સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં સતત બીજા દિવસે દરરોજ 5 લાખથી વધુ પરીક્ષણ કરવામાં આવ્યા
આજે 1.73 કરોડથી વધુના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું
પરીક્ષણ પ્રતિ મિલિયન (TPM)ના પરીક્ષણો વધીને 12,562 થયા
Posted On:
28 JUL 2020 5:28PM by PIB Ahmedabad
'ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ' વ્યૂહનીતિ અનુસાર ભારતે એક જ દિવસમાં સતત બીજા દિવસે 5 લાખથી વધુના કોવિડ-19 પરીક્ષણોની નવી ઉંચી સપાટી જાળવી રાખી છે. આ આક્રમક પરીક્ષણ પર કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના સંયુક્ત અને કેન્દ્રિત પ્રયત્નોનું પરિણામ છે કે કોવિડ-19 પોઝિટિવ કેસની વહેલી તકે તપાસ અને અલગતાના પ્રથમ મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે. 26 જુલાઇએ ભારતમાં કુલ 5,15,000 નમૂનાઓનું પરીક્ષણ અને 27 મી જુલાઈએ કુલ 5,28,000 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ક્રમાંકિત અને વિકસતા જવાબોના પરિણામે એક પરીક્ષણ વ્યૂહરચના પરિણમી જેણે દેશમાં પરીક્ષણ નેટવર્કને સતત વધાર્યું, અને આજની તારીખે સંચિત પરીક્ષણ 1.73 કરોડને વટાવી ગયું છે. પ્રતિ મિલિયન ટેસ્ટ વધુ સુધારા સાથે 12,562 પર પહોંચી ગયો છે.
ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી દ્વારા ઉદ્દઘાટન કરાયેલા નોઈડા, મુંબઇ અને કોલકાતામાં ત્રણ ઉચ્ચ ક્ષમતાવાળી પરીક્ષણ સુવિધાઓના સમાવેશ સાથે ભારતની પરીક્ષણ ક્ષમતાને વધુ વેગ મળ્યો છે. દેશમાં 1310 લેબોરેટરી સાથે દેશમાં પરીક્ષણ લેબોરેટરી નેટવર્ક સતત મજબૂત થયું છે; હાલમાં દેશમાં 905 સરકારી લેબોરેટરી અને 405 ખાનગી લેબોરેટરી ઉપલબ્ધ છે. તેની વિગતો નીચે મુજબ છે:
• રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 668 (સરકારી: 407 + ખાનગી: 261)
• TrueNat આધારિત પરીક્ષણની લેબ: 537 (સરકારી: 467 + ખાનગી: 70)
• CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 105 (સરકારી: 31 + ખાનગી: 74)
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
SD/GP/BT
(Release ID: 1641836)
Visitor Counter : 275