સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 10 લાખના સીમાચિહ્નથી આગળ
સતત સાતમા દિવસે દૈનિક 30,000 કરતા વધુ દર્દી સાજા થયા હોવાનું નોંધાયું
16 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાજા થવાનો દર 64.44%ના રાષ્ટ્રીય સરેરાશ દર કરતાં વધુ
24 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશ મૃત્યુદર 2.21% કરતાં ઓછો
Posted On:
30 JUL 2020 6:15PM by PIB Ahmedabad
ભારતમાં કોવિડ-19માંથી 10 લાખ કરતા વધુ દર્દીઓ સાજા થઇ ગયા હોવાનું સીમાચિહ્ન પ્રાપ્ત થયું છે.
દેશમાં કોવિડના દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરો, નર્સો અને અગ્ર હરોળમાં સેવા આપી રહેલા તમામ આરોગ્ય સંભાળ કર્મચારીઓની સમર્પિત અને નિઃસ્વાર્થ ફરજ નિષ્ઠાના પરિણામરૂપે જ કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં પ્રચંડ ઉછાળો છે. કેન્દ્ર અને રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19ના વ્યવસ્થાપન વ્યૂહનીતિના સંકલિત અમલીકરણના કારણે જ જૂન મહિનાના પ્રારંભમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1 લાખની આસપાસ હતી તે જુલાઇના અંત સુધીમાં વધીને 10 લાખનો આંકડો વટાવી ગઇ છે.
અસરકારક કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિના સફળ અમલીકરણ, સઘન પરીક્ષણ અને અવિરતપણે દેખરેખના અભિગમના સર્વગ્રાહી ધોરણોના આધારે પ્રમાણભૂત તબીબી વ્યસ્થાપન પ્રોટોકોલના અમલની ફળશ્રૃતિરૂપે હાલમાં સતત સાતમા દિવસે દેશમાં દૈનિક સાજા થનારા દર્દીઓની સંખ્યા 30,000 કરતાં વધારે નોંધાઇ છે. જુલાઇ મહિનાના પહેલા અઠવાડિયામાં દૈનિક 15,000 દર્દીઓ સાજા થવાની સરેરાશની સરખામણીએ હાલમાં દૈનિક સરેરાશમાં એકધારો વધારો થઇ રહ્યો હોવાથી છેલ્લા સપ્તાહમાં 35,000 દર્દી દૈનિક સાજા થઇ રહ્યાં છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 32,553 દર્દીઓ કોવિડમાંથી સાજા થઇ ગયા હોવાથી દેશમાં કુલ સાજા થયેલાની સંખ્યા વધીને 10,20,582 થઇ ગઇ છે. કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર આજે 64.44% નોંધાયો હતો. કોવિડ-19ના સાજા થયેલા દર્દીઓની સંખ્યા અને હાલમાં સક્રિય દર્દીઓની સંખ્યાનો તફાવત વધીને 4,92,340 નોંધાયો છે. આ આંકડા સાથે સક્રિય કેસો (5,28,242 કેસ જે તમામ હાલમાં તબીબી દેખરેખ હેઠળ છે)ની સરખામણીએ સાજા થઇ ગયેલાનો આંકડો 1.9 ગણો વધારે છે.
કોવિડના કેસોના વિના અવરોધે તબીબી વ્યવસ્થાપન માટે પરવડે તેવા હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવા માટે પાયાના સ્તરે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા સંખ્યાબંધ પગલાં લેવામાં આવી રહ્યા છે. 16 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યાનો દર રાષ્ટ્રીય સરેરાશ દર કરતા વધારે નોંધાયો છે તેના પરથી આ પ્રયાસોની સફળતા જોઇ શકાય છે.
સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રોમાં સંયુક્ત રીતે હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ સાથે સઘન પરીક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે કોવિડ-19ના દર્દીઓનું વહેલું નિદાન અને તાત્કાલિક સારવાર થઇ શકતી હોવાથી મૃત્યુદરમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિમાં મુખ્યત્વે ચેપગ્રસ્ત દર્દીઓની વહેલી ઓળખ અને આઇસોલેશન તેમજ ગંભીર કેસો તેમજ ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને સારવારમાં પ્રાથમિકતા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આના કારણે દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારતમાં આવી શક્યું છે અને ભારતમાં નોંધાયેલો મૃત્યુદર 2.21% છે, જેની સરખામણીએ વૈશ્વિક સરેરાશ મૃત્યુદર 4% છે. 24 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો મૃત્યુદર છે, જ્યારે 8 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મૃત્યુદર 1% કરતાં ઓછો છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
SD/GP/BT
(Release ID: 1642425)
Visitor Counter : 219
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam