સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
સાજા થવાનો દર વધીને 62.42% થયો
18 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે
મૃત્યુદર ઘટીને 2.72% થયો
Posted On:
10 JUL 2020 2:53PM by PIB Ahmedabad
કોવિડ-19ના દર્દીઓ સાજા થવાની સંખ્યામાં વૃદ્ધિનો ટ્રેન્ડ એકધારો આગળ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી કુલ 19,138 દર્દીઓ સાજા થઇ ગયા છે. આમ, દેશમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 4,95,515 પર પહોંચી ગઇ છે. તેના પરિણામે, કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર આજે સુધરીને 62.42% થઇ ગયો છે.
હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,76,882 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આજની સ્થિતિ અનુસાર, દેશમાં 1218 કોવિડ સમર્પિત હોસ્પિટલો, 2705 કોવિડ સમર્પિત આરોગ્ય સંભાળ કેન્દ્રો અને 10,301 કોવિડ સમર્પિત સંભાળ કેન્દ્રો ઉપબલ્ધ છે.
હાલમાં 18 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. રાષ્ટ્રીય સ્તરે કોવિડના કેસોનો મૃત્યુદર ઘટીને 2.72% નોંધાયો છે. દુનિયામાં બીજા સંખ્યાબંધ દેશોની સરખામણીએ તે ઓછો છે. 30 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રના સરેરાશ મૃત્યુદરની સરખામણીએ ઓછો મૃત્યુદર નોંધાયો છે. ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ વ્યૂહરચનાનું સમગ્ર દેશમાં સઘન અમલીકરણ સુનિશ્ચિત કરવાથી દેશમાં અત્યાર સુધીમાં 1,10,24,491 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ થઇ શક્યું છે.
દૈનિક પરીક્ષણોની સંખ્યામાં પણ સતત વૃદ્ધિનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2,83,659 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારતમાં હવે કોવિડ-19ના પરીક્ષણ માટે સમર્પિત લેબોરેટરીની સંખ્યા વધીને 1169 થઇ ગઇ છે. આમાં 835 લેબોરેટરી સરકારી ક્ષેત્રની છે જ્યારે 334 લેબોરેટરીઓ ખાનગી ક્ષેત્રની છે.
DS/BT
(Release ID: 1637873)
Visitor Counter : 221
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam