PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 16 JUL 2020 6:21PM by PIB Ahmedabad

 

 

 

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 

 

 

 
 

 

Date: 16.07.2020

Reserved: કોવિડ-19માંથી 6,12,814 દર્દીઓ આજદિન સુધીમાં સાજા થયા,  સાજા થવાનો દર વધીને 63.25% સુધી પહોંચ્યો
છેલ્લા 24 કલાકમાં 20,783 દર્દી કોવિડમાંથી સાજા થયા.
દેશમાં કોવિડ-19ના વાસ્તવિક કેસોનું ભારણ માત્ર 3,31,146 કેસ છે.
દેશના કુલ સક્રિય કેસોમાંથી 48.15% કેસ માત્ર મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં જ છે.
ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, હજુ પણ પરીક્ષણની ક્ષમતા વધારીને આગામી 12 અઠવાડિયામાં દૈનિક 10 લાખ સુધી લઇ જવામાં આવશે.
1234 લેબોરેટરી અને રેપિડ એન્ટિજેન પરીક્ષણ કવાયત સાથે પ્રત્યેક દસ લાખમાં પરીક્ષણ (TPM) 9231 કરતાં વધુ.
કોવિડ-19 સામેની ભારતની લડાઇમાં મદદરૂપ થવા માટે એક કરોડ સ્વયંસેવકોને સક્રિય કરવા કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને પ્રયાસો કરશે: શ્રી કિરણ રિજિજુ

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: દેશમાં કોવિડ-19ના દર્દીઓના કેસોનું વાસ્તવિક ભારણ માત્ર 3,31,146 કેસ છે; કુલ નોંધાયેલા કેસમાંથી લગભગ ત્રીજા ભાગના; 6.1 લાખથી વધુ દર્દીઓ સાજા થઇ ગયા છે

આજની સ્થિતિ અનુસાર, દેશમાં કોવિડ-19ના દર્દીઓના વાસ્તવિક કેસોનું ભારણ માત્ર 3,31,146 છે. અત્યાર સુધીમાં દેશમાં નોંધાયેલા કુલ કેસોમાંથી આ લગભગ ત્રીજા ભાગ (34.18%)ની સંખ્યા છે. જૂન 2020ના મધ્ય પછી દેશમાં સાજા થવાનો દર સતત 50%થી વધુ નોંધાઇ રહ્યો છે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જ્યારે સક્રિય કેસોની સંખ્યા તેના પ્રમાણમાં ઘટતી રહી છે. અત્યાર સુધીમાં કોવિડ-19માંથી 63.25% દર્દીઓ સાજા થઇ ગયા છે. સાથે-સાથે, સક્રિય કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે અને જૂન 2020ના મધ્યમાં તે 45% હતો, ત્યાંથી ઘટીને હાલમાં 34.18% સંખ્યા થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાની સંખ્યામાં ઝડપી વધારો જોવા મળ્યો છે અને કુલ 20,783 દર્દીઓ સાજા થઇ ગયા છે. આથી, દેશમાં આજદિન સુધીમાં કોવિડ-19માંથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા વધીને 6,12,814 થઇ ગઇ છે. દેશમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા અને સક્રિય દર્દીઓની સંખ્યા વચ્ચેનો તફાવત વધીને 2,81,668 થઇ ગયો છે. દેશના કુલ સક્રિય કેસોમાંથી 48.15% કેસોનું ભારણ માત્ર બે રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં છે. કુલ 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી માત્ર 10 રાજ્યોમાં કુલ સક્રિય કેસોમાંથી 84.62% કેસનું ભારણ છે.

 

http://pibcms.nic.in/WriteReadData/userfiles/image/image001GO3V.png

 

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639057

 

1234 લેબોરેટરી અને રેપિડ એન્ટિજેન પરીક્ષણ કવાયત સાથે પ્રત્યેક દસ લાખમાં પરીક્ષણ (TPM) 9231 કરતાં વધુ

 “ટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ વ્યૂહનીતિ અનુસાર કેન્દ્ર સરકારે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પરીક્ષણની સંખ્યામાં વધારો કર્યો છે. તેના પરિણામે, દેશમાં પરીક્ષણ માટે લેબોરેટરીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ICMRની માર્ગદર્શિકાના અનુપાલન સાથે વધતી રહેલી પરીક્ષણની લેબોરેટરીના કારણે કેસોના વહેલાં નિદાનમાં ઘણી મદદ મળી રહી છે. નોંધણી કરાવેલા તમામ મેડિકલ પ્રેક્ટિશનર હવે કોવિડના પરીક્ષણ માટે સૂચન કરી શકે છે. RT-PCR, TrueNet અને CBNAAT લેબોરેટરીના નેટવર્કના કારણે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં પરીક્ષણની સુવિધા ઉભી થઇ શકી છે અને પરીક્ષણો પણ ઘણા મોટાપાયે થઇ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,26,826 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આજદિન સુધીમાં દેશમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 1,27,39,490 સુધી પહોંચી ગયો છે. આથી ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરરેશ પરીક્ષણની સંખ્યા 9231.5 થઇ ગઇ છે. દેશમાં પરીક્ષણની લેબોરેટરીનું નેટવર્ક વધતા કુલ 1234 લેબોરેટરી કોવિડના પરીક્ષણ માટે ઉપલબ્ધ થઇ છે જેમાંથી 874 લેબોરેટરી સરકારી ક્ષેત્રની અને 360 લેબોરેટરી ખાનગી ક્ષેત્રની છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639100

 

ડૉ. હર્ષવર્ધને દિલ્હીમાં એઇમ્સ ખાતે રાજકુમારી અમૃત કૌર OPD બ્લૉકનું ઉદ્ઘાટન કર્યું

ડૉ. હર્ષવર્ધને નવા OPD બ્લૉકનું નામ ખ્યાતનામ સ્વાતંત્ર્ય સેનાની અને દેશના પ્રધમ આરોગ્ય મંત્રી શ્રીમતી રાજકુમારી અમૃતાકૌરના નામ પરથી રાખવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. દેશમાં કોવિડ-19 સામેની લડાઇમાં સહિયારા પ્રયાસોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, તબક્કાવાર આપણે આ મહામારી સામેની લડાઇ જીતવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. હાલમા દેશમાં કોવિડ-19થી ચેપગ્રસ્ત દર્દીઓમાંથી 2 ટકા કરતા ઓછા દર્દીને ICUમાં રાખવામાં આવ્યા છે. આપણું પરીક્ષણ માટે લેબોરેટરીઓનું નેટવર્ક વધુ મજબૂત થઇ રહ્યું છે; આપણે લેબોરેટરીઓની સંખ્યામાં ખૂબ જ વધારો કર્યો છે અને જાન્યુઆરી 2020માં દેશમાં એક જ પરીક્ષણ લેબોરેટરી હતી તેની સરખામણીએ અત્યારે 1234 લેબોરેટરી ઉપલબ્ધ છે. આજની તારીખે, આપણે દરરોજ 3.26 લાખથી વધુ સેમ્પલનું પરીક્ષણ કરીએ છીએ. ડૉ. હર્ષવર્ધને ઉમેર્યું હતું કે, પરીક્ષણની આ ક્ષમતામાં હજુ પણ વધારો કરવામાં આવશે અને આગામી 12 અઠવાડિયામાં દૈનિક 10 લાખ પરીક્ષણો થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639085

 

પ્રધાનમંત્રી 17 જુલાઈ, 2020ના રોજ ECOSOCના હાઈ-લેવલ સેગ્મેન્ટને સંબોધિત કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શુક્રવારે 17 જુલાઈ, 2020ના રોજ ન્યુયોર્કમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક પરિષદના વાર્ષિક હાઈ-લેવલ સેગ્મેન્ટમાં, વર્ચ્યુઅલ રીતે 0930-1130 કલાકે (સ્થાનિક સમય) મુખ્ય સંબોધન આપશે. વાર્ષિક હાઈ-લેવલ સેગ્મેન્ટમાં સરકાર, ખાનગી ક્ષેત્ર, નાગરિક સમાજ અને શિક્ષણવિદ્યાના ઉચ્ચ-સ્તરના પ્રતિનિધિઓના વિવિધ જૂથને સામેલ કરવામાં આવે છે. આ વર્ષના હાઈ-લેવલ સેગ્મેન્ટની થીમ છે, "COVID-19 પછી બહુપક્ષીયતા: 75મી વર્ષગાંઠે આપણને કેવા પ્રકારનાં યુ.એન.ની જરૂર છે." બદલાતા આંતરરાષ્ટ્રીય વાતાવરણ અને COVID-19 રોગચાળાની વિરુદ્ધ નિર્ધારિત, આ સત્ર, બહુપક્ષીયતાના અભ્યાસક્રમને આકાર આપતી મહત્વપૂર્ણ શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને મજબૂત નેતૃત્વ, અસરકારક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ભાગીદારીનું વિસ્તરણ અને વૈશ્વિક જાહેર માલના મહત્વને વધારવાના માધ્યમથી વૈશ્વિક કાર્યસૂચિને વેગ આપવા માટેની રીતોનું અન્વેષણ કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639028

 

રેલવેએ આવક વધારવા, ખર્ચ ઓછો કરવા, પરિચાલનની સલામતી વધારવા અને હાલના કર્મચારીઓના કલ્યાણ પર એક સાથે ધ્યાન આપવાની જરૂર છેશ્રી પીયૂષ ગોયલ

રેલવે મંત્રાલય દ્વારા પ્રથમ વખત ઑનલાઇન સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભરમાંતી રેલવે કર્મચારીઓના સંઘોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સંગોષ્ઠિમાં સંબોધન કરતા શ્રી પીયૂષ ગોયલે લૉકડાઉનના સમયમાં રેલવે તંત્ર દ્વારા તે નિષ્ઠાપૂર્વક અવિરત કામગીરી કરવામાં આવી તે બદલ તેમણે રેલવેના તમામ કર્મચારીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સૌથી ટોચના સ્તરથી માંડીને સૌથી નીચેના સ્તર સુધી, તમામ અધિકારીઓ અને સ્ટાફે લૉકડાઉન દરમિયાન ખૂબ જ નિષ્ઠા અને ખંતપૂર્વક તેમની ફરજનો નિભાવી છે. હાલમાં, ભારતીય રેલવે મહામારીના કારણે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ રહી છે. તેમણે તમામ સંઘોના નેતાઓને વિનંતી કરી હતી કે, રેલવે કેવી રીતે સમગ્ર દુનિયા જેનો સામનો કરી રહી છે તેવી આ મહામારીના કારણે આવેલી કટોકટીમાંથી બહાર આવી શકે તેના પર મનન કરે. તેમણે રેલવેના સંઘોને રેલવે કેવી રીતે પોતાની આવકમાં વધારો કરી શકે, ખર્ચમાં કાપ લાવી શકે, ભાડાના હિસ્સામાં વધારો થઇ શકે અને કેવી રીતે રેલવે વધુ સલામત અને ઝડપી થઇ શકે તેના પર નવતર આઇડિયા આપવા પણ કહ્યું હતું.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638089

 

બાયોટેકનોલોજી વિભાગ દ્વારા સમર્થિત ઝાયડસ દ્વારા ડિઝાઇન અને તૈયાર કરવામાં આવેલી કોવિડ-19ની રસી -ZyCoV-Dનું ગ્રહણશીલ તબક્કા I/II તબીબી પરીક્ષણ શરૂ

BIRAC દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ઝાયડસ દ્વારા ડિઝાઇન અને તૈયાર કરવામાં આવેલી અને ભારત સરકારના બાયોટેકનોલોજીના આંશિક ફિંડિગ સાથેની પ્લાઝ્મિડ DNA રસી  ZyCoV-Dનું તબક્કા I/IIનું તંદુરસ્ત વ્યક્તિ વિષયોમાં તબીબી પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ભારતમાં સ્વદેશી ધોરણે તૈયાર કરવામાં આવેલી કોવિડ-19ની આ પ્રથમ રસી છે જેનું માણસમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગ્રહણશીલ તબક્કો I/II ડોઝ વૃદ્ધિ, બહુ કેન્દ્રિત અભ્યાસમાં આ રસીની સલામતી, સહનશીલતા અને ઇમ્યુનોજેનિસિટી જેવા પાસાંનું આકલન કરવામાં આવશે. DBTના સચિવ અને BIRACના ચેરપર્સન ડૉ. રેણુ સ્વરૂપે જણાવ્યું હતું કે, બાયોટેકનોલોજી વિભાગે રાષ્ટ્રીય બાયોફાર્મા મિશન અંતર્ગત કોવિડ-19 માટે સ્વદેશી બનાવટની રસી ઝડપથી તૈયાર કરવા માટે ઝાયડસ સાથે ભાગીદારી કરી છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638979

 

શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતની વિકાસગાથામાં રહેલી વિશાળ તકો ઝડપી લેવા માટે અમેરિકાના રોકાણકારોને આમંત્રણ આપ્યું

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી વાયુ અને સ્ટીલ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને યુએસ- ભારત બિઝનેસ પરિષદ (USIBC)ના ઉપક્રમે ગઇકાલે યોજાયેલા ઔદ્યોગિક સ્તરના વાર્તાલાપમાં સહ-અધ્યક્ષતા સંભાળી હતી અને તેમની સાથે અમેરિકાના ઉર્જા સચિવ મહામહિમ ડેન બ્રૌલિટે પણ સહ-અધ્યક્ષ રહ્યા હતા. મંત્રીશ્રીની અધ્યક્ષતામાં મંગળવારે ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી (USISPF) દ્વારા અલગથી ઉચ્ચ સ્તરીય વાર્તાલાપ બેઠક પણ યોજાઇ હતી. આ વાર્તાલાપ દરમિયાન મંત્રીશ્રીએ, અમેરિકાની કંપનીઓ અને રોકાણકારોને ભારતમાં નવી તકોમાં જોડાવા અને રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં ભારત અને અમેરિકાની કંપનીઓ વચ્ચે કેટલાક સંયુક્ત પ્રયાસો થયા છે પરંતુ તેની વાસ્તવિક સંભાવના કરતાં તે ઘણા ઓછા છે. તેમણે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારીની લવચિકતાની નોંધ લીધી હતી અને તેને ભારત- અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારી જેના પર ટકેલી છે એવા સૌથી ટકાઉ આધારસ્તંભ ગણાવી હતી.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638974

 

કોવિડ-19 સામેની ભારતની લડાઇમાં મદદરૂપ થવા માટે એક કરોડ સ્વયંસેવકોને સક્રિય કરવા કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને પ્રયાસો કરશે: શ્રી કિરણ રિજિજુ

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી કિરણ રિજિજુએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના યુવા બાબતો અને રમતગમત વિભાગોના મંત્રીઓ અને વરિષ્ઠ ઇન્ચાર્જ અધિકારીઓને આહ્વાન કર્યું હતું કે, યુવા મંત્રાલયની મોખરાની યોજના નહેરુ યુવા કેન્દ્ર સંસ્થાન (NYKS) અને રાષ્ટ્રીય સેવા યોજના (NSS)તમામ ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સને સક્રિય કરીને ભારતમાં કોવિડ-19 સામેની લડાઇ વધુ મજબૂત બનાવવા માટે તેમની મદદ લેવામાં આવે તેમજ સમાજના સૌથી નીચેના વર્ગ સુધી આત્મનિર્ભર ભારત વિશે જાગૃતિ ફેલાવવામાં તેમની મદદ લેવામાં આવે. મંત્રીશ્રી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે બે દિવસીય વીડિયો કોન્ફરન્સ યોજી રહ્યા છે જેથી રમતગમત અને યુવા બાબતો સંબંધિત સમસ્યાઓ ઉકેલવા માટે ભાવિ રણનીતિ તૈયાર થઇ શકે. તેમણે તમામ રાજ્યોને વિનંતી કરી હતી કે, તેઓ કોવિડ દરમિયાન ઑનલાઇન માધ્યમથી ફિટ ઇન્ડિયા પ્રવૃત્તિઓ ચાલુ રાખે અને ફિટનેસ સંબંધિત પ્રવૃત્તિઓમાં સામાન્ય લોકોને પણ સામેલ કરે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638830

 

સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી શ્રીપદ નાયકે એરોસ્પેસ અને સંરક્ષણ ઉત્પાદન ટેકનોલોજીની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું

સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી શ્રીપદ નાયકે જણાવ્યું હતું કે, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલી કેટલીક પહેલ અંતર્ગત, ભારતીય સંરક્ષણ અને એરોસ્પેસ ઉદ્યોગ આજે પરિવર્તનના ઉંબરે આવીને ઉભો છે. ગઇકાલે પાંચમી એરોસ્પેસ અને સંરક્ષણ ઉત્પાદન ટેકનોલોજી કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી નાયકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય એરોસ્પેસ અને સંરક્ષણ ઉદ્યોગે દેશને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે અને વર્ષ 2025 સુધીમાં 26 અબજ અમેરિકી ડૉલરનું સ્થાનિક ઉત્પાદનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પોતાના ખભા પર આવેલી આ મહાન જવાબદારી નિભાવવા પોતે પ્રસંગોચિત બેઠાં થવું પડશે. સંરક્ષણ ઉત્પાદન નીતિમાં પણ આ હેતુઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તેમણે જણાવ્યું હતું કે, કોવિડના કારણે સમગ્ર દુનિયામાં ગંભીર આર્થિક અને સામાજિક પડકારો ઉભા થાય છે. આપણા દેશમાં છેલ્લા ચાર મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલા પ્રયાસોમાં, આપણે ખૂબ જ મોટા જનસમુદાયમાં સૌથી પહેલાં કોવિડ અંગે વ્યાપક પ્રમાણમાં જાગૃતિ ફેલાવવામાં સફળ રહ્યા છીએ અને પરીક્ષણો માટે પૂરતી ક્ષમતાનું સર્જન કરી શક્યા છી તેમજ આરોગ્ય સંભાળ પણ પૂરી પાડવામાં સમર્થ રહ્યા છીએ. આપણે આ વાયરસના ફેલાવાનો દર નિયંત્રણમાં લાવવામાં સફળ રહ્યા છીએ.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638887

 

TIFAC દ્વારા સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકોસ્થિતિ, સમસ્યાઓ અને ટેકનોલોજીની તૈયારીઓ તેમજ પડકારો અહેવાલ રજૂ કરવામાં આવ્યો

સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (API)નું સ્વદેશી ઉત્પાદન હજુ વધારીને એવા સ્તરે લઇ જવાની જરૂર છે જ્યાં ઉત્પાદન આર્થિક દૃષ્ટિએ વ્યવહારું હોય- આ બાબત એ અહેવાલમાં ટાંકવામાં આવી છે જેમાં એવા APIની યાદી ઓળખી કાઢવામાં આવી છે જેના ઉત્પાદનને પ્રાધાન્યતા આપવાની જરૂર છે અને તેની સાથે સંકળાયેલા ફાયદાનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો – સ્થિતિ, સમસ્યાઓ અને ટેકનોલોજીની તૈયારીઓ તેમજ પડકારો શીર્ષક સાથે આ અહેવાલ તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત આવતા સ્વાયત્ત સંગઠન ટેકનોલોજી માહિતી અનુમાન અને આકલન પરિષદ (TIFAC) દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ અહેવાલમાં કરવામાં આવેલી મુખ્ય ભલામણોમાં એન્જિનિયરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને ટેકનોલોજી વિભાગના પાસાંઓ વધારવાનું કહેવામાં આવ્યું છે. તેમજ, મોલેક્યૂલના અવિરત સંશ્લેષણ માટે નિર્ધારિત લક્ષ્યો સાથે રસાયણ એન્જિનિયરિંગ પર મિશન મોડમાં કામ કરવાની અને ભારતમાં સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મેગા ડ્રગ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સનું સર્જન કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. કોવિડ-19 મહામારીના કારણે આપણા દેશે મક્કમતાપૂર્વક આત્મનિર્ભર બનવા પર ધ્યાન આપ્યું છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638810

 

મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી મંત્રી શ્રી ગિરિરાજસિંહે પશુ સંવર્ધન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ ભંડોળ માટે અમલીકરણ માર્ગદર્શિકાઓ બહાર પાડી

કેન્દ્રીય મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી મંત્રી શ્રી ગિરિરાજસિંહે આજે રૂપિયા 15,000 કરોડના પશુ સંવર્ધન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ ભંડોળ (AHIDF)ના અમલીકરણ માટે માર્ગદર્શિકાઓ બહાર પાડી હતી. કેટલાક ક્ષેત્રોમાં વિકાસની ગતિ વધારવા માટે જાહેર કરવામાં આવેલા આત્મનિર્ભર ભારત અભિયાન પ્રોત્સાહન પેકેજ અંતર્ગત 24.06.2020ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા AHIDFને મંજૂરી આપવામાં આવી હતી. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, સહકારી ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ડેરી પ્રસંસ્કરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ ભંડોળ (DIDF)નો અમલ કરવામાં આવી રહ્યો છે અને AHIDF પ્રથમ આ પ્રકારની ખાનગી ક્ષેત્ર માટેની યોજના છે. એકવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થઇ જાય એટલે લાખો ખેડૂતોને આનો લાભ મળશે અને વધુ દૂધનું પ્રસંસ્કરણ કરવામાં આવશે. તેનાથી ડેરી ઉત્પાદનોની નિકાસમાં પણ વધારો થશે જે હાલમાં અવગણી શકાય એટલા ઓછા સ્તરે છે. ભારતે ડેરી ક્ષેત્રમાં ન્યૂઝીલેન્ડ જેવા દેશોના ધોરણો સુધી ઉપર જવાની જરૂર છે. તેમણે સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન, ડેરી ખેડૂતો સમગ્ર દેશમાં ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં દૂધનો પૂરવઠો એકધારો પહોંચાડવામાં સફળ રહ્યા હતા.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639069

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢઃ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે પ્રત્યક્ષ પ્રેસ કોન્ફરન્સ યોજવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોવાના કારણે ચેપ ફેલાવવાનું જોખમ રહેતું હોવાથી આ આદેશ અપાયો છે. તેમણે તમામ રાજકીય પક્ષોને ગૃહ બાબતોના મંત્રાલયના દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરતી હોય તેવા કોઇ મેળાવડા અથવા કાર્યક્રમ ન યોજવા માટે પણ અપીલ કરી છે. આ દિશા-નિર્દેશો અનુસાર માટે માત્ર અપવાદરૂપ કિસ્સાઓમાં લગ્ન સમારંભ અને અગ્નિસંસ્કાર જેવા પ્રસંગોએ જ લોકોને ભેગા થવાની મંજૂરી આપવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓને શહેરમાં કોઇપણ પ્રકારના ગેરકાયદેસર મેળાવડાના કિસ્સામાં FIR દાખલ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
  • પંજાબઃ કોવિડ કટોકટી સામે લડાઇ લડવામાં સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયાના વધી રહેલા મહત્ત્વની વચ્ચે પંજાબ સરકારે કરાર આધારિત મોડલ પર 15 નિષ્ણાત સોશિયલ મીડિયાની ટીમોની રચના કરીને તેમની સોશિયલ મીડિયાની પહોંચ વધારવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યની પહોંચ વ્યાપક બનાવવા માટે અને અસરકારક અને પરિણામલક્ષી પદ્ધતિથી નોવલ કોરોના વાયરસ સંબંધિત વિવિધ પાસાઓ અંગેની માહિતી લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નોને મજબૂત બનાવવા આ પગલાંને અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાવ્યા છે. લોકોમાં સાવધાની અંગે જાગૃતિનું સર્જન કરવા ઉપરાંત, મહામારી સંબંધિત નિયમો અંગે પણ માહિતી ફેલાવવામાં આવશે. સોશિયલ મીડિયા ટીમ નિયમિત ધોરણે વિશ્વસનીય અને અદ્યતન માહિતી પૂરી પાડીને ખોટી માહિતીનો ફેલાવો થતો રોકવામાં મદદ કરશે.
  • હરિયાણાઃ કોવિડ-19 મહામારી સંબંધિત નિવારાત્મક પગલાંઓ લેવા લોકોમાં જાગૃતી ફેલાવવા હરિયાણાના મુખ્યમંત્રીએ હરિયાણા સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કરાતું 'હરિગંધા' માસિક સામાયિકનો વિશેષ સંયુક્ત અંક પ્રસિદ્ધ કર્યો છે. મુખ્યમંત્રીએ 'હરિગંધા'ના વિશેષ અંકની અસરકારક અને મહત્ત્વની રૂપરેખા રજૂ કરી હતી, જેમાં વૈશ્વિક મહામારી સંબંધિત સર્વગ્રાહી માહિતીને પણ વિશેષરૂપે રજૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ વિશેષ અંક દ્વારા લોકો કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે લેવાના પગલાં અને અન્ય આવશ્યક માહિતી વિશે જાણકારી મેળવી શકશે.
  • હિમાચલ પ્રદેશઃ મુખ્યમંત્રીએ કામગીરીમાં સરળતા રહે અને પોતાની ફરજો અસરકારક રીતે નિભાવી શકે તે માટે રાજ્યના ASHA કામદારોને નિઃશુલ્ક સ્માર્ટફોનનું વિતરણ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત થઇ ગયું છે અને તબીબી સમુદાયની તૈયારીઓ અપૂરતી સાબિત થઇ છે. તેમણે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશ આ વાયરસનો અસરકારક રીતે સામનો કરી રહ્યું છે અને આ વાયરસને નિયંત્રણમાં રાખવામાં ASHA કામદારોએ અગ્રીમ ભૂમિકા અદા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ASHA કામદારોએ માત્ર ILI લક્ષણો ધરાવતા લોકોને શોધવામાં જ મદદ નથી કરી, પરંતુ ક્વૉરેન્ટાઇન નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં લોકોને પ્રેરણા પણ પૂરી પાડી છે.
  • મહારાષ્ટ્રઃ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 7,975 કોરોના વાયરસના કેસો સામે આવ્યાં છે, જેની સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને 2,75,640 થઇ ગઇ છે. જોકે, મહારાષ્ટ્રમાં સક્રિય કેસોનું ભારણ 1,11,801 છે. મુંબઇના સક્રિય કેસોની સંખ્યા અત્યારે 22,959 છે. મહારાષ્ટ્રમાં દર્દીઓ સાજા થવાનો દર 55.37% છે, જ્યારે મૃત્યુદર 3.96% છે. નાસિક જિલ્લામાં વધી રહેલા કોવિડ-19 કેસોના કારણે રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસને "તમારા ઘરઆંગણે આરોગ્ય સંભાળ સેવા" પૂરી પાડવાની પહેલનો પ્રારંભ કર્યો છે. કુલ 556 સ્ક્વૉડ ટીમની રચના કરવામાં આવી છે અને તેમને કોવિડ દર્દીઓને શોધવાની કામગીરી સોપવામાં આવી છે.
