-19નું સંક્રમણ વધ્યું છે. તેમણે ટાંક્યુ હતું કે, કોવડ પ્રોટોકોલમાં કરવામાં આવેલી બાંધછોડ અને બેદરકારીપૂર્ણ વર્તણૂકના કારણે વર્તમાન સ્થિતિનું સર્જન થયું છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 102 પરિવાર આરોગ્ય સંભાળ કેન્દ્રોનું ઉદ્ઘાટન કરતા તેમણે ચેતવણી આપી હતી કે, જેઓ સરકારી માપદંડોનું ઉલ્લંઘન કરશે તેમના વિરુદ્ધ આકરાં પગલાં લેવામાં આવશે. રાજ્યમાં આજે કોવિડના કારણે વધુ ત્રણ દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાથી કુલ મૃત્યુઆંક 85 થયો છે. રાજ્યમાં કોવિડના દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે. ગઇકાલે વધુ 1169 દર્દીઓને કોરોના વાયરસનો પોઝિટીવ ટેસ્ટ આવ્યો હતો. છેલ્લા 11 દિવસમાં રાજ્યમાં 10,788 દર્દીઓ આ બીમારીના સકંજામાં આવ્યા છે. નવા કેસોમાં 991 સંપર્કથી ચેપગ્રસ્ત થયેલા દર્દી અને 56 અજાણ્યા સ્રોતોથી ચેપગ્રસ્ત થયેલા દર્દી નોંધાયા હતા. 11,342 દર્દી હાલમાં કોરોના વાયરસના ચેપની સારવાર લઇ રહ્યા છે અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ 1.45 લાખ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
    • તામિલનાડુ: પુડુચેરીમાં કોવિડ-19ના કારણે વધુ ચાર દર્દી મૃત્યુ પામ્યા હતા જ્યારે 178 નવા કેસ નોંધાયા હતા. કુલ કેસની સંખ્યા વધીને 3982 સુધી પહોંચી ગઇ છે જ્યારે સક્રિય કેસની સંખ્યા 1515 છે અને કુલ મૃત્યુઆંક 56 નોંધાયો છે. સોમવારથી સરકારી આર્ટ્સ કોલેજો દ્વારા બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. ફેકલ્ટીઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ વિભાગને અનુરોધ કરવામાં આવ્યો છે કે, ગ્રેડ- II કોલેજેનો ગ્રેડ- I કોલેજેની સમકક્ષ ભંડોળ આપવામાં આવે જેથી ઑનલાઇન વર્ગો સંપૂર્ણપણે ચલાવી શકાય. CPIના સાંસદ એમ. સેલ્વારાસુને કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો તેના બીજા દિવસે લોકસભાના અન્ય એક સાંસદ કાર્તિ પી. ચિદમ્બરમને પણ સોમવારે કોરોનાનો પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે. તેઓ શિવગંગા મતક્ષેત્રના સાંસદ છે. ચેન્નઇની આસપાસના જિલ્લામાં પોઝિટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે જેમાં ચેંગાલપટ્ટમાં 446 કેસ, કાંચીપુરમમાં 393 કેસ અને તિરુવલ્લુરમાં 317 કેસ નોંધાયા છે. ગઇકાલે રાજ્યમાં નવા 5875 કેસ પોઝિટીવ નોંધાયા હતા જ્યારે 98 દર્દી મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા 2,57,613 થઇ છે જ્યારે સક્રિય કેસની સંખ્યા 56,998 છે અને કુલ મૃત્યુઆંક 4132 થયો છે.
    • કર્ણાટક: રાજ્યના મુખ્યમંત્રી બી.એસ. યેદ્દીયુરપ્પાનો કોવિડનો પોઝિટીવ ટેસ્ટ આવ્યો હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે; હોસ્પિટલોના અહેવાલો અનુસાર તેમની સ્થિતિ તબીબી દૃષ્ટિએ સ્થિર છે. હાલમાં અસ્તિત્વમાં રહેલા કોવિડ સંભાળ કેન્દ્રોમાં ઉપલબ્ધ બેડમાંથી છેલ્લા 10 દિવસમાં 60 થી 65% બેડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી આવી સુવિધાઓમાં વૃદ્ધિ કરવાની કામગીરી હાલમાં સ્થગિત કરવામાં આવી છે. રવિવારે બેંગલોર શહેરમાં કોવિડના નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીએ સાજા થતા રજા આપવામાં આવેલા દર્દીની સંખ્યા વધુ નોંધાઇ હતી. રવિવારે અહીં 2331 દર્દીને રજા આપવામાં આવી હતી જ્યારે 2105 નવા દર્દી નોંધાયા હતા. ગઇકાલે વધુ 84 દર્દી મૃત્યુ પામ્યા હોવાથી કુલ 5532 દર્દીના મરણ થયા છે. રાજ્યમાં આજદિન સુધીમાં કુલ નોંધાયેલા કેસ 1,34,819 છે જ્યારે સક્રિય કેસની સંખ્યા 74,590 છે. કુલ મૃત્યુઆંક 2496 છે.
    • આંધ્રપ્રદેશ: ક્રિશ્ના જિલ્લામાં કોવિડ-19ના નોંધાયેલા કેસોની કુલ સંખ્યા રવિવારે 7500 કરતા વધારે થઇ ગઇ હતી. માછલપટ્ટમમાં આજથી એક અઠવાડિયા માટે સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. વિશાખા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (VIMS)માં કોવિડના દર્દીઓની કફોડી સ્થિતિ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયા પછી, રાજ્ય દ્વારા નિયુક્ત કોવિડ હોસ્પિટલમાં ખાસ કરીને નર્સિંગ સહિતના તમામ સ્ટાફની તીવ્ર અછત અંગે વિશાખાપટ્ટનમના જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે, VIMSમાં તમામ શિફ્ટ માટે કુલ 100 નર્સ નિયુક્ત કરવામાં આવી છે અને એકાદ દિવસમાં 213 નર્સની ભરતીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ગઇકાલે રાજ્યમાં નવા 8555 કેસ નોંધાયા હતા જ્યારે 67 દર્દી મૃત્યુ પામ્યા હતા. કુલ નોંધાયેલા કેસ: 1,58,764; સક્રિય કેસ: 74,404; મૃત્યુ પામ્યા: 1474.
    • તેલંગાણા: રાજ્યના બુલેટીન અનુસાર સરકારી, તેલંગાણામાં ખાનગી શિક્ષણ હોસ્પિટલો અને કોર્પોરેટ હોસ્પિટલોમાં કોવિડ-19ના દર્દીઓ માટે બેડની કોઇ જ અછતની સ્થિતિ નથી. હાલમાં 14,571 બેડ ખાલી છે જ્યારે સરકારી હોસ્પિટલોમાં 5936 ખાલી બેડ દર્દીઓ માટે ઉપલબ્ધ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડના નવા 983 કેસ નોંધાયા હતા જ્યારે, 1019 દર્દી સાજા થયા હતા અને વધુ 11 લોકો મૃત્યુ પામ્યા હતા; નવા નોંધાયેલા 983 કેસમાંથી, 273 કેસ GHMCમાં નોંધાયા હતા. કુલ નોંધાયેલા કેસ: 67,660; સક્રિય કેસ: 18,500; મૃત્યુ પામ્યા: 551; રજા આપવામાં આવી: 48,609.

 

 

    • ImageImage


(Release ID: 1643222) Visitor Counter : 216