PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 31 JUL 2020 6:27PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 31.07.2020

Text Box: •	ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોવિડ-19 માટે મંત્રીઓના સમૂહ (GoM)ની 19મી બેઠક યોજાઇ
•	ભારતમાં સાજા થવાનો દર વધીને 64.54% થયો.
•	છેલ્લા 24 કલાકમાં 6,42,588 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું, દેશમાં કુલ પરીક્ષણની સંખ્યા 1.88 કરોડ સુધી પહોંચી ગઇ.
•	મૃત્યુદરમાં એકધારો પ્રગતિપૂર્વક ઘટાડો નોંધાઇ રહ્યો છે અને હાલમાં 2.18% પર છે, દુનિયામાં સૌથી ઓછા મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારત.
•	સરકાર RBI સાથે મળીને લોનના રિસ્ટ્રક્ચરિંગ માટે ઉદ્યૌગોની માંગ પર કામ કરે છે: નાણામંત્રી
•	કોવિડ-19ના કારણે કોલ ઇન્ડિયાના કોઇપણ કર્મચારીના મૃત્યુને આકસ્મિક મૃત્યુ ગણવામાં આવશે.

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોવિડ-19 માટે મંત્રીઓના સમૂહ (GoM)ની 19મી બેઠક યોજાઇ; છેલ્લા 24 કલાકમાં 6,42,588 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું

 

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોવિડ-19 માટે ઉચ્ચ સ્તરીય મંત્રીઓના સમૂહ (GoM)ની 19મી બેઠકનું આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “ભારતમાં કોવિડની બીમારીમાંથી સાજા થનારા દર્દીઓનો આંકડો હવે 10 લાખ કરતાં વધારે થઇ ગયો છે અને તેના કારણે સાજા થવાનો દર વધીને 64.54% નોંધાયો છે. આ બતાવે છે કે, તબીબી દેખરેખ હેઠળ હાલમાં રાખવામાં આવેલા સક્રિય કેસોની સંખ્યા માત્ર 33.27% એટલે કે લગભગ કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી ત્રીજા ભાગની છે. ભારતમાં કોવિડના કારણે મૃત્યુદરમાં પ્રગતિપૂર્વક એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે અને હાલમાં આ દર 2.18% છે, જે દુનિયામાં સૌથી ઓછા મૃત્યુદરમાંથી એક છે. ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “કુલ સક્રિય કેસોમાંથી માત્ર 0.28% દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે, 1.61% દર્દીને ICU સપોર્ટની જરૂર છે અને 2.32% દર્દીને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.ભારતમાં પરીક્ષણની ક્ષમતામાં ઝડપથી થઇ રહેલી વૃદ્ધિ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, આજની તારીખે, ભારતમાં 1331 લેબોરેટરી (911 સરકારી લેબોરેટરી અને 420 ખાનગી લેબોરેટરી)નું નેટવર્ક છે, જેની મદદથી છેલ્લા 24 કલાકમાં 6,42,588 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે, દેશમાં આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણની સંખ્યા 1.88 કરોડ કરતાં પણ વધારે થઇ ગઇ છે. આરોગ્ય દેખરેખ લોજિસ્ટિક્સના સંદર્ભમાં વાત કરીએ તો, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો અને વિવિધ કેન્દ્રિય સંસ્થાઓને કુલ 268.25 લાખ N95 માસ્ક, 120.40 લાખ PPE અને 1083.77 લાખ HCQ ટેબલેટ (ગોળી)નું વિતરણ કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1642590

 

સરકાર RBI સાથે મળીને લોનના રિસ્ટ્રક્ચરિંગ માટે ઉદ્યૌગોની માંગ પર કામ કરી રહી છે: નાણામંત્રી

 

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે જણાવ્યું હતું કે, સરકાર RBI સાથે મળીને કોવિડ-19ના કારણે પડેલા પ્રભાવને ધ્યાનમાં રાખીને લોનના રિસ્ટ્રક્ચરિંગ માટે ઉદ્યોગો દ્વારા કરવામાં આવી રહેલી માંગ પર કામ કરી રહી છે. ફેડરેશન ઓફ ઇન્ડિયાન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠક (NECM)માં શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, “રિસ્ટ્રક્ચરિંગની કામગીરી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. નાણાં મંત્રાલય સક્રિય રીતે RBI સાથે આ બાબતે જોડાયેલું છે. સૈદ્ધાંતિક રીતે, રિસ્ટ્રક્ચરિંગની જરૂર પડી શકે છે તેવા વિચારને સારી રીતે ધ્યાને લેવામાં આવ્યો છે. વ્યાપારી સોદાઓમાં આદાનપ્રદાન પર ભાર મૂકતા શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, “જે દેશો સાથે આપણે આપણા બજારો મુક્ત કર્યા છે તેમની સાથે આદાનપ્રદાન કરારો કરવામાં આવી રહ્યા છે.નાણામંત્રીએ જણાવ્યું હતું કે, આરોગ્ય સંભાળ અને અન્ય ઉત્પાદનો પર GST દર ઘટાડવાનો નિર્ણય GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1642579

 

કોવિડ-19ના કારણે કોલ ઇન્ડિયાના કોઇપણ કર્મચારીના મૃત્યુને આકસ્મિક મૃત્યુ ગણવામાં આવશે: શ્રી પ્રહલાદ જોશી

 

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ ઝારખંડની એક દિવસીય મુલાકાત દરમિયાન રાંચીમાં મીડિયા સાથે વાત કરતી વખતે જણાવ્યું હતું કે, કોલ ઇન્ડિયાના કોઇપણ કર્મચારીનું કોવિડ-19ના કારણે મૃત્યુ થાય તો તેને આકસ્મિક મૃત્યુ ગણવામાં આવશે અને ફરજ પર આકસ્મિક મૃત્યુના કિસ્સામાં કર્મચારીઓના પરિવારજનોને આપવામાં આવતા તમામ આર્થિક લાભો આવા કિસ્સામાં પણ આપવામાં આવશે. શ્રી જોશીએ જણાવ્યું હતું કે, કોલ ઇન્ડિયામાં અંદાજે 4 લાખ ઓન રોલ અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ છે અને તમામને આ નિર્ણયનો લાભ આપવામાં આવશે. આજદિન સુધીમાં જે કર્મચારીઓ કોવિડના કારણે મૃત્યુ પામ્યા હોય તેમના વારસદારોને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. શ્રી જોશીએ જણાવ્યું હતું કે, કોલ ઇન્ડિયાના કર્મચારીઓ પોતાના જીવને જોખમમાં મુકીને કોવિડ મહામારીના સમયમાં આ અસાધારણ કામગીરી કરી રહ્યા છે. તેઓ અથાક સેવા આપી રહ્યા છે. આથી જ તેમને કોલ યોદ્ધા કહેતા મને ગૌરવ થાય છે. મેં માત્ર રાષ્ટ્ર પ્રત્યે તેમની અમૂલ્ય સેવાની કદર કરવાના આશયથી આ જાહેરાત કરી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1642415

 

 

વાણિજ્ય મંત્રાલય MEISની સમસ્યા વહેલી તકે ઉકેલવા માટે કામ કરી રહ્યું છે: શ્રી ગોયલ

 

આત્મનિર્ભર ભારત માટે ઇઝ ઓફ ડુઇંગ પર CII ડિજિટલ રાષ્ટ્રીય પરિષદનું આજે ઉદ્ઘાટન કરતા મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઔદ્યોગિક મંજૂરીઓ માટે એકલ વિન્ડો પ્રણાલી ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે. તેમણે ઉદ્યોગો અને સરકાર બંનેને અનુરોધ કર્યો હતો કે, તેઓ ભાગીદાર તરીકે કામ કરે અને કરચોરો તેમજ ઉલ્લંઘનો કરનારનાઓને ઓળખી કાઢવા માટે સરકારને મદદ કરવામાં સુરક્ષાત્મ ભૂમિકા નિભાવવા માટે ઉદ્યોગોને વિનંતી કરી હતી. કોવિડની પરિસ્થિતિ અંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે, દેશમાં અર્થતંત્ર ફરી બેઠું થઇ રહ્યું છે અને હંગામી સમય માટે મૂકવામાં આવેલા પ્રતિબંધો હવે હળવા કરવામાં આવી રહ્યા છે. તેમણે ખાસ પ્રકાશ પાડ્યો હતો કે, કોવિડ કટોકટીના સમય દરમિયાન, દેશમાં સેવા ક્ષેત્રએ વૈશ્વિક ક્લાયન્ટ્સને સેવાઓ પૂરી પાડવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગત વર્ષના સ્તરની સરખામણીએ ભારતની નિકાસ લગભગ 88% છે જ્યારે ગત વર્ષે સમાન સમયગાળાની સરખામણીએ આયાત લગભગ 75% છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1642353