  • ગુજરાતઃ બુધવારે ગુજરાતમાં કોવિડ-19ના 925 કેસો નોંધાયા હતા અને 10 વ્યક્તિઓનાં મૃત્યુ નીપજ્યાં હતા. આ સાથે જ રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને 44,648 થઇ ગઇ છે, જેમાંથી 31,346 લોકો સાજા થઇ જવાથી તેમને રજા આપવામાં આવી છે અને 2,081 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. રાજ્ય સરકારે બુધવારે કોવિડ-19ની પરીક્ષણ કરવાની નીતિમાં ફેરફાર કર્યો છે. નવી નીતિ મુજબ કોવિડ પરીક્ષણ કોઇપણ MBBS ડૉક્ટરની ભલામણના આધારે હાથ ધરી શકાશે.
  • રાજસ્થાનઃ રાજસ્થાનમાં આજે સવારે 143 નવા પોઝિટીવ કેસો સામે આવ્યાં હતા અને 4 વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં હતા. બુધવારે રાજ્યમાં વિક્રમજનક 866 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એકતરફ જ્યારે રાજ્યના કોવિડ-19ની કુલ સંખ્યા વધીને 26,580 પર પહોંચી ગઇ છે ત્યારે સક્રિય કેસોનું ભારણ 6,459 છે.
  • મધ્યપ્રદેશઃ રાજ્યમાં નવા 638 નવા કેસો પ્રકાશમાં આવતાં રાજ્યમાં કોવિડ-19 કેસોનો કુલ આંક 19,643 પર પહોંચી ગયો છે. રાજ્યમાં સક્રિય કેસોનું ભારણ 5,053 છે, જ્યારે 13,908 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી કોવિડ-19ના કારણે 682 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
  • છત્તીસગઢઃ છત્તીસગઢમાં 154 નવા પોઝિટીવ કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 4,556 થઇ ગઇ છે. રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 1,212 છે.
  • ગોવાઃ બુધવારે ગોવામાં 198 પોઝિટીવ કેસો નોંધાયા હતા, જે રાજ્યમાં અત્યાર સુધી એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસો છે. રાજ્યમાં કોરોના વાયરસની કુલ સંખ્યા વધીને 2,951 થઇ ગઇ છે, જ્યારે સક્રિય કેસોની સંખ્યા અત્યારે 1,259 છે.
  • કેરળઃ રાજ્યમાં આજે કોવિડના કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યુ નીપજતાં કુલ મૃત્યુઆંક 36 ઉપર પહોંચી ગયો છે. મૃત્યુ પામેલો યુવાન કન્નૂરનો રહેવાસી હતી. ઇડુક્કીમાં વધુ એક વ્યક્તિ જેમને કોવિડ-19 માટે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા તેમનું આજે મૃત્યુ થયું છે. જોકે તેમનું મૃત્યુ કોવિડના કારણે થયું છે તેની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઇ નથી. તિરુવનન્તપુરમ મેડિકલ કોલેજના ચાર ડૉક્ટરોનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે, જેથી સાવધાનીના ભાગરૂપે સર્જરી યુનિટના લગભગ ત્રીસ ડૉક્ટરને ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યાં છે અને સર્જરી વિભાગ બંધ કરવામાં આવ્યો છે. આગામી મહિને કોવિડ કેસોના સંભવિત ઉછાળાને પહોંચી વળવા માટે દરેક જિલ્લાઓના અગ્રીમ હરોળના સારવાર કેન્દ્રોને 5,000 પથારીઓની ક્ષમતાથી સજ્જ કરવામાં આવશે. ગઇકાલે કોવિડ-19ના 623 નવા કેસો નોંધાયા હતા, જેમાંથી 450 કેસો સ્થાનિક પ્રસરણના કારણે અને 37 કેસોમાં રોગચાળા સાથે કોઇ સંબંધ સ્થાપિત થયો નથી. 4,880 લોકો હજુ પણ સારવાર લઇ રહ્યા છે અને 1,84,601 લોકો વિવિધ જિલ્લાઓમાં દેખરેખ હેઠળ છે.
  • તામિલનાડુઃ પુડુચેરીમાં કોવિડ-19ના કારણે નવ મહિનાના બાળકનું મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક 22 પર પહોંચી ગયો છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં એક જ દિવસનો સૌથી મોટો 147 કેસોનો ઉછાળો નોંધાયો છે, જે સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને 1,743 થઇ ગઇ છે. ઇરાનમાંથી તામિલનાડુના 40 માછીમારો ચેન્નઇ આવી પહોંચ્યા છે. કોઇમ્બતુરના કલેક્ટરનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. ગઇકાલે 4,496 નવા કેસો નોંધાયા હતા અને 68 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. ચેન્નઇમાં નવા 1,291 કેસો નોંધાયા હતા. કુલ કેસોની સંખ્યા 1,51,820 છે, જેમાંથી 47,340 કેસો સક્રિય છે, 2,167 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. ચેન્નાઇમાં 15,606 કેસો સક્રિય છે.
