વહાણવટા મંત્રાલય

કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા ASKO દરિયાઈ AS, નોર્વે માટે સ્વાયત્ત ઇલેક્ટ્રિક જહાજોના નિર્માણ માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.


કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ જહાજ નિર્માણ ઉદ્યોગમાં ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરવા બદલ CSLની પ્રશંસા કરી

Posted On: 16 JUL 2020 4:42PM by PIB Ahmedabad

કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL), કોચિએ ASKO દરિયાઈ AS, નોર્વે માટે 2 વધુ સરખા જહાજો બનાવવાના વિકલ્પ સાથે બે સ્વાયત્ત ઇલેક્ટ્રિક ફેરીના નિર્માણ અને પુરવઠાના કરાર પર હસ્તાક્ષર કર્યા.

કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવીયાએ નોર્વેના ASKO મેરીટાઇમ માટે વિશ્વના પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત ઇલેક્ટ્રિક જહાજ બનાવવાનું અને જહાજ નિર્માણ ઉદ્યોગમાં ઐતિહાસિક લક્ષ્યાંક મૂકવાના કરાર બદલ સીએસએલની પ્રશંસા કરી. શ્રી માંડવીયાએ કહ્યું કે સીએસએલે વિવિધ વૈશ્વિક શિપયાર્ડ્સની સાથે સ્પર્ધા કરીને અને તેની સારી વિશ્વસનીયતા અને ઇતિહાસ સાથે કરાર કર્યો હતો.

સીએસએલ એ ભારતનું સૌથી મોટું વ્યાપારી શિપબિલ્ડર છે. કંપનીએ આ પ્રતિષ્ઠિત નિકાસ ઓર્ડર નોર્ગેસ ગ્રુપેન એએસએની પેટાકંપની ASKO મેરીટાઇમ AS પાસેથી મેળવ્યો, જે નોર્વેજીયન રિટેલ સેગમેન્ટની સૌથી મોટી કંપનીઓમાંની એક છે.

આ સ્વાયત્ત ઇલેક્ટ્રિકલ જહાજ પ્રોજેક્ટ એ નોર્વેનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જે નોર્વે સરકાર દ્વારા ઓસ્લો ફજર્ડમાં માલના ઉત્સર્જન-મુક્ત પરિવહનને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. આ જહાજોનું સંચાલન તકનીકી સંચાલન અને સ્વાયત્ત જહાજોનું સંચાલન કરનારી પ્રથમ કંપની મેસર્સ માસ્ટરલી એએસ, સ્વાયત્ત તકનીકમાં વિશ્વમાં અગ્રેસર મેસર્સ કોંગ્સબર્ગ અને એક મોટી મેરીટાઇમ શિપિંગ કંપનીઓમાંની એક મેસર્સ વિલ્હેમસન વચ્ચેના સંયુક્ત સાહસ દ્વારા કરવામાં આવશે. એકવાર કામગીરી શરૂ થઈ ગયા પછી, આ જહાજ ઝીરો કાર્બન ઉત્સર્જન સાથે સ્વાયત્ત જહાજના ક્ષેત્રમાં વેપારી શિપિંગ, વિશ્વ માટે એક નવો બેન્ચમાર્ક બનાવશે.

67 મીટર લાંબા જહાજો શરૂઆતમાં ફુલ-ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ ફેરી તરીકે વિતરિત કરવામાં આવશે, જે 1846 KWh ક્ષમતાની બેટરીથી ચાલશે. નોર્વેમાં સ્વાયત્ત ઉપકરણો અને ફીલ્ડ ટ્રાયલ્સ શરૂ કર્યા પછી, તે ASKO ની સંપૂર્ણ સ્વાયત્ત ફેરી તરીકે કાર્ય કરશે જે ફજર્ડ તરફ એક સાથે 16 સંપૂર્ણ લોડ પ્રમાણભૂત EU ટ્રેઇલર્સને પરિવહન કરી શકે છે. જહાજો નેવલ ડાયનેમિક્સ નોર્વે દ્વારા કોંગ્સબર્ગ મેરીટાઇમ સિસ્ટમોનો ઉપયોગ કરીને ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમાં સીએસએલ દ્વારા વિગતવાર એન્જીન્યરીંગ હાથ ધરવામાં આવ્યુ છે. તેઓ DNV GL વર્ગીકરણ હેઠળ બનાવવામાં આવશે અને નોર્વેથી રવાના કરવામાં આવશે.

વિવિધ વૈશ્વિક શિપયાર્ડ્સના વિગતવાર મૂલ્યાંકન પછી અને ગ્રાહકને તેની મૂલ્ય દરખાસ્તના આધારે સીએસએલએ આ નિકાસ આદેશ હાંસલ કાર્યો છે. પશ્ચિમ યુરોપના પ્રતિષ્ઠિત ગ્રાહકોને વિશ્વ ગુણવત્તાની ઉચ્ચ ગુણવત્તાવાળા જહાજો પહોંચાડવા માટે સીએસએલની સિદ્ધ ક્ષમતા અને ટ્રેક રેકોર્ડને કારણે પણ એને ક્લાયંટની તરફેણ મળી. રોગચાળા દ્વારા ઉભા કરાયેલા વર્તમાન અવરોધોમાં સીએસએલ આ કરાર મેળવવામાં સફળ થઈ છે, જેનું ઉચ્ચ મહત્વ છે. સીએસએલ પહેલાથી જ કોચી જળ મેટ્રો માટે 23 હાઇબ્રિડ ઇલેક્ટ્રિક બોટ બનાવી રહી છે.

આ પ્રોજેક્ટ દ્વારા સીએસએલને વિશ્વમાં પ્રીમિયર શિપબિલ્ડીંગ યાર્ડ્સની લીગમાં હાઈ ટેક જહાજ નિર્માણને સંભાળવામાં સક્ષમ બનાવવાની અપેક્ષા છે.

 

SD/DS/GP/BT

 



(Release ID: 1639104) Visitor Counter : 193