 

ડૉ. હર્ષવર્ધને CSIR દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિડ-19 ટેકનોલોજીઓ અને ઉત્પાદનો અંગે સારસંગ્રહ બહાર પાડ્યો

 

વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને જાહેરાત કરી હતી કે, DBT અને CSIRના વૈજ્ઞાનિકોએ 1000થી વધુ SARS-CoV-2 જીનોમની શ્રૃંખલા બનાવી છે જે દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો પ્રયાસ છે. તેમણે જણાવ્યું હતું કે, “આનાથી ભારતમાં પ્રચલિત તાણ અને પરિવર્તન સ્પેક્ટ્રમ સમજવામાં મદદ મળશે જેનાથી નિદાન, દવા અને રસી તૈયાર કરવાની દિશામાં વધુ વિકાસમાં મદદ મળશે. CSIR દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિડ-19 ટેકનોલોજી અને ઉત્પાદનો અંગે સારસંગ્રહ બહાર પાડતી વખતે આમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “CSIR દ્વારા તૈયાર કરવામાં આવેલા આ સારસંગ્રહમાં ટેકનોલોજી અને ઉત્પાદનોને એક જ જગ્યાએ આવરી લેવામાં આવ્યા હોવાથી જેઓ કોવિડ-19 માટે ઉકેલો શોધી રહ્યા છે તેવા ઉદ્યોગો અને અન્ય એજન્સીઓને આ સરળતાથી ઉપલબ્ધ થઇ શકશે.ડૉ. હર્ષવર્ધને ઉદ્યોગો સાથે ભાગીદારી કરીને જેમકે ફેરિપિરાવીર માટે સીપ્લા સાથે, CSIR દ્વારા કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે પુનઃઉપયોગમાં લેવા માટે ફરી વહેલી તકે દવા તૈયાર કરવામાં તેમણે નિભાવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારના પ્રયાસોથી કોવિડ-19ના દર્દીઓ માટે પરવડે તેવી દવાઓ બનાવવાથી તેમને ફાયદો થશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1642423

 

આ વર્ષે ખરીફ મોસમમાં ગત વર્ષની સરખામણીએ કુલ 13.92% વધુ વિસ્તારમાં વાવેતર થયું

 

ભારત સરકારના, કૃષિ, સહકારિતા અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂતોને અને કૃષિલક્ષી પ્રવૃત્તિઓ માટે કોવિડ-19 મહામારીના સમયમાં પાયાના સ્તરે વિવિધ સુવિધાઓ પૂરી પાડવા માટે કેટલાક પગલાં લેવામાં આવી રહ્યા છે. ખરીફ મોસમમાં આ વર્ષે વાવેતરના ક્ષેત્રફળમાં સંતોષકારક પ્રગતિ જોવા મળી છે. 31.07.2020ના રોજની સ્થિતિ અનુસાર ખરીફ મોસમમાં આ વર્ષે 882.18 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં 774.38 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. આમ, ગત વર્ષની સરખામણીએ દેશમાં આ વર્ષે 13.92% વધુ વિસ્તારમાં વાવેતર થયું છે. એકંદરે જોવામાં આવે તો, કોવિડ-19ના કારણે ખરીફ મોસમના પાકમાં હજુ સુધી કોઇ વિપરિત અસર જોવા મળી નથી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1642607

 

કોવિડ-19 સામે લડવા માટે કેરળની સરકારને FACT દ્વારા સહકાર

 

રસાયણ અને ખાતર મંત્રાલય અંતર્ગત આવતા PSU ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ ત્રાવણકોર લિમિટેડ (FACT) દ્વારા કેરળમાં કોવિડ-19 સામેની લડાઇમાં મદદરૂપ થવા માટે રાજ્ય સરકારને સહકાર આપવામાં આવી રહ્યો છે. આ માટે કંપનીએ પોતાનો મુખ્ય ઓડિટોરિયમ હોલ એમ.કે.કે. નાયર હોલ કોવિડ ફર્સ્ટ લાઇન સારવાર કેન્દ્ર (CFLTC)માં રૂપાંતરિત કરવા માટે એલૂર મ્યુનિસિપાલિટીને આપ્યો છે અને સાથે 100 બેડની પણ ફાળવણી કરવામાં આવી છે. આ હેતુ માટે, કંપનીએ કોટ, બેડ, ચાદરો વગેરે ચીજે પોતાની CSR પહેલ અંતર્ગત પૂરી પાડી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1642570

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • કેરળ: રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓની સારવાર માટે માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. જેઓ રાજ્યની કરુણ્ય યોજનાના સભ્યો નથી અને જેમને અન્ય કોઇપણ આરોગ્ય વીમા અંતર્ગત વીમાકવચ ઉપલબ્ધ નથી તેમણે પોતાના ખિસ્સામાંથી સારવારનો ખર્ચ નહીં ઉપાડવો પડે. આજે રાજ્યમાં વધુ બે દર્દીઓ કોવિડના કારણે મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. આ બંને દર્દી કાસરાગોડ અને ઇર્નાકુલમ જિલ્લામાંથી હતા. પરિવહન મંત્રી એ.કે.સસીન્દ્રને જણાવ્યું હતું કે, KSRTCની બસો આવતીકાલથી કન્ટેઇન્મેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં ફરી શરૂ કરવામાં આવશે. 206 લાંબા અંતરની બસોમાં જૂના ટિકિટ દરે મુસાફરી થઇ શકશે. કેરળમાં આજે કોવિડ-19ની સાવચેતીઓનું પાલન કરીને બકરી ઇદની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં ગઇકાલે કોવિડ-19ના નવા 506 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ હતી. હાલમાં 10,056 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 1.4 લાખ લોકોને વિવિધ જિલ્લામાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
  • તામિલનાડુ: રાજ્યમાં 31 ઑગસ્ટ સુધી લૉકડાઉનનો અમલ લંબાવવામાં આવ્યો છે પરંતુ પ્રતિબંધોમાં કેટલીક છુટછાટ આપવામાં આવી છે. વાર્ષિક રૂ. 10,000થી ઓછી આવક ધરાવતા હોય ગામડા/ ગ્રામીણ વિસ્તારોમાં આવેલા હોય તેવા 20,204 મંદિરોને જાહેર જનતા માટે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ખાનગી કંપનીઓ અને અન્ય ઉદ્યોગોને 75 ટકા સ્ટાફ સાથે 1 ઑગસ્ટથી કામકાજ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે જ્યારે જાહેર પરિવહન પર હજુપણ પ્રતિબંધો ચાલુ રાખવામાં આવ્યા હોવથી દૈનિક વેતનદારો, નાના વેપારીઓ અને ફેરિયાઓ સહિત અન્ય લોકોને મૂશ્કેલી પડી રહી છે. રાજ્યમાં ગઇકાલે અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ કોવિડના કારણે 97 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. ગઇકાલે રાજ્યમાં વધુ 5864 કેસ પોઝિટીવ નોંધાયા હતા જ્યારે 5295 દર્દીઓ સાજા થઇ ગયા હતા. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 2,39,978; સક્રિય કેસ: 57,962; મૃત્યુ પામ્યા: 3838ચેન્નઇમાં સક્રિય કેસ: 12,735.
  • કર્ણાટક: રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીએ આજે રાજ્યપાલને મળીને કર્ણાટકમાં હાલમાં કોવિડ-19ની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને અત્યાર સુધીમાં રાજ્યમાં કોવિડને નિયંત્રણમાં લાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી હતી. રાજ્યપાલે મુખ્યમંત્રીને સૂચન આપ્યું હતું કે, પરીક્ષણોમાં વધુ ઝડપ લાવવા માટે વ્યવસ્થા કરવી જોઇએ અને કોવિડને અંકુશમાં લાવવા માટે આયુર્વેદ તેમજ હોમિયોપેથી સારવારનો પણ ઉપયોગ કરવો જોઇએ. BBMP દ્વારા ગણેશ મહોત્સવ સંબંધિત માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવશે. ગૃહ મંત્રાલયની અનલૉક 3.0 અંગેની માર્ગદર્શિકાના આધારે, રાજ્ય દ્વારા પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેનો અમલ 1 ઑગસ્ટથી કરવામાં આવશે. દરમિયાન BBMP દ્વારા શહેરમાં કોવિડના દર્દીઓને 50% બેડની ફાળવણી ના કરવા બદલ 19 હોસ્પિટલના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. ગઇકાલે રાજ્યમાં કોવિડના 6,128 નવા કેસ નોંધાયા હતા જ્યારે 3793 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી અને 83 દર્દીનાં મૃત્યુ થયા હતા. 2233 કેસ માત્ર બેંગલોર શહેરમાં નોંધાયા હતા. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસ: 1,18,632સક્રિય કેસ: 69,700; મૃત્યુ પામ્યા: 2230.
  • આંધ્રપ્રદેશ: જેઓ જમીનમાર્ગે આંધ્રપ્રદેશમાં આવવા માંગે છે તેવા લોકો માટે રાજ્યમાં ઇ-પાસ ઇશ્યુ કરવા અંગે ચિંતન ચાલી રહ્યું છે જે 1 ઑગસ્ટથી ઓટોમેટિક જનરેટ થશે. 108 એમ્બ્યુલન્સના અંદાજે 61 ક્રૂ (ડ્રાઇવર અને ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયનો)ને કોવિડ-19ના પોઝિટીવ ટેસ્ટ આવ્યા છે જેઓ દર્દીઓને હોસ્પિટલ તેમજ ક્વૉરેન્ટાઇન કેન્દ્રો સુધી લઇ જવા માટે મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે. ગઇકાલે રાજ્યમાં 10,167 નવા કેસ નોંધાયા હતા જ્યારે 4618 દર્દીને રજા આપવામાં આવી હતી અને વધુ 68 દર્દી કોવિડના કારણે મૃત્યુ પામ્યા હતા. કુલ નોંધાયેલા પોઝિવટ કેસ: 1,30,557; સક્રિય કેસ: 69,252; મૃત્યુ પામ્યા: 1281; રજા આપવામાં આવી: 60,024.
  • તેલંગાણા: રાજ્ય સરકારના મેડિકલ બુલેટીન અનુસાર, તેલંગાણામાં 92 કેન્ટેઇન્મેન્ટ ઝોન ધરાવતા ગ્રેટર હૈદરાબાદમાં મોટાભાગના પોઝિટીવ કેસ મળ્યા છે તેની સરખામણીએ સૌથી વધુ સંખ્યામાં કન્ટેઇન્મેન્ટ ઝોન ધરાવતા મહેબૂબ નગરમાં કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યા વધીને 191 થઇ ગઇ છે. તેલંગાણામાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 1986 નવા કેસ નોંધાયા છે, 816 દર્દી સાજા થયા હતા જ્યારે 14 દર્દી મૃત્યુ પામ્યા હતા; નવા નોંધાયેલા 1986 કેસમાંથી, 586 કેસ GHMCમાંથી છે. રાજ્યમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 62,703; સક્રિય કેસ: 16,796; મૃત્યુ પામ્યા- 519; રજા આપવામાં આવી: 45,388.
  • પંજાબ: કોવિડના સંક્રમણ અને તેના કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાથી, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે જણાવ્યું હતું કે, જરૂરિયાત ધરાવતા તમામ દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે પ્લાઝ્મા આપવામાં આવશે. મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગને નિર્દેશો આપ્યા હતા કે, કોવિડના દર્દીઓ પાસેથી પ્લાઝ્મા ઉપચારનો કોઇ ચાર્જ વસુલવામાં ના આવે તે ખાસ સુનિશ્ચિત કરવામાં આવે, કારણ કે કોરોના વાયરસની કોઇ ચોક્કસ સારવારની અનુપલબ્ધિની સ્થિતિમાં સંખ્યાબંધ કેસોમાં આ સારવાર જીવનદાયક પૂરવાર થઇ છે.
