PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 29 JUL 2020 6:26PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 29.07.2020

Text Box: •	1 એપ્રિલથી આજદિન સુધીમાં ભારતમાં સૌથી ઓછો મૃત્યુદર 2.23% નોંધાયો.
•	કુલ સાજા થયેલાની સંખ્યા ઝડપથી 10 લાખની નજીક પહોંચી રહી છે; છેલ્લા 24 કલાકમાં 35,000થી વધુ દર્દી સાજા થયા.
•	કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર વધુ નવી ઊંચાઇએ 64.51% સુધી પહોંચી ગયો.
•	હાલમાં 5,09,447 સક્રિય કેસોને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
•	છેલ્લા 24 કલાકમાં 4.08 લાખ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું, પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણની સંખ્યા વધીને 12,858 થઇ, કુલ પરીક્ષણનો આંકડો 1.77 કરોડ કરતા વધારે થયો.

 

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

ભારતમાં મૃત્યુદર (CFR) 1લી એપ્રિલ પછીથી સૌથી નીચો, 2.23% થયો; સાજા થયેલા દર્દીઓની સંખ્યા 10 લાખને નજીક પહોંચી; છેલ્લા 24 કલાકમાં 35,000થી વધુ દર્દીઓ સાજા થયા

 

કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારો દ્વારા "ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ" વ્યૂહરચનાના સંકલનાત્મક અસરકારક અમલીકરણે એ સુનિશ્ચિત કર્યું છે કે, વૈશ્વિક પરિપ્રેક્ષ્યની તુલનામાં ભારતમાં મૃત્યુ દર (સીએફઆર) નીચા સ્તરે જાળવવામાં સફળતા મળી છે અને તેમાં ક્રમિક ઘટાડો થઈ રહ્યો છે. આજે મૃત્યુદર 2.23% થયો છે અને તે 1લી એપ્રિલ, 2020 પછીના સૌથી નીચા દરે પહોંચ્યો છે. સતત છઠ્ઠા દિવસે દૈનિક 30,000થી વધુ દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. સાજા થયેલા કેસોની કુલ સંખ્યા 10 લાખની નજીક પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 35,286 દર્દીઓ સાજા થઈને રજા મળી ગઈ હોવાથી દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 9,88,029 પર પહોંચી ગઈ છે. કોવિડ-19માંથી સાજા થવાનો દર 64.51% સાથે બીજી ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. સાજા થનારા દર્દીઓની દૈનિક સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો હોવાથી, હાલમાં સક્રિય કેસો અને સાજા થયેલા દર્દીઓ વચ્ચેનો તફાવત પણ એકધારો વધી રહ્યો છે. હાલમાં સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા લોકોની સંખ્યા 4,78,582 વધારે છે. સક્રિય કેસ (5,09,447) તબીબી દેખરેખ હેઠળ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1642035

 

ભારતમાં આજદિન સુધીમાં કુલ 1.77 કરોડ પરીક્ષણ કરવામાં આવ્યા

 

છેલ્લા 24 કલાકમાં 4,08,855 નમૂનાઓના પરીક્ષણ સાથે, પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)ની સંખ્યા વધીને 12,858 થઈ ગઈ છે અને સંચિત પરીક્ષણ 1.77 કરોડથી વધી ગયું છે. દેશમાં 1316 લેબોરેટરી સાથે દેશમાં પરીક્ષણ લેબોરેટરી નેટવર્ક સતત મજબૂત થઇ રહ્યું છેહાલમાં દેશમાં 906 સરકારી લેબોરેટરી અને 410 ખાનગી લેબોરેટરી ઉપલબ્ધ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ભારતમાં કોવિડ-19 મહામારી અને તમાકુનો ઉપયોગ શીર્ષક સાથે લેખ બહાર પાડ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1642054

 

ડૉ. હર્ષવર્ધને વિકારો અને વર્તણૂક સંબંધિત વ્યસનોમાં ઉપયોગમાં લેવાતા કેફી દ્રવ્યોના વ્યવસ્થાપન માટે પ્રભાણભૂત સારવાર માર્ગદર્શિકાઓ પર પુસ્તકનું વિમોચન કર્યું

 

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને વિકારો અને વર્તણૂક સંબંધિત વ્યસનોમાં ઉપયોગમાં લેવાતા કેફી દ્રવ્યો વ્યવસ્થાપન માટે પ્રભાણભૂત સારવાર માર્ગદર્શિકાઓ શીર્ષક સાથે ઇ-પુસ્તકનું વિમોચન કર્યું છે જેનો મૂળ હેતુ દેશમાં કેફી દ્રવ્યોના દૂરુપયોગ અને વર્તણૂક સંબંધિત વ્યસનોની સમસ્યા ઉકેલવાનો છે. કોવિડ-19ના સમયમાં વ્યસના કારણે ઉભા થતા પડકારોનો સામનો કરવાના મહત્વ અંગે ડૉ. હર્ષવર્ધને ચેતવણી આપી હતી કે, વિશ્વ ડ્રગ અહેવાલ 2020 સૂચવે છે કે, અગાઉ આર્થિક કટોકટીઓના કારણે આવેલી પડતી કોવિડ-19ના કારણે આવી શકે છે – સસ્તા કેફી દ્રવ્યો શોધી રહેલા વપરાશકર્તાઓ; વધુ દ્રવ્યોનું સેવન કરવા તરફ આગળ વધવું; આર્થિક પડતીના કારણે ગરીબો અને વંચિત લોકો ડ્રગ્સનો ઉપયોગ કરવા તરફ વળે છે અને તેના ગંભીર પરિણામો ભોગવવા પડે છે. તેમણે એવું પણ વર્ણવ્યું હતું કે, ધૂમ્રપાનના કારણે કોવિડ-19નું જોખમ વધે છે અને જેઓ આ વાયરસથી ચેપગ્રસ્ત હોય તેમને વધુ માઠા પરિણામો ભોગવવા પડે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642039

 

નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની 5મી વાર્ષિક બેઠકમાં ભાગ લીધો

 

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી નિર્મલા સીતારમણે ગઇકાલે નવી દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ના બોર્ડ ઓફ ગવર્નર્સની 5મી વાર્ષિક બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં વ્યાપકરૂપે AIIBના અધ્યક્ષની ચૂંટણી અને ‘AIIB 2030- આગામી દાયકામાં એશિયાના વિકાસને સમર્થન થીમ પર ગોળમેજી ચર્ચા સહિત સત્તાવાર વ્યવસાય પર કેન્દ્રિત હતી. શ્રીમતી સીતારમણ આ ગોળમેજી ચર્ચામાં મુખ્ય વક્તા હતા. પોતાના સંબોધનમાં શ્રીમતી સીતારમણે કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે AIIB દ્વારા ભારત સહિત પોતાના સભ્ય દેશોને અંદાજે 10 અબજ ડૉલરની આર્થિક સહાય ઝડપથી પૂરી પાડવા માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. શ્રીમતી સીતારમણે સાર્ક દેશો માટે કોવિડ-19 ઇમરજન્સી ભંડોળ ઉભું કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી પહેલનો ઉલ્લેખ કર્યો હતો અને કોવિડ-19ને નિયંત્રણમાં લાવવા માટે મહત્વપૂર્ણ તબીબી આરોગ્ય કિટ્સનો પૂરવઠો પૂરો પાડવાના ભારતના પ્રયાસો તેમજ હવે કોવિડ-19ની રસીના પરીક્ષણના વૈશ્વિક પ્રયાસોમાં ભારતના સહકારનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત, નાણામંત્રીએ "G20 ડેબ્ટ સર્વિસ સસ્પેન્શન પહેલમાં ભારતની સહભાગીતા પર પણ પ્રકાશ પાડ્યો હતો. કોવિડ-19 સામે પ્રતિક્રિયાના ભાગરૂપે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાં જેમ કે, 23 અબજ ડૉલરની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKP) અને 295 અબજ ડૉલરનું આત્મનિર્ભર ભારત પેકેજ (ANBP) જેનો ઉદ્દેશ અર્થતંત્રમાં તમામ ક્ષેત્રો અને વિભાગોને સુરક્ષિત રાખવાનો છે, વગેરેનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641841

 

આયુષમંત્રીએ AIIA ખાતે ઉભા કરાયેલા કોવિડ સંભાળ કેન્દ્રમાં વ્યવસ્થાની સમીક્ષા કરી

 

આયુષ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી શ્રીપદ યેસ્સો નાઇકે નવી દિલ્હીમાં સરિતા વિહાર ખાતે આવેલા અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (AIIA)માં ઉભા કરવામાં આવેલા કોવિડ-19 આરોગ્ય સંભાળ કેન્દ્ર (CHC)ની મુલાકાત લઇને અહીં કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે કરવામાં આવેલા વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. તેમણે ડૉક્ટરો સાથે પણ વાતચીત કરી હતી અને આ કેન્દ્રમાં દર્દીઓની સુખાકારી સંબંધિત પૂછપરછ કરી હતી. તેમણે કોવિડ-19 આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ અને આયુર્વેદિક દવાઓ દ્વારા આપવામાં આવતી સારવારના પરિણામો અંગે પ્રતિભાવો માંગ્યા હતા. AIIA દ્વારા કોવિડ-19 મહામારીના પગલે અહીં આપવામાં આવતી સેવાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સમગ્ર ભારતમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે વ્યક્તિગત ધોરણે તૈયાર કરવામાં આવેલી આયુર્વેદિક દવાઓ, ડાયેટ, યોગ અને રાહતની ટેકનિકો પૂરી પાડવામાં AIIAએ દૃશ્ટાંતરૂપ ભૂમિકા નિભાવી હોવાનું પણ તેમણે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતની પરંપરાગત પ્રણાલી આયુર્વેદમાં આ મહામારી દરમિયાન નિવારાત્મક અને સુધારાત્મક આરોગ્ય સંભાળની વિપુલ સંભાવનાઓ સમાયેલી છે. CHCમાં દાખલ કરવામાં આવેલા મોટભાગના દર્દીઓને ડાયેટ અને યોગ સાથે આયુર્વેદ સારવાર પ્રોટોકલ અનુસાર દવા આપવામાં આવી છે. મંત્રીશ્રીએ AIIA ખાતે શરૂ કરવામાં આવેલા વિનામૂલ્યે કોવિડ-19 પરીક્ષણ કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. દિલ્હી સરકાર દ્વારા AIIAને કોવિડ-19 પરીક્ષણ કેન્દ્ર (RT-PCR અને રેપિડ એન્ટિજેન પરીક્ષણ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641854

 

કેન્દ્રીય HRD મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકે ભારતનો અહેવાલ – ડિજિટલ શિક્ષણ જૂન 2020 રજૂ કર્યો

 

કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસમંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકે ગઇકાલે વર્ચ્યુઅલ માધ્યમથી ડિજિટલ શિક્ષણ 2020 અંગે ભારતનો અહેવાલ રજૂ કર્યો હતો. શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, આ અહેવાલ HRD મંત્રાલય, રાજ્યોના શિક્ષણ વિભાગો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા બાળકોને ઘરે જ પહોંચપાત્ર અને સમાવેશી શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનું સુનિશ્ચિત કરવા અને લર્નિંગ એપનો ઉપયોગ ઘટાડવા માટે અપનાવવામાં આવેલી વિવિધ ટેકનિક વિશે માહિતી આપવામાં આવી છે. માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયે શિક્ષકો, વિદ્વાન અને વિદ્યાર્થીઓને મદદ કરવા માટે તેમના દીક્ષા પ્લેટફોર્મ, સ્વયંપ્રભા ટીવી ચેનલ, ઑનલાઇન MOOC અભ્યાસક્રમો, ઑન એર- શિક્ષાવાણી, દિવ્યાંગ લોકો માટે NIOS દ્વારા DAISY, ઇ-પાઠશાળા, રાષ્ટ્રીય મુક્ત શૈક્ષણિક સંસાધન ભંડાર (NROER) વગેરે દ્વારા ઇ-સામગ્રી અને ઉર્જિત પુસ્તકો તૈયાર કરવા માટે અને કામગીરી કરી છે અને ટીવી ચેનલો, ઇ-લર્નિંગ પોર્ટલો, વેબિનાર, ચેટ ગ્રૂપ દ્વારા પ્રસારણ કર્યું છે, પુસ્તકોનું વિતરણ કર્યું છે અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને અન્ય ડિજિટલ પહેલ પણ હાથ ધરી છે. ડિજિટલ શિક્ષણ પહેલો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવામાં પણ વધુ સહકાર આપે છે. ગોવાએ Embibe નામના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા સંચાલિત ઑનલાઇન પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી છે જેથી રાજ્યમાં પ્રવેશ પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓને અભ્યાસ, પ્રેક્ટિસ અને કસોટી માટે સુવિધા મળે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641850

 

PMGKAY-II અંતર્ગત ખાદ્યાન્નનું વિતરણ શરૂ; રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અત્યાર સુધીમાં 33.04 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો ઉપાડવામાં આવ્યો

 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના એપ્રિલથી જૂન 2020 સુધીના સમયગાળામાં સફળ અમલીકરણ બાદ, ભારત સરકારે આ યોજના વધુ 5 મહિના એટલે કે જુલાઇથી નવેમ્બર 2020 સુધી લંબાવી છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) અને અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ આવતા અંદાજે 81 કરોડ લાભાર્થીઓને આવરી લઇને આ યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ દર મહિને 5 કિલો ચોખા અથવા ઘઉં વિનામૂલ્યે આપવામાં આવી રહ્યાં છે. PMGKAY II યોજના હેઠળ જુલાઇથી નવેમ્બર 2020 સુધીમાં કુલ ફાળવણી 200.19 LMT (91.33 LMT ઘઉં અને 109.96 LMT ચોખા)ની છે. રાજ્ય સરકારો તેમજ લાભાર્થી તરફથી આ યોજનાને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. આ યોજના 08.07.2020 રોજ અમલમાં મુકવામાં આવી હતી અને 27.07.2020 સુધીમાં દેશભરમાં વિવિધ રાજ્યોની સરકારોએ લાભાર્થીઓને ખાદ્યાન્નના વધુ વિતરણ માટે 33.40 LMT (13.42 LMT ઘઉં અને 19.98 LMT ચોખા) ખાદ્યાન્નનો જથ્થો ઉપાડી લીધો છે. આ જથ્થો જુલાઇ 2020 મહિના માટે કરવામાં આવેલી કુલ ફાળવણીમાંથી 83% હિસ્સો છે. PMGKAY II અંતર્ગત વધારાની 200.19 LMT ખાદ્યાન્નની ફાળવણી સહિત ભારત સરકાર દ્વારા 5 મહિના દરમિયાન સમાજમાં નિઃસહાય સ્થિતિમાં મૂકાયેલા વર્ગને કુલ 455 LMT ખાદ્યાન્નનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. FCI દ્વારા વર્તમાન સત્ર માટે પહેલાંથી જ ખદીરીની કામગીરીમાં પૂર્ણ કરવામાં આવી છે અને ઘઉં તેમજ ચોખા બંનેની ખરીદીમાં નવા વિક્રમો સ્થાપિત કર્યા છે. કુલ 389.76 LMT ઘઉં અને 504.91 LMT ચોખાની ખરીદી તાજેતરમાં પૂરી થયેલી પાકની મોસમમાં કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641867

 

નવી દિલ્હી ખાતે ભારતીય યોગ સંસ્થાને PM-Cares ભંડોળમાં યોગદાન માટેનો ડિમાન્ડ ડ્રાફ્ટ અને ચેક કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહને સોંપ્યો

 

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે ગઇકાલે જણાવ્યું હતું કે, UNO ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આગ્રહના પગલે "આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી ત્યારથી દુનિયાભરમાં લોકોને યોગમાં રુચિ વધી રહી છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 12 અઠવાડિયાની આસપાસના સમયમાં લોકોના જીવન સાથે યોગ ઝડપથી એકીકૃત થઇ રહ્યા છે અને લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિમાં ઝડપથી અનેકગણો વધારો થયો છે. ભારતીય યોગ સંસ્થાન દ્વારા PM-Cares ભંડોળમાં યોગદાન પેટે આપવામાં આવેલો ડિમાન્ડ ડ્રાફ્ટ અને ચેક સ્વીકારતી વખતે ડૉ. જીતેન્દ્રસિંહે પ્રધાનમંત્રીના શબ્દો હોલિવૂડથી હરિદ્વાર યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, કોરોના આરોગ્ય કટોકટીના સમયમાં લોકોએ યોગના મહત્વની ઘણી ગંભીર નોંધ લીધી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641863

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢઃ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે LED સ્ક્રીનથી સજ્જ 'કોવિડ જાગૃતિ વાન'નું ઉદ્ઘાટન કર્યું છે. આ વાનનો ઉપયોગ કોવિડ-19 સંબંધિત જાહેર આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવા કરવામાં આવશે. શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોથી ચિંતિત જનસંપર્ક વિભાગ, ચંદીગઢ પ્રશાસને ચંદીગઢના રહેવાસીઓમાં IEC પ્રવૃતિઓ હેઠળ કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવાનું આયોજન કર્યું છે.
  • પંજાબઃ રાજ્યમાં વધી રહેલી કોવિડ કેસોની સંખ્યા વચ્ચે, પંજાબ સરકારે બે સરકારી તબીબી કોલેજોમાં સતત વધી રહેલા કેસોના ભારણને અસરકારક રીતે નિયંત્રિત કરવા તેમજ પ્રાદેશિક સ્તરે કોવિડ સંભાળ પૂરી પાડી રહેલી ખાનગી ક્ષેત્રની હોસ્પિટલો સાથે સંકલન કરવા યુવાન IAS અધિકારીઓની નિમણૂંક કરી છે. મુખ્ય સચિવે દરેક જિલ્લા કલેક્ટરોને દરેક કોવિડ દર્દીની દેખરેખ અને તેમની સારવાર અને સંભાળના સંકલન તેમજ તેમની સમયસર અને કાર્યક્ષમ આરોગ્ય સંભાળ સુવિધાઓ સુનિશ્ચિત કરવા તેમના જિલ્લાઓમાં કાર્યદક્ષ યુવા અધિકારીઓની ઓળખ કરવા નિર્દેશો આપ્યાં છે.
  • કેરળઃ આજે રાજ્યમાં કોવિડ-19ના કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે. બે મૃત્યુ કોઝિકોડમાં અને એક મલપ્પુરમમાં નોંધાયું છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 70 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. બીજી તરફ, કેટલીક છૂટછાટો સાથે રાજ્યના પાટનગરમાં લૉકડાઉનનો અમલ ચાલુ રહ્યો હતો, જોકે ચેપગ્રસ્ત વિસ્તારોમાં છૂટછાટો લાગુ પડશે નહીં. કોવિડ આંકડાઓ અનુસાર તિરુવનંતપુરમમાં દરેક 18 પરીક્ષણે એક પોઝિટીવ કેસ મળી આવે છે. રાજ્યના વિવિધ ભાગોમાં પડેલા ભારે વરસાદના કારણે કોવિડ સંક્રમણની નિયંત્રણ કામગીરી ઉપર અસર પડી છે. આજથી રાજ્યમાં કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પાસેથી સ્થળ ઉપર જ દંડ વસૂલવામાં આવશે. અત્યારે કોવિડ-19 સંક્રમણ ધરાવતા 10,093 દર્દીઓ સારવાર હેઠળ છે અને વિવિધ જિલ્લાઓમાં 1.5 લાખ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે.
  • તામિલનાડુઃ 166 કોવિડ-19 કેસો સાથે પુડુચેરીમાં કેસોનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. ચેપના લક્ષણો ધરાવતા દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે. રાજભવનમાં વધુ 3 કર્મચારીઓનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવતાં તામિલનાડુના રાજ્યપાલે પોતાને એક અઠવાડિયા માટે આઇસોલેટ કર્યા છે. આગામી 4થી ઑગસ્ટ સુધી જિલ્લામાં કોવિડના કુલ કેસોની સંખ્યા 8,000 ઉપર પહોંચવાના અંદાજ બાદ રાણીપત જિલ્લા પ્રશાસન કોવિડના નિયંત્રણ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. ગઇકાલે 6,972 નવા કેસો નોંધાયા હતા, 4,707 લોકો સાજા થયા હતા અને 88 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. ચેન્નઇમાંથી 1,107 કેસો નોંધાયા હતા. કુલ કેસોની સંખ્યા 2,27,688 છે, જેમાંથી 57,073 કેસો સક્રિય છે અને 3,659 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. 1,66,956 લોકોને રજા આપવામાં આવી છે. ચેન્નઇમાં 12,852 કેસો સક્રિય છે.
  • કર્ણાટકઃ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને ચિંતા ન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19 કટોકટીની વચ્ચે સરકારે CET માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. તબીબી શિક્ષણ મંત્રી ડૉ. કે.સુધાકરે જણાવ્યું હતું કે લક્ષણ વગરના, લક્ષણ ધરાવતા અને હળવા લક્ષણ ધરાવતાં વ્યક્તિઓ વર્ગીકરણ માટે કેન્દ્રિકૃત વ્યવસ્થા તૈયાર કરાશે અને કેસની ગંભીરતાના આધારે સારવારની ભલામણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે વાસ્તવિક સમય માહિતી મેળવવા માટે કોવિડ સંબંધિત વિવિધ પ્રવર્તમાન એપને એક મંચ હેઠળ લાવવામાં આવશે, જે જરૂરિયાત ધરાવતા લોકોને હોસ્પિટલ/ પથારીઓની ફાળવણી માટે રણનીતિ બનાવવામાં સહાયતા કરશે. ગઇકાલે 5,536 નવા કેસો નોંધાયા છે, 2,819 લોકોને રજા આપવામાં આવી છે, 102 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. બેંગલોર શહેરમાં 1,898 કેસો છે. કુલ કેસોની સંખ્યા 1,07,001 છે, જેમાંથી 64,434 કેસો સક્રિય છે અને 2,055 મૃત્યુ થયા છે.
  • આંધ્રપ્રદેશઃ આંધ્રપ્રદેશના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોનાના દર્દીને રાજ્ય સરકાર તેમની નાણાકીય પરિસ્થિતિ ધ્યાનમાં રાખ્યા વગર તબીબી સહાયતા પૂરી પાડે છે, તેમજ મહામારી ઉપર નિયંત્રણ મેળવવા માટે વધારે ભંડોળની ફાળવવામાં આવી રહ્યું છે. તેમણે સરકારના આદેશોનું ઉલ્લંઘન કરતી અને કોરોનાના દર્દીઓની સારવાર કરવાનો ઇનકાર કરતી ખાનગી હોસ્પિટલો સામે કડક પગલાં ભરવાની ચેતવણી આપી છે. રાજ્ય સરકાર કટોકટીનો સામનો કરવા માટે ડૉક્ટર સહિત 17 હજાર તબીબી કર્મચારીઓની ભરતી કરી રહી છે. રાજ્ય વકફ બોર્ડે જાહેરાત કરી છે કે મુસ્લિમ કબ્રસ્તાનોમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા મુસ્લિમોની દફનવિધી માટે વકફ સંસ્થાઓના સંચાલકોએ વાંધો ઉઠાવવો નહીં અથવા તેનો ઇનકાર કરવો નહીં. ગઇકાલે 7,948 નવા કેસો નોંધાયા છે, 3,064 દર્દીઓને રજા આપવામાં આવી છે અને 58 મૃત્યુ નોંધાયા છે. કુલ કેસોની સંખ્યા 1,10,297 છે, જેમાંથી 56,527 કેસો સક્રિય છે, 1,148 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. કુલ 53,622 દર્દીઓને રજા અપાઇ છે.
  • તેલંગાણાઃ એક જ દિવસમાં પરીક્ષણ માટે નમૂનાઓની સંખ્યા 18,858ની સંખ્યા પર પહોંચી જતા રાજ્યમાં કોવિડ-19ના વિક્રમજનક 1,764 નવા કેસો નોંધાયા હતા. ઉપરાંત અત્યાર સુધી હાથ ધરાયેલા કુલ પરીક્ષણોની સંખ્યા 4 લાખનો આંક પાર કરી ગઇ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયામાં 50થી વધારે કેસોના કારણે કોવિડ-19ના કેસોની સતત વધી રહેલી સંખ્યાના કારણે આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતા પૂર્ણ થવાને આરે છે. છેલ્લા 24 કલાકમાં 1,764 નવા કેસો નોંધાયા છે, 842 લોકો સાજા થયા છે અને 12 વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં છે. 1,764 નવા કેસોમાંથી 509 કેસો GHMCમાંથી નોંધાયા છે. કુલ કેસોની સંખ્યા 58,906 છે, જેમાંથી 14,663 કેસો સક્રિય છે, 492 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 43,751 દર્દીઓને રજા આપવામાં આવી છે.
  • અરુણાચલ પ્રદેશઃ રાજ્યના પાટનગર ઇટાનગર સહિત રાજ્યના જુદા-જુદા ભાગોમાં રેપિડ રિસ્પોન્સ એન્ટિજેન ટેસ્ટ હાથ ધરવામાં આવી રહ્યાં છે. ઇટાનગરમાં છેલ્લા 24 કલાકમાં 1,664 આવા પરીક્ષણો હાથ ધરવામાં આવતાં 26 પોઝિટીવ કેસોની પુષ્ટી થઇ છે.
  • મણિપુરઃ મણિપુરમાં કોવિડ-19ના કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું છે. ઇમ્ફાલમાં RIMS હોસ્પિટલમાં દાખલ કરાયેલા થાઉબાલ જિલ્લાના 56 વર્ષીય દર્દીનું મૃત્યુ થયું છે. તેઓ કિડનીની સમસ્યાથી પીડિત હતા.
  • નાગાલેન્ડઃ નાગાલેન્ડમાં કોવિડ-19ના નવા 53 કેસો પ્રકાશમાં આવ્યાં છે. તેમાંથી 29 દીમાપુરમાં, 19 કોહીમામાં અને 5 મોનમાં નોંધાયા છે.
  • મહારાષ્ટ્રઃ મુંબઇમાં હાથ ધરવામાં આવેલો એક સર્વે દર્શાવે છે કે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા અડધાથી વધારે લોકો એટલે કે 57% લોકો SARS-COV2નો સામનો કરી રહ્યાં છે અને તેની સામે એન્ટિબોડી વિકસાવ્યાં છે, જેની સરખામણીમાં સોસાયટીઓમાં રહેતા માત્ર 16% લોકોમાં જ એન્ટિબોડીની હાજરી જોવા મળી છે. સરવેમાં ચેપના વધારે પ્રમાણમાં ફેલાવવાનું મુખ્ય કારણ રહેવાની જગ્યાના અભાવના કારણે સામાજિક અંતરનું પાલન કરવામાં પડતી મુશ્કેલી, સામાન્ય શૌચાલયનો ઉપયોગ દર્શાવવામાં આવ્યાં છે. મંગળવારે 8,000થી વધારે પરીક્ષણો હાથ ધરવામાં આવ્યાં છતાં 717 નવા કેસો નોંધાતા, પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જુલાઇના પ્રારંભમાં 5,000- 6,000 પરીક્ષણમાંથી નિયમિતપણે શહેરમાં 1,500થી વધારે કેસો નોંધાતા હતા. આ બાબત દર્શાવે છે કે આર્થિક પાટનગરમાં કોવિડ-19નો ફેલાવો ધીરે-ધીરે ઘટી રહ્યો છે. મંગળવારે સમગ્ર મહારાષ્ટ્રમાં કુલ 7,717 દર્દીઓનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. અત્યારે સક્રિય કેસોની સંખ્યા 1,44,696 છે.
  • ગુજરાતઃ ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર માટે કિંમતોમાં ટોચ મર્યાદા બાંધી છે. ખાનગી હોસ્પિટલો દ્વારા કોવિડ-19ના દર્દીઓ પાસેથી મનફાવે તેમ કિંમતો વસૂલવાની પ્રાપ્ત થયેલી ફરિયાદ બાદ આ પગલાં ભરવામાં આવ્યાં છે. રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી કે નવા દરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ભાવનગર મહાનગર પાલિકાની હદોમાં આવેલી હોસ્પિટલો સિવાય સમગ્ર રાજ્યમાં આવેલી ખાનગી હોસ્પિટલોને લાગુ પડશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ભાવનગરમાં ખાનગી હોસ્પિટલો માટે સારવારના દરો પહેલેથી નક્કી કરવામાં આવ્યાં છે. બિન-ICU વોર્ડમાં કોવિડ દર્દી માટે રૂ. 5,700 પ્રતિ દિનની ટોચ મર્યાદા રાખવામાં આવી છે, જ્યારે ICUમાં દાખલ કરાયેલા દર્દી પાસેથી પ્રતિ દિન રૂ. 6,000થી વધારે વસૂલી શકાશે નહીં. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1,108 નવા પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે અને 24 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે. કુલ કેસોની સંખ્યા વધીને 57,982 ઉપર પહોંચી છે, જેમાં 13,198 સક્રિય કેસોનો પણ સમાવેશ થાય છે. કુલ 42,412 લોકો સાજા થયા છે અને 2,372 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
  • રાજસ્થાનઃ આજે સવારે કોવિડ-19ના 328 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કેસોની કુલ સંખ્યા વધીને 38,964 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 27,569 પર પહોંચી છે. સૌથી વધારે 154 નવા કેસો અલવર જિલ્લામાંથી નોંધાયા હતા, ત્યારબાદ જયપુરમાંથી 61 અને અજમેરમાંથી 47 કેસો નોંધાયા હતા.
  • મધ્યપ્રદેશઃ મંગળવારે મધ્યપ્રદેશમાં 628 નવા કેસો નોંધાયા છે. રાજ્યમાં કોવિડ-19નો કુલ આંક વધીને 29,217 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારે 8,044 સક્રિય દર્દીઓ છે ત્યારે કુલ 20,343 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 830 લોકોના મૃત્યુ નોંધાયા છે.

 

ImageImage



(Release ID: 1642144) Visitor Counter : 261