વહાણવટા મંત્રાલય

જહાજ મંત્રાલયે અંતર્દેશીય જળ પરિવહનને પ્રોત્સાહન આપવા જળમાર્ગના વપરાશ શુલ્ક માફ કર્યા


પર્યાવરણને અનુકુળ અને સસ્તા પરિવહનની ઢબથી વ્યવસાય કરવામાં સરળતાને પ્રોત્સાહન મળશે: શ્રી મનસુખ માંડવીયા

Posted On: 24 JUL 2020 3:12PM by PIB Ahmedabad

જહાજ મંત્રાલયે અંતર્દેશીય જળમાર્ગને પૂરક, પર્યાવરણને અનુકુળ અને સસ્તા પરિવહનની ઢબ તરીકે પ્રોત્સાહિત કરવા ભારત સરકારની દ્રષ્ટિ ધ્યાનમાં લેતા ત્વરિત અસરથી જળમાર્ગ વપરાશ શુલ્ક માફ કરવાનો નિર્ણય કર્યો છે. શરૂમાં ત્રણ વર્ષ માટે આ શુલ્ક માફ કરવામાં આવે છે.

કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, હાલમાં જ કાર્ગો ટ્રાફિક માત્ર 2% જ જળમાર્ગ પર આવે છે. જળમાર્ગના શુલ્કને માફ કરવાનો નિર્ણય ઉદ્યોગોને તેમની લોજિસ્ટિક જરૂરિયાતો માટે રાષ્ટ્રીય જળમાર્ગનો ઉપયોગ કરવા આકર્ષિત કરશે. પરિવહનની ઢબ પર્યાવરણને અનુકુળ અને સસ્તી હોવાથી તે માત્ર અન્ય પરિવહનની ઢબ પરનો ભાર ઘટાડશે જ નહીં પરંતુ ધંધામાં સરળતાને પણ પ્રોત્સાહન આપશે.

જહાજો દ્વારા તમામ રાષ્ટ્રીય જળમાર્ગોના ઉપયોગ પર પાણીનો વપરાશ શુલ્ક લાગુ હતો. ટ્રાફિક ચળવળના સંચાલનમાં અને ટ્રાફિક ડેટાના સંગ્રહમાં તે અવરોધ હતો. હાલમાં ભારતીય અંતર્દેશીય જળમાર્ગ સત્તા (IWAI) અંતર્દેશીય કાર્ગો વાહણોને ચલાવવા માટે પ્રતિ કિલોમીટર દીઠ કુલ રજીસ્ટર્ડ ટન (GRT) 0.02ના દરે અને રાષ્ટ્રીય જળમાર્ગો પર ક્રુઝ જહાજોને ચલાવવા માટે પ્રતિ કિલોમીટર દીઠ કુલ રજીસ્ટર ટન (GRT) 0.05ના દરે જળમાર્ગ વપરાશ શુલ્ક વસૂલ કરે છે.

આ નિર્ણયમાં અંતર્દેશીય જળમાર્ગની ટ્રાફિક ગતિને 2019-20ની 72 MMTથી વધારીને 2022-23માં 110 MMT કરવાનો અંદાજ છે. તેનાથી આ ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓ અને વિકાસને ફાયદો થશે.

 

SD/GP/DS/BT


(Release ID: 1640913) Visitor Counter : 256