પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 27 જુલાઇના રોજ મોટાપાયે કોવિડ-19નું પરીક્ષણ થઇ શકે તેવી સુવિધાઓનો પ્રારંભ કરશે

Posted On: 26 JUL 2020 1:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 જુલાઇના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ખૂબ મોટી સંખ્યા (હાઇ થ્રૂપુટ)માં કોવિડ-19ના પરીક્ષણો થઇ શકે તેવી સુવિધાઓનો પ્રારંભ કરશે. સુવિધાઓની મદદથી દેશમાં કોવિડના પરીક્ષણોની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ થઇ શકશે અને તેના કારણે કોવિડથી ચેપગ્રસ્ત લોકોનું વહેલું નિદાન તેમજ સારવાર થઇ શકશે. પ્રકારે, દેશમાં મહામારીના ફેલાવાને નિયંત્રણમાં લાવવામાં મદદ મળી રહેશે.

 

મોટાપાયે પરીક્ષણ ક્ષમતા ધરાવતી સુવિધાઓ ICMR- રાષ્ટ્રીય કેન્સર નિવારણ અને સંશોધન સંસ્થા, નોઇડા; ICMR- રાષ્ટ્રીય પ્રજોત્પતિ આરોગ્ય સંશોધન સંસ્થા, મુંબઇ; અને ICMR- રાષ્ટ્રીય કોલેરા અને આંતરડા રોગ સંસ્થા, કોલકાતા ખાતે ઉભી કરવામાં આવી છે અને તેની મદદથી રોજના 10,000 સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ થઇ શકશે. લેબોરેટરીઓના કારણે પરીક્ષણ માટેના સમયમાં ઘટાડો થશે અને લેબોરેટરીમાં કામ કરતા કર્મચારીઓનો ચેપી તબીબી સામગ્રી સાથે પ્રત્યક્ષ સંપર્ક પણ ઘટી જશે. લેબોરેટરીઓ કોવિડ સિવાયની બીમારીઓના પરીક્ષણ માટે પણ સક્ષમ છે જેથી મહામારી પછી પણ ત્યાં હિપેટાઇટિસ બી અને સી, HIV, માઇકોબેક્ટેરિયમ ટ્યુબેરક્યૂલોસિસ, સાઇટોમેટગાલો વાયરસ, ક્લેમીડિયા, નેઇસેરિયાસ, ડેગ્યૂ વગેરેના પરીક્ષણો થઇ શકશે.

 

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી તેમજ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

 

 

DS/GP/BT

 



(Release ID: 1641389) Visitor Counter : 253