સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં મૃત્યુદર (CFR) ઘટીને પહેલી વખત 2.5% થયો


29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો CFR નોંધાયો

प्रविष्टि तिथि: 19 JUL 2020 1:40PM by PIB Ahmedabad

હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કોવિડથી ચેપગ્રસ્ત દર્દીઓના અસરકારક તબીબી વ્યવસ્થાપન માટે કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારો દ્વારા કરવામાં આવેલા કેન્દ્રિત પ્રયાસોના પરિણામે ભારતમાં પહેલી વખત મૃત્યુદર (CFR) ઘટીને 2.5% નોંધાયો છે. અસરકારક કન્ટેઇન્મેન્ટ વ્યૂહરચના, સઘન અને ઝડપી પરીક્ષણ તેમજ સર્વગ્રાહી સંભાળના ધોરણોના અભિગમના આધારે નિર્ધારિત કરવામાં આવેલા તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલના કારણે દેશમાં મૃત્યુદરમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. દેશમાં મૃત્યુદરમાં એકધારો પ્રગતિપૂર્વક ઘટાડો થઇ રહ્યો છે અને હાલમાં તે 2.49% સુધી પહોંચી ગયો છે. ભારત સમગ્ર દુનિયામાં કોવિડના કારણે સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાંથી એક છે.

કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો સરકારો દ્વારા પરીક્ષણની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને જાહેર તેમજ ખાનગી ક્ષેત્રોની હોસ્પિટલો સાથે મળીને હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વૃદ્ધિ કરવામાં આવી રહી છે. સંખ્યાબંધ રાજ્યોમાં વૃદ્ધ લોકો, ગર્ભવતી મહિલાઓ અને સહ-બીમારી ધરાવતા લોકો જેવા સંવેદનશીલ જનસમુદાયમાંથી કોવિડના સંભવિત કેસોનું આલેખન કરવા માટે વસ્તી-સમુદાયના સર્વે કરવામાં આવ્યા છે. મોબાઇલ એપ્લિકેશન જેવા ટેકનોલોજી આધારિત ઉકેલોની મદદથી આવી કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે જેના કારણે સંક્રમણનું અતિ જોખમ ધરાવતા લોકો સતત દેખરેખ હેઠળ રહે છે અને આ પ્રકારે વહેલાં નિદાન, સમયસર તબીબી સારવાર અને મૃત્યુદરમાં ઘટાડો કરવામાં ઘણી મદદ મળી રહે છે. પાયાના સ્તરે, ASHA અને ANM જેવા અગ્ર હરોળના આરોગ્ય કર્મચારીઓએ વિસ્થાપિત લોકોનું વ્યવસ્થાપન કરવામાં અને સામુદાયિક સ્તરે બીમારી અંગે લોકોમાં વ્યાપક જાગૃતિ ફેલાવવામાં પ્રશંસનીય કામગીરી કરી છે. તેના પરિણામે, હાલમાં 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધાયેલો મૃત્યુદર (CFR) ભારતના સરેરાશ CFRની સરખામણીએ ઓછો છે. 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શૂન્ય CFR છે. 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 1% કરતાં ઓછો CFR છે. દેશમાં જાહેર આરોગ્ય ઉપકરણોની પ્રશંસનીય કામગીરીનું પરિણામ આ આંકડાઓમાં દેખાઇ રહ્યું છે.

રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ

મૃત્યુદર (%)

રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ

મૃત્યુદર (%)

મણિપુર

0.00

હિમાચલ પ્રદેશ

0.75

નાગાલેન્ડ

0.00

બિહાર

0.83

સિક્કિમ

0.00

ઝારખંડ

0.86

મિઝોરમ

0.00

તેલંગાણા

0.93

આંદામાન અને નિકોબાર ટાપુઓ

0.00

ઉત્તરાખંડ

1.22

લદ્દાખ (કેન્દ્ર શાસિત પ્રદેશ)

0.09

આંધ્રપ્રદેશ

1.31

ત્રિપુરા

0.19

હરિયાણા

1.35

આસામ

0.23

તામિલનાડુ

1.45

દાદરા અને નગરહવેલી તેમજ દમણ અને દીવ

0.33

પુડુચેરી

1.48

કેરળ

0.34

ચંદીગઢ

1.71

છત્તીસગઢ

0.46

જમ્મુ અને કાશ્મીર (કેન્દ્ર શાસિત પ્રદેશ)

1.79

અરુણાચલ પ્રદેશ

0.46

રાજસ્થાન

1.94

મેઘાલય

0.48

કર્ણાટક

2.08

ઓડિશા

0.51

ઉત્તરપ્રદેશ

2.36

ગોવા

0.60

 

 

 

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

DS/BT


(रिलीज़ आईडी: 1639796) आगंतुक पटल : 913
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Malayalam