પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ બેંક અને નૉન-બેંકીગ ફાયનાન્સ કંપનીઓના સહયોગીઓ સાથે વાર્તાલાપ કર્યો

Posted On: 29 JUL 2020 10:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંક અને નૉન-બેંકીગ ફાયનાન્સ કંપનીઓના સહયોગીઓ સાથે સંવાદ કર્યો હતો અને ભવિષ્યના રોડ મેપ અંગે અને વિઝન સહિતની બાબતો અંગે ચર્ચા કરી હતી.

આ બેઠકમાં વિકાસના માર્ગમાં નાણાંકીય અને બેંકીંગ વ્યવસ્થાની મહત્વની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. એ બાબતની નોંધ લેવામાં આવી હતી કે, નાના ઉદ્યોગસાહસિકો, સ્વ-સહાય જૂથો, ખેડૂતો વગેરેને સંસ્થાકીય ધિરાણ અને વિકાસ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. દરેક બેંકની જરૂરિયાત અંગે આત્મનિરિક્ષણ કરવુ જોઈએ તથા ધિરાણ પ્રવાહની સ્થિરતા જળવાઈ રહે તે માટે બેંકની પ્રણાલીઓ અંગે ફેરવિચારણા કરવી જોઈએ. બેંકોએ તમામ દરખાસ્તોને એક જ પ્રકારના માપદંડ વડે ચકાસવી જોઈએ નહી અને બેંકેબલ દરખાસ્તોને ઓળખીને નોખી પાડવી જોઈએ, જેથી તેમને તેમની યોગ્યતાને આધારે ધિરાણ મળી રહે તથા ભૂતકાળની નોન-પરફોર્મીંગ એસેટસને નામે મુશ્કેલી આવે નહી.

આ બેઠકમાં એ બાબત ઉપર ભાર મુકવામાં આવ્યો હતો કે, સરકાર દ્રઢતાપૂર્વક બેંકીંગ સિસ્ટમની સાથે ઉભી રહી છે. બેંકોને સહયોગ આપવા તથા તેમના વિકાસને પ્રોત્સાહિત કરવા માટે સરકાર કોઈ પણ કદમ ઉઠાવી શકે તેમ છે.

બેંકોએ સેન્ટ્રલાઈઝ ડેટા પ્લેટફોર્મ, ડિજીટલ ડોક્યુમેન્ટેશન અને માહિતીઓનો એ રીતે ઉપયોગ કરવો જોઈએ કે, જેથી ગ્રાહકો ડિજીટલ પધ્ધતિ અપનાવવા તરફ આગળ વધે. આવુ કરવાથી ધિરાણનો વ્યાપ વધશે, ગ્રાહકોમાં સરળતા વધશે તથા બેંકોના ખર્ચાઓમાં ઘટાડો થશે આ ઉપરાંત છેતરપિંડીના કિસ્સાઓમાં પણ ઘટાડો થશે.

ભારતે એક મજબૂત અને ઓછો ખર્ચ ધરાવતી માળખાગત સુવિધાઓનુ નિર્માણ કર્યું છે. જે દરેક ભારતીયને ખૂબ જ આસાની સાથે, કોઈ પણ કદના ડિજીટલ વ્યવહારો તરફ વળવા માટે પ્રોત્સાહિત કરે છે. બેંકો અને નાણાંકિય સંસ્થાઓએ RUPAY અને UPIનો ગ્રાહકોમાં વપરાશ વધે તે માટે તેમને સક્રિય રીતે પ્રોત્સાહિત કરવા જોઈએ.

એમએસએમઈ ક્ષેત્ર માટે તાકીદની ક્રેડીટ લાઈન, વધારાનાં કેસીસી કાર્ડઝ અને એનબીએફસી અને એમએફઆઈ જેવી પ્રવાહિતા માટેની યોજનાઓની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. એ બાબતની નોંધ લેવામાં આવી હતી કે, મોટા ભાગની યોજનાઓમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. બેંકોએ નિર્ધારિત લાભાર્થીઓ માટે સક્રીય થવાની જરૂર છે કે જેથી તેમને કટોકટીના સમયમાં સમયબધ્ધ રીતે ધિરાણ સહયોગના લાભ મળતા રહે.

 

SD/GP/BT



(Release ID: 1642230) Visitor Counter : 211