  • કર્ણાટકઃ સાત દિવસના લૉકડાઉનનો આજે બીજો દિવસ હતો. પોલીસ દ્વારા લૉકડાઉનનું પાલન ચુસ્તપણે કરાવવામાં આવી રહ્યું છે. તબીબી શિક્ષણ મંત્રી ડૉ. કે. સુધાકરે કોવિડ બીમારીમાંથી સાજા થયેલા નાગરિકોને અન્ય લોકોના જીવન બચાવવા માટે તેમના પ્લાઝમાનું દાન કરવા આગળ આવવા અપીલ કરી છે. ડૉ. કે. સુધાકરે જણાવ્યું હતું કે રક્તદાન કરનારા નાગરિકોની પ્રશસ્તિ સ્વરૂપે રૂ. 5,000નું વળતર આપવામાં આવશે. ઉચ્ચ અદાલતે રાજ્ય સરકાર અને BBMPને શહેરમાં કોવિડ સતર્કતા હોર્ડિંગ્સ અને બેનર્સ પ્રદર્શિત કરવાની મંજૂરી આપી છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ-હોમ સંગઠન (PHANA)એ જણાવ્યું છે કે તે 30% ડૉક્ટર અને 50% નર્સ અને વોર્ડ બોયની ક્ષમતા સાથે કામગીરી કરી રહ્યાં છે. ગઇકાલે 3,176 નવા કેસો નોંધાયા હતા અને 87 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા, જ્યારે બેંગલોર શહેરમાંથી 1,975 કેસો નોંધાયા છે. કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 47,253 છે, સક્રિય કેસોની સંખ્યા 27,853 અને 928 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
  • આંધ્રપ્રદેશઃ પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં મુખ્યમંત્રીએ YSR આરોગ્યશ્રી યોજનાનો પ્રારંભ કરીને તેની સેવાનો વિસ્તાર વધુ છ જિલ્લાઓમાં કરવામાં આવ્યો છે. અગાઉ 3 જાન્યુઆરી, 2020થી પાઇલટ પ્રોજેક્ટ તરીકે આ યોજના લાગુ કરાઇ હતી. આ યોજના હવે વિજિયાનગરમ, વિશાખાપટ્ટનમ, ગુંતૂર, પ્રકાશમ, કડપ્પા અને કુર્નૂલ જિલ્લાઓમાં અમલી કરવામાં આવશે. રાજ્ય સરકારે આગામી એપ્રિલ મહિના સુધીમાં તમામ પંચાયતોમાં ગ્રામ્ય ક્લિનિક સ્થાપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય દ્વારા ક્રિષ્ના જિલ્લામાં શહેરી વિસ્તારોમાં ભિક્ષુકોને છ માસ્ક અને બે સાબુ સહિત કોવિડ-19 કિટનું વિતરણ કરાયું હતું. ચિત્તૂર જિલ્લામાં પિલેરુ સબ-જેલને કોવિડ-19 જેલમાં તબદિલ કરવામાં આવી છે, જેમાં વિવિધ જેલોમાંથી 138 કેદીઓને રાખવામાં આવશે, જેમનો વાયરસ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 2,593 નવા કેસો નોંધાયા છે, 943 લોકોને રજા આપવામાં આવી છે અને 40 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. કુલ કેસોની સંખ્યા 38,044 છે, સક્રિય કેસોની સંખ્યા 18,159 છે, જ્યારે 492 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
  • તેલંગણાઃ તેલંગણાના સિડ્ડિપેટ જિલ્લામાં 20 ICU સહિત 100 પથારીઓ ધરાવતો કોવિડ આઇસોલેશન બ્લૉક ખુલ્લો મુકવામાં આવ્યો છે. ગઇકાલે 1,597 નવા કેસો નોંધાયા હતા અને 11 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. GHMCમાંથી 796 નવા કેસો નોંધાયા હતા. ગઇકાલ સુધી નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 39,342 છે, જેમાંથી 12,958 કેસો સક્રિય છે અને 386 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
  • અરૂણાચલ પ્રદેશઃ અરૂણાચલ પ્રદેશ સરકારે ઇટાનગરના ચિમ્પુ ખાતે નવા બાંધવામાં આવેલા MLA પરિસરમાં વિશેષ કોવિડ હોસ્પિટલ ખોલવાની મંજૂરી આપી છે.
  • આસામઃ આસામના આરોગ્યમંત્રી હિમાંતા બિશ્વા શર્માએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે અઝારા ખાતે આવેલી ગિરિજાનંદ ચૌધરી ફાર્માસ્યુટિકલ વિજ્ઞાન સંસ્થા ટૂંક જ સમયમાં ઓછામાં ઓછી 1,000 પથારીઓની ક્ષમતા ધરાવતાં કોવિડ-19 સંભાળ કેન્દ્ર તરીકે સેવા પૂરી પાડશે.
  • મણિપુરઃ મણિપુરના થૌબાલમાં થૌબાલ મહિલા વિકાસ જિલ્લા સંગઠન (થૌબાલ્મા), લેઇરોન્ગથેલ મહિલા વિકાસ સંગઠન અને ડ્રગ્સ અને દારૂ વિરોધક સંગઠન (CADA) દ્વારા કોવિડ-19 અંગે જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. મણિપુર બાપ્ટિસ્ટ કન્વેન્શને ઇમ્ફાલના MBC સેન્ટર ચર્ચ ખાતે કોવિડ-19ની જાગૃતિ માટે 'એક દિવસીય જાગૃતિ કાર્યક્રમ' હાથ ધર્યો હતો.
  • મિઝોરમઃ મિઝોરમમાં આજે એક સાજા થયેલા કોવિડ-19 દર્દીને રજા આપવામાં આવી હતી. હવે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 167 છે.
  • નાગાલેન્ડઃ નાગાલેન્ડના મુખ્યમંત્રી સાવધાનીના ભાગરૂપે દિલ્હીથી પરત ફર્યા બાદ સેલ્ફ-ક્વૉરેન્ટાઇન થયા છે. જોકે તે પોતાની ફરજ બજાવવાનું ચાલુ રાખશે.
  • સિક્કિમઃ મુખ્યમંત્રીના સુરક્ષા કર્મચારી અને સ્થાનિક કર્મચારીઓનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યા બાદ મુખ્યમંત્રી શ્રી પ્રેમસિંહ તમાંગની સાથે તેમની પત્ની શ્રીમતી શારદા તમાંગ અને ધારાસભ્ય પુત્ર શ્રી આદિત્ય તમાંગના નમૂના કોવિડ-19 પરીક્ષણ માટે લેવામાં આવ્યાં છે. કુલ 95 નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યાં છે.

 

 

 

 

 

 

 

 

FACTCHECK

 

 

 

 

 

 



(Release ID: 1639168) Visitor Counter : 265