  • હરિયાણા: કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં આશ્રય શિબિરોમાં રહેતા વિસ્થાપિત શ્રમિકો માટે નિયમિત પરામર્શ, મેડિટેશન, યોગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આશ્રય શિબિરોમાં રહેતા બાળકોના મનોરંજન માટે વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે. પંજરી, દૂધ, ફળો અને બિસ્કિટ સહિત ભોજન અને ફેસમાસ્ક, પેપર નેપકીન, સેનિટાઇઝર, સેનેટરી નેપકીન, ડાયપર, સાબુ જેવી ચીજવસ્તુઓ 7572 વિસ્થાપિત શ્રમિકો, 5628 મહિલાઓ અને 11184 બાળકોને આપવામાં આવી છે.
  • મહારાષ્ટ્ર: રાજ્યમાં ગુરુવારે કોવિડના 11,147 પોઝિટીવ કેસ નોંધાયા હતા જે એક દિવસમાં નોંધાયેલા કેસની સંખ્યામાં નવી ઊંચાઇ છે. આ સાથે રાજ્યમાં કુલ નોંધાયેલા કેસનો આંકડો 4.11 લાખ કરતાં વધારે થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 8,860 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી રાજ્યમાં સક્રિય કેસોનો આંકડો 1.48 લાખ છે. મુંબઇમાં નવા 1,208 કેસ નોંધાયા હોવાથી ફરી એકવાર એક દિવસમાં 1,000 કરતાં વધુ કેસનો આંકડો નોંધાયો છે. શહેરમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 20,158 છે. પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પૂણેમાં નવા 1,889 કેસ નોંધાયા છે. દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ જિલ્લામાં ત્રણ જિલ્લા હવે મહારાષ્ટ્રમાં છે જે મુંબઇ, થાણે અને નવી મુંબઇ છે. આ સિવાય અન્ય બે જિલ્લા ચેન્નઇ અને બેંગલુરુ છે.
  • ગુજરાત: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,159 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી કોવિડ-19ના કુલ નોંધાયેલા કેસનો આંકડો 60,000 કરતા વધારે થઇ ગયો છે. માત્ર એક જ દિવસમાં સૌથી વધુ નોંધાયેલા કેસની આ નવી સર્વાધિક સંખ્યા છે. ગુરુવારે રાજ્યમાં કોવિડ-19ના કારણે વધુ 22 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો જેથી રાજ્યમાં આ મહામારીના કારણે કુલ મૃત્યુઆંક 2,418 થઇ ગયો છે. આ ઉપરાંત, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ હોસ્પિટલોમાંથી 879 દર્દીઓને રજા આપવામાં આવી હોવાથી કોવિડમાંથી સાજા થયેલા કુલ કેસની સંખ્યા 44,074 થઇ ગઇ છે. હાલમાં રાજ્યમાં કોવિડના સક્રિય કેસોની સંખ્યા 13,793 છે અને સાજા થવાનો દર 73.11% છે. રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 100 બેડ ધરાવતી હોસ્પિટલમાં 5 બેડ અને 100થી વધારે બેડ ધરાવતી હોસ્પિટલમાં 10 બેડ કોવિડ સંભાળની કામગીરીમાં સામેલ ડૉક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ માટે આરક્ષિત રહેશે. જો અગ્ર હરોળના કર્મચારીઓ માટે રાખવામાં આવેલા બેડ ખાલી પડ્યા હોય તો, સામાન્ય જનતાને તે ફાળવી શકાશે.
  • રાજસ્થાન: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં ધાર્મિક સ્થળો 1 સપ્ટેમ્બરથી ફરી ખોલવામાં આવશે. ગૃહ વિભાગ દ્વારા આ સંબંધે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવશે. રાજ્યમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 11,319 છે જેમાં ગઇકાલે નવા નોંધાયેલા 362 કેસ પણ સામેલ છે.
  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં ગુરુવારે કોવિડના નવા 834 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા વધીને 30,968 થઇ ગઇ છે. મહત્તમ કેસ ભોપાલમાં (233) નોંધાયા હતા જ્યારે તે પછી ઇન્દોર (84) અને બરવાણી (73) હતા.
  • ચંદીગઢ: રાજ્યમાં 256 નવા દર્દીઓ નોંધાયા હોવાથી રાજ્યમાં કોવિડ-19ના કુલ નોંધાયેલા કેસનો આંકડો 8,856 થઇ ગયો છે જ્યારે હાલમાં સક્રિય કેસની સંખ્યા 2884 છે.

 

ImageImage



(Release ID: 1642720) Visitor Counter